android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા છે,  બંદીવાનોના બાળકોએ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવ્યું મોટુ સ્થાન
calendar_today January 28, 2026

Ahmedabad News : જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા છે, બંદીવાનોના બાળકોએ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવ્યું મોટુ સ્થાન

જેલના ચાર દીવાલો પાછળ સજા કાપી રહેલા બંદીવાનોના સંતાનો સમાજમાં ગૌરવભેર આગળ વધે અને સરકારી સેવાઓમાં જોડાય તેવા ઉમદા આશય સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં અમલી કરાયેલી 'વિકાસદીપ' યોજના અંતર્ગત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે એક વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. બે બંદીવાનના દીકરાઓ એવા તેજસ્વી યુવાનોની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન મુખ્યત્વે બે બંદીવાનના દીકરાઓ એવા તેજસ્વી યુવાનોની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. અમદાવાદ મધ્યસ્થ જેલના બંદીવાન રાજેન્દ્રસિંહ જટુભા જાડેજાના પુત્ર, જેમણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ-2024 ની પ્રક્રિયા પૂર્ણ કરી 'અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ' તરીકે પસંદગી મેળવી છે. તે ઉપરાંત રાજકોટ મધ્યસ્થ જેલના જેલમુક્ત પાકા બંદીવાન સુરસંગભાઈ સોલંકીના પુત્ર, જેમણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પાસ કરી સુરત ખાતે 'જુનિયર ક્લાર્ક' (અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ) તરીકે નિમણૂંક મેળવી છે. જેલ પ્રશાસનની આ સુધારાત્મક પ્રવૃત્તિને હાજર સૌએ હૃદયપૂર્વક વધાવી લીધી હતી બંને તેજસ્વી યુવાનોને રાજ્યના પોલીસ વડાના હસ્તે 'વિકાસદીપ' યોજના હેઠળ રૂા. ૧૫,૦૦૧/- નું રોકડ પુરસ્કાર, યાદગાર મોમેન્ટો તેમજ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ અવસરે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે, જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા છે. બંદીવાનોના બાળકો શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધી ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે જેલ વિભાગ સતત પ્રયત્નશીલ છે. આ પ્રસંગે જેલ મહાનિરીક્ષક, અમદાવાદ જેલ અધિક્ષક ગૌરવ અગ્રવાલ, નાયબ અધિક્ષક પી.આઈ. સોલંકી, અન્ય ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા બે વર્ષમાં અપાયેલા પ્રોત્સાહનો 1. 'એક નઈ ઉમ્મીદ' યોજના: રાજ્યની જેલોમાં રહેલા બંદીવાનોને ધોરણ 10, ધોરણ 12 તથા હાયર પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા 57 બંદીવાનોને તા.12/08/2024ના રોજ રૂ.74,057/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ તેમજ પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા. 2. પાકા બંદીવાનોના 77 બાળકોને પ્રોત્સાહન: 38 પાકા બંદીવાનોના કુલ 39 બાળકોને તા.21-11-2024ના રોજ રૂ.54,038/- તથા તા.25-06-2025ના રોજ પાકા 34 બંદીવાનોના કુલ 38 બાળકોને રૂ.47,538/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ તેમજ પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા. 3. 10 બંદીવાનોના બાળકો: તા.22/01/2026ના રોજ કુલ પાકા 10 બંદીવાનના 10 બાળકોને રૂ.11,500/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ તેમજ પ્રશંસાપત્ર આપવામાં આવ્યા. 4. 51 બંદીવાનો: રાજ્યની જેલોમાં રહેલ બંદીવાનોને 'એક નઈ ઉમ્મીદ' યોજના અન્વયે ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્તીર્ણ થયેલ ક્રાયા/પાકા/પાસા હેઠળ રહેલ કુલ 51 બંદીવાનોને તા.25-06-2025ના રોજ રૂ.57,551/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ આપવામાં આવેલ. 5. તા.22/01/2026ના રોજ કુલ 01 બંદીવાનોને રૂ.1,501/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ આપવામાં આવ્યું. આ પણ વાંચો : Tapi News : તાપીમાં ત્રિપલ અકસ્માતમાં 23 લોકો ઈજાગ્રસ્ત, ખાનગી બસના ચાલકે કાબુ ગુમાવતા બસે મારી પલટી

