android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara : રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરથી બાળકનું અપહરણ, પોલીસે અપહરણકાર સાથે બાળકને હાલોલ બસ સ્ટેશનમાંથી શોધી કાઢ્યો
calendar_today January 30, 2026

Vadodara : રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરથી બાળકનું અપહરણ, પોલીસે અપહરણકાર સાથે બાળકને હાલોલ બસ સ્ટેશનમાંથી શોધી કાઢ્યો

વડોદરા રેલવે સ્ટેશન પરથી અપહરણ થયેલા બાળકને વડોદરા રેલવે પોલીસે શોધી કાઢી સુરક્ષિત રીતે પરિવારને સોંપ્યો છે. આ બનાવ 28 જાન્યુઆરીનો છે, જ્યારે બાળક પોતાના પિતા સાથે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 ઉપર ઉભો હતો.પિતા અને પુત્ર ટ્રેનની રાહ જોતા હતા માહિતી અનુસાર, પ્લેટફોર્મ નંબર 1 પર પિતા અને પુત્ર ટ્રેનની રાહ જોતા હતા. આ દરમિયાન પિતા થોડા સમય માટે સૂઈ ગયા હતા, ત્યારે એક અજાણ્યા ઈસમે બાળકને ભોળવીને તેને લઇને ફરાર થઇ ગયો હતો. પોલીસે સીસી ટીવી ચેક કર્યા આ મામલે તુરત જ રેલવે પોલીસના ધ્યાનમાં આવતા પોલીસે સીસી ટીવી ચેક કર્યા હતા જેમાં અપહરણના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેના આધારે રેલવે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. બાળક હાલોલ બસ મથક પાસે હોવાની જાણ થઇ તપાસમાં ખબર પડી કે બાળક હાલોલ બસ મથક પાસે છે. રેલવે પોલીસે ઘટનાની ઝડપી તપાસમાં અપહરણકાર અનિલ બારીયાને ઝડપી પાડ્યો અને બાળકને મુક્ત કરાવી, પછી પરિવારને સોંપ્યો. પોલીસ કામગીરીની પ્રશંસા પોલીસે હાલોલમાં તપાસ કરીને અપહરણકાર સાથે બાળકને ઝડપી લીધો હતો અને બાળકને મુક્ત કરાવી સુરક્ષિત રીતે પરિવારને સોંપ્યો હતો. પરિવારે પોલીસ કામગીરીની પ્રશંસા કરી છે.આ પણ વાંચો----    DyCM હર્ષ સંઘવીનો મનપા અધિકારીઓ અને પદાધિકારીઓને સીધો આદેશ, કોઈપણ મનપાની ફરીયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ

Read Full Story arrow_forward
Ahmedabad ના રિંગરોડના વિસ્તારો તરસ્યા નહીં રહે, નર્મદાનું શુદ્ધ પાણી આપવા સરકારની લીલીઝંડી
calendar_today January 30, 2026

Ahmedabad ના રિંગરોડના વિસ્તારો તરસ્યા નહીં રહે, નર્મદાનું શુદ્ધ પાણી આપવા સરકારની લીલીઝંડી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના પશ્ચિમ અને રિંગરોડ આસપાસના નવા ભળેલા વિસ્તારો માટે પીવાના પાણીની વ્યવસ્થાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા AMCને દૈનિક 467 MLD (મિલિયન લિટર પ્રતિ દિવસ) નર્મદાના પાણીનો વધારાનો જથ્થો આપવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આ જથ્થો ખાસ કરીને બોપલ, વેજલપુર, શેલા અને મણિપુર જેવા વિસ્તારોમાં રહેતા હજારો પરિવારો માટે વરદાન સાબિત થશે. નર્મદાનું આ પાણી સીધું જ જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પહોંચાડવામાં આવશે, જ્યાંથી શુદ્ધિકરણ બાદ તેનું વિતરણ કરવામાં આવશે.અમદાવાદમાં જળક્રાંતિ હાલમાં અમદાવાદ શહેરમાં દૈનિક ધોરણે અંદાજે 1600 MLD પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, પરંતુ વસ્તી વધારા અને નવા વિસ્તારોના સમાવેશને કારણે પાણીની માંગ સતત વધી રહી હતી. રિંગરોડના આ પટ્ટામાં નર્મદાના નીર પહોંચતા લોકોની બોરવેલ પરની નિર્ભરતા ઘટશે અને ગ્રાઉન્ડ વોટર લેવલ જાળવવામાં પણ મદદ મળશે. આ આયોજનને કારણે હવે શહેરના છેવાડાના વિસ્તારોમાં પણ ચોવીસ કલાક પૂરતું અને શુદ્ધ પાણી મળે તે દિશામાં તંત્રએ નક્કર કદમ ઉઠાવ્યું છે. આ પણ વાંચો : Gondal હાઈવે પર થયેલા અકસ્માતમાં મૃત થયેલાની ઓળખ થઈ, ચેસિસ નંબર અને પર્સ બની ઓળખના સાધન

