android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Maharashtra Plane Crash: બારામતીમાં કઇ રીતે થયું અજિત પવારનું પ્લેન ક્રેશ ? વાંચો સંભવિત કારણો
calendar_today January 28, 2026

Maharashtra Plane Crash: બારામતીમાં કઇ રીતે થયું અજિત પવારનું પ્લેન ક્રેશ ? વાંચો સંભવિત કારણો

મહારાષ્ટ્રના બારામતીમાં થયેલા પ્લેન ક્રેશમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયું છે. આ ઘટનામાં અન્ય 5 જણાએ પણ જીવ ગુમાવ્યો છે. અજિત પવાર બારામતીમાં યોજાયેલી જાહેરસભાને સંબોધવા માટે ચાર્ટર પ્લેન મારફતે રવાના થયા હતા. દૂર્ઘટનાનું કારણ હાલત તો ખરાબ વાતાવરણ મનાઇ રહ્યું છે. કોઇ પણ પ્લેન ક્રેશ થાય તો તેની પાછળ ઘણા કારણો જો કે એવિએશન એક્સપર્ટ માને છે કે કોઇ પણ પ્લેન ક્રેશ થાય તો તેની પાછળ ઘણા કારણો હોય છે અને ડીજીસીએ અને એએઆઇબીની તપાસ પછી જ સાચા કારણો જાણવા મળી શકે છે. પ્લેનના બ્લેક બોક્સની તપાસ કરાશે ત્યારે પ્લેન ક્રેશના સાચા કારણોની માહિતી બહાર આવી શકે છે ભારે ધુમ્મસ, ભારે વરસાદ જો કે એવિએશન એક્સપર્ટ માને છે કે દૂર્ઘટના થવાની જે શક્યતાઓ છે તેમાં એક શક્યતા લો વિઝીબીલીટીની હોઇ શકે છે. ભારે ધુમ્મસ, ભારે વરસાદના કારણે પાયલોટ રન વે તથા પર્વતોની આસપાસ જોઇ શકતો નથી અને તેમાં પણ જ્યારે લેન્ડિર કરવાનું હોય ત્યારે પાયલોટ માટે ખતરનાક સ્થિતી ઉભી થાય છે વિંડ શીયર જેવી ખતરનાક હવામાનની સ્થિતિ પણ ક્યારેક જવાબદાર ઉપરાંત વિંડ શીયર જેવી ખતરનાક હવામાનની સ્થિતિ પણ ક્યારેક જવાબદાર હોય છે તેમાં ગણતરીની સેકન્ડોમાં પવનની દિશા અને ગતિ બદલાઇ જાય છે જેથી વિમાન તેની ઉંચાઇ ગુમાવવા માંડે છે અને લેન્ડિગ સમયે ક્રેશ થયેલા વિમાનમાં આ મહત્વનું કારણ હોય છે  ખુબ જ તેજ ગતિથી પવન ફૂંકાવવો બીજી તરફ ખુબ જ તેજ ગતિથી પવન ફૂંકાવવાના કારણે તેજ વર્ટિકલ એર મૂવમેન્ટ થાય છે જેનાથી પ્લેનનો કન્ટ્રોલ થવો મુશ્કેલ થઇ જાય છે. ખાસ કરીને નાના એરક્રાફ્ટ ટેકઓફ અથવા લેન્ડિગ કરી રહ્યું હોય ત્યારે તેને મુશ્કેલ થઇ જાય છે. વીજળી પડવી હાલના આધુનિક પ્લેન વીજળી સહન કરી લે છે પણ ક્યારેક ક્યારેક ઇલેકટ્રોનિક સિસ્ટમ અથવા સેંસર પ્રભાવિત થઇ જાય છે અને જેના કારણે પણ પ્લેન ક્રેશ થાય છે. વિંગ્સ અથવા એન્જિનમાં ક્યારેક બરફ પણ જામી જવો ઠંડીની મોસમમાં વિંગ્સ અથવા એન્જિનમાં ક્યારેક બરફ પણ જામી જતો હોય છે જેનાથી લિફ્ટ ઓછી થઇ જાય છે અને એન્જિન પાવર પર ખરાબ અસર પડે છે. પણ આ દૂર્ઘટના લેન્ડિગ સમયે થઇ છે તેથી આ શખ્યતા ઓછી છે. ભારે વરસાદ ભારે વરસાદ કે સ્ટોર્મના કારણે રડાર, પિટોટ ટ્યુબ અથવા અન્ય ઉપકરણો ખરાબ થઇ જાય છે જેથી પણ પ્લેન ક્રેશ થઇ શકે છે. આ પણ વાંચો-----    Maharashtra Plane Crash: દેશમાં વિમાની દૂર્ઘટનાઓમાં આ મહાનુભાવોના મોત થયા હતા, વાંચો અહેવાલ

Read Full Story arrow_forward
ઉત્તરાખંડના કેદારનાથ ધામ બરફથી ઢંકાયુ
calendar_today January 28, 2026

ઉત્તરાખંડના કેદારનાથ ધામ બરફથી ઢંકાયુ

રુદ્રપ્રયાગ જિલ્લા પ્રશાસનના જણાવ્યા મુજબ, હાલમાં મંદિરમાં આશરે 3થી 4 ફૂટ જેટલો બરફ જમાઈ ગયો છે 

Read Full Story arrow_forward
Baramait Plane Crash: અજીત પવારનું લિયરજેટ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું, જાણો Learjet 45ની ખાસિયત
calendar_today January 28, 2026

Baramait Plane Crash: અજીત પવારનું લિયરજેટ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું, જાણો Learjet 45ની ખાસિયત

મહારાષ્ટ્રના નાયબમુખ્યમંત્રી અજીત પવારનું બુધવારના દિવસે સવારે નિધન થયું. અજીત પવાર બારામતી ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. દરમિયાન તેમનું વિમાન દુર્ઘટનાગસ્ત થયું. વિમાન દુર્ઘટનામાં અજીત પવાર સહિત અન્ય 6 લોકોનું નિધન થયું. અજીત પવાર લીયરજેટ 45 વિમાનમાં સવાર હતા તે બોમ્બાર્ડિયર એરોસ્પેસ (Bombardier Aerospace) દ્વારા બનાવવામાં આવ્યું છે. આ બિઝનેસ જેટ શ્રેષ્ઠ સુવિધાયુક્ત છે. જાણો  જાણો Learjet 45ની ખાસિયત.

Read Full Story arrow_forward