Read Full Story arrow_forward
Ahmedabad News : કોંગ્રેસ નેતા હીરા જોટવાની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી, જેલવાસ યથાવત
calendar_today January 28, 2026

Ahmedabad News : કોંગ્રેસ નેતા હીરા જોટવાની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી, જેલવાસ યથાવત

ભરૂચ જિલ્લામાં થયેલા કરોડો રૂપિયાના મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા કોંગ્રેસના નેતા હીરા જોટવાને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. રૂ. 7 કરોડથી વધુના આર્થિક કૌભાંડમાં જેલમાં બંધ હીરા જોટવાએ જામીન મેળવવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, પરંતુ અદાલતે તેમને રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે આ ગંભીર પ્રકારનું કૌભાંડ છે અને ટ્રાયલ કોર્ટે જે જામીન રદ કરવાનો નિર્ણય લીધો હતો તે કાયદેસર રીતે યોગ્ય છે.HCનો જામીન આપવા ઇનકાર આ કૌભાંડની વિગતો મુજબ, મનરેગા યોજના હેઠળ સરકારી નાણાંનો મોટા પાયે દુરુપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં હીરા જોટવાની મુખ્ય ભૂમિકા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જામીન અરજી નામંજૂર થતાં હવે હીરા જોટવાએ જેલમાં જ રહેવું પડશે. હાઈકોર્ટના આ ચુકાદાથી કૌભાંડની તપાસ કરી રહેલી એજન્સીઓને વધુ બળ મળ્યું છે. આ કેસમાં આગામી સમયમાં ટ્રાયલ દરમિયાન વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. આ પણ વાંચો : Vadodara News : કમાટીબાગમાં માનવ મહેરામણ વચ્ચે તસ્કરીનો ખેલ, પોલીસે મહિલા ચોરની ધરપકડ કરી

Read Full Story arrow_forward
Surat News :  સુરતમાં જાણીતા ઉદ્યોગકાર વસંત ગજેરા અને ચુનીભાઇ ગજેરાને ત્યાં ITના વહેલી સવારથી દરોડા
calendar_today January 28, 2026

Surat News : સુરતમાં જાણીતા ઉદ્યોગકાર વસંત ગજેરા અને ચુનીભાઇ ગજેરાને ત્યાં ITના વહેલી સવારથી દરોડા

કતારગામ, પીપલોદ, વરાછા વિસ્તારમાં ઈન્કમટેકસે દરોડા પાડયા છે, સુરત સહિત મુંબઇમાં પણ IT દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, સ્કૂલની ઓફિસ, ડાયમંડ ઓફિસ અને રીયલ એસ્ટેટ ઓફિસ ખાતે આઈટીની ટીમ કામ કરી રહી છે. આ દરોડામાં મહાકાલ ગ્રુપના અનિલ બગદાણા અને તેમના ભાગીદારો તરુણ ભગત તથા પ્રવિણ ભૂત, તેમજ લક્ષ્મી ડાયમંડના ધીરુ ગજેરાને ત્યાં તપાસ ચાલી રહી છે.સુરતના અન્ય વેપારી અને ઉદ્યોગ જગતમાં ફફડાટ ઈન્કમ ટેકસ વિભાગે વહેલી સવારથી દરોડા પાડયા હતા અને આઈટીના મોટા કાફલા સાથે આ દરોડા પાડવામાં આવ્યા હતા, સુરતમાં ડાયમંડના ધંધા સાથે સંકળાયેલા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. લક્ષ્મી ડાયમંડ ગ્રુપની વિવિધ જગ્યાઓ પર આ દરોડા પાડવામાં આવ્યા છે, વસંત ગજેરાના જે ગ્રુપ છે ધંધાને લઈ ત્યાં આગળ આ ચેકિંગ કરવામાં આવ્યું છે. IT અધિકારીઓની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પણ વાંચો : Ahmedabad News : જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા છે, બંદીવાનોના બાળકોએ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવ્યું મોટુ સ્થાન

Read Full Story arrow_forward