Read Full Story arrow_forward
Ahmedabad News: બુલેટ ટ્રેનની કામગીરી માટે ફરી શાહિબાગ અંડરપાસ બંધ રખાશે, જાણો વાહન વ્યવહાર માટેનો વૈકલ્પિક રૂટ
calendar_today January 30, 2026

Ahmedabad News: બુલેટ ટ્રેનની કામગીરી માટે ફરી શાહિબાગ અંડરપાસ બંધ રખાશે, જાણો વાહન વ્યવહાર માટેનો વૈકલ્પિક રૂટ

અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે શાહિબાગ અંડરપાસ 23 જાન્યુઆરીએ રાત્રે 8 વાગ્યાથી 28 જાન્યુઆરીની રાત્રે 12 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો હતો. હવે ફરીવાર આ અંડરપાસને બંધ રાખવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આજથી આગામી 4 ફેબ્રુઆરી સુધી આ અંડરપાસ રાત્રે 11થી સવારે 06 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. અંડરપાસ બંધ કરવાનો નિર્ણય લેવાની સાથે વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે. બુલેટ ટ્રેનની કામગીરીને કારણે અંડરપાસ બંધ અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે બુલેટ ટ્રેનની કામગીરીને કારણે શાહિબાગ અંડરપાસ ફરીવાર વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવશે. આજથી આગામી 4 ફેબ્રુઆરી સુધી રાત્રે 11થી સવારે 06 વાગ્યા સુધી આ અંડર પાસ બંધ રાખવામાં આવશે. વાહન ચાલકોને કોઈ તકલીફ ના પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટની પણ તૈયારી કરવામાં આવી છે. વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ દિલ્હી દરવાજા તથા સુભાષબ્રીજ ઉપરથી આવતો ટ્રાફિક કે જેને એરપોર્ટ-ગાંધીનગર તરફ જવું છે તે વાહનો સુભાષબ્રીજના છેડે શિલાલેખ ફ્લેટ થઇ રિવરફ્રન્ટનો ઉપયોગ કરી રિવરફ્રન્ટ માર્ગ ડફનાળા થઇ એરપોર્ટ તેમજ ગાંધીનગર તરફ જઇ શકાશે.એરપોર્ટ-ગાંધીનગર તરફથી આવતો ટ્રાફિક ડફનાળા રિવરફ્રન્ટનો ઉપયોગ કરી અલગ-અલગ માર્ગે જઇ શકાશે. તેમજ અસારવા,ગીરધરનગર, દિલ્હી દરવાજા, કાલુપુર તરફ જવું હોય તો શાહીબાગ થઇ મહાપ્રજ્ઞજી બ્રીજનો ઉપયોગ કરી મુખ્ય માર્ગો તરફ જઇ શકાશે. ગીરધરનગર-અસારવા તરફથી આવતો ટ્રાફિક જે જેને ગાંધીનગર,એરપોર્ટ તરફ જવાનું છે તે ટ્રાફિક શાહીબાગ થઇ અનેક્ષી, ગાયત્રી મંદીર થઇ આર્મી કેન્ટોનમેન્ટ થઇ એરપોર્ટ તેમજ ઇન્દીરાબ્રીજ ગાંધીનગર તરફ જઇ શકાશે. આ પણ વાંચોઃ Banaskantha: પાલનપુર કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સ્ટાફ બહાર ખસેડાયો

Read Full Story arrow_forward