android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Republic Day 2026 : સુરેન્દ્રનગર જિલ્લામાં પરેડ ગ્રાઉન્ડ ખાતે "પ્રજાસત્તાક પર્વ"ની શાનદાર ઉજવણી કરાઈ
calendar_today January 26, 2026

Republic Day 2026 : સુરેન્દ્રનગર જિલ્લામાં પરેડ ગ્રાઉન્ડ ખાતે "પ્રજાસત્તાક પર્વ"ની શાનદાર ઉજવણી કરાઈ

મંત્રીએ દેશની આન, બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજને ફરકાવીને, સલામી આપી રાષ્ટ્રગાન બાદ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ મહામુલી આઝાદીના ૭૭માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે સંબોધન કરતાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃતવમાં 'વિકસિત ભારત-૨૦૪૭'ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત 'ગ્રોથ એન્જિન' તરીકે અગ્રેસર છે.સુરેન્દ્રનગર-દુધરેજ- વઢવાણ મહાનગરપાલિકાએ તેના ગઠનનું એક વર્ષ સફળતા સાથે પૂર્ણ કર્યું "સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ"ના મંત્ર સાથે રાજ્ય સરકારે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડી છે. મંત્રીશ્રીએ આ અવસરે દેશની સીમાઓનું રક્ષણ કરતા જવાનો અને આઝાદીના લડવૈયાઓને નમન કરી સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝાલાવાડના અમૂલ્ય યોગદાનને ગૌરવભેર યાદ કર્યું હતું. શહેરી વિકાસ મંત્રીએ ગર્વ સાથે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૫ને 'શહેરી વિકાસ વર્ષ' તરીકે ઉજવ્યા બાદ સુરેન્દ્રનગર-દુધરેજ- વઢવાણ મહાનગરપાલિકાએ તેના ગઠનનું એક વર્ષ સફળતા સાથે પૂર્ણ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રથમ વર્ષમાં જ રૂ. ૪૧૯ કરોડના વિકાસકામો મંજૂર કરાયા છે. વઢવાણ હેરિટેજ સિટી અને ઝાલાવાડ મ્યુઝિયમ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા ઇતિહાસને જીવંત રાખવાની સાથે, ૬૫ કરોડના ખર્ચે ફ્લાયઓવર અને આઇકોનિક રોડ જેવા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા નાગરિકોને 'અર્નિંગ વેલ, લિવિંગ વેલ'ની પ્રતીતિ કરાવવામાં આવી રહી છે. આયુષ્માન કાર્ડ અને શિક્ષણની વિવિધ યોજનાઓ દ્વારા રાજ્ય સરકાર એક સ્વસ્થ મંત્રીએ ઉમેર્યું હતું કે, જે જિલ્લો અગાઉ ખેતીમાં પછાત ગણાતો હતો, તે આજે નર્મદાના નીરના આગમનથી નંદનવન બન્યો છે. રાજ્ય સરકાર ખેડૂતોને ડ્રોન ટેકનોલોજી અને સ્માર્ટફોન સહાય આપી આધુનિક બનાવી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે, ઓર્ગેનિક ખેતી અને જળ સંચયના પ્રયાસોથી સુરેન્દ્રનગર જિલ્લાએ કૃષિ ક્ષેત્રે નવી ઓળખ ઊભી કરી છે. વાઈબ્રન્ટ ગુજરાતના માધ્યમથી હવે રિજનલ સ્તરે પણ અબજો રૂપિયાનું મૂડીરોકાણ આ પ્રદેશમાં આવી રહ્યું છે.મહિલા સશક્તિકરણ અને યુવા રોજગારી પર ભાર મૂકતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 'મિશન મંગલમ' યોજના હેઠળ જિલ્લાની હજારો બહેનો સખી મંડળો દ્વારા આર્થિક રીતે સધ્ધર બની છે. જિલ્લામાં ૨.૧૮ લાખથી વધુ શૌચાલયો અને પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગરીબ પરિવારોને પાકું છત મળ્યું છે. આ સાથે જ, ૨૦ જેટલી ITI સંસ્થાઓમાં ૩૦૦૦થી વધુ યુવાનો 'ન્યૂ એજ કોર્સ' દ્વારા કૌશલ્યબદ્ધ બની રહ્યા છે. આયુષ્માન કાર્ડ અને શિક્ષણની વિવિધ યોજનાઓ દ્વારા રાજ્ય સરકાર એક સ્વસ્થ, શિક્ષિત અને સશક્ત ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ છે. વિજેતા પ્લાટુનને પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ શૃંખલામાં મંત્રીના હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓનાં પરિવારજનોનું સુતરની આંટી અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, વઢવાણ તાલુકાનાં અવિરત વિકાસ કામો માટે મંત્રીશ્રી દ્વારા રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ વહીવટી તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં વિશિષ્ટ યોગદાન આપનાર અધિકારીઓ, કર્મચારીઓ, વ્યક્તિ/ સંસ્થાઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાયેલ પરેડમાં પરેડ કમાન્ડર નિકુંજ પટેલની આગેવાની હેઠળ કુલ ૭ પ્લાટુનોએ પરેડ કરી હતી અને મંત્રીશ્રીએ તેમની સલામી ઝીલી હતી. પરેડમાં બે પુરુષ પ્લાટુન, એક મહિલા પ્લાટુન, હોમગાર્ડ પ્લાટુન, જી.આર.ડી. પ્લાટુન, એન.સી.સી. પ્લાટુન, બેન્ડ પ્લાટુને ભાગ લીધો હતો. પોલીસ વિભાગના અશ્વ દળ દ્વારા વિશેષ અશ્વ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરેડમાં અશ્વ પર સવાર તાલીમબદ્ધ જવાનોએ પોતાની અદભૂત ક્ષમતા અને સાહસનું પ્રદર્શન કરતા વિવિધ અવનવા કરતબો રજૂ કર્યા હતા. જવાનો અને અશ્વો વચ્ચેના અદભૂત તાલમેલ દ્વારા રજૂ કરવામાં આવેલા આ સાહસિક દ્રશ્યોએ હાજર રહેલા લોકોમાં ભારે ઉત્સાહ અને અનેરું આકર્ષણ જન્માવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને શૌર્યના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. પ્રજાસત્તાક પર્વના આ કાર્યક્રમમાં દેશભક્તિ ગીત, કચ્છી લોક નૃત્ય, તલવાર રાસ, પિરામીડ જેવી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ તકે વિજેતા કૃતિઓને પ્રોત્સાહનરૂપે પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું. તદુપરાંત વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેમાં વિજેતા થયેલા ટેબ્લોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મંત્રી સહિતના સર્વે મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરાયેલા સ્ટોલનું નિદર્શન કરવામાં આવ્યું હતું. પ્રબુદ્ધ નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, ધારાસભ્ય સર્વે કિરીટસિંહ રાણા પી.કે.પરમાર, પ્રકાશભાઈ વરમોરા, શામજીભાઈ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ અંબારામભાઈ દેવૈયા સહિતનાં પદાધિકારીઓ, પદ્મશ્રી સર્વે લવજીભાઈ પરમાર, જગદીશ ત્રિવેદી, જિલ્લા કલેકટર કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર ઓઝા, વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ સહિત વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારજનો, શિક્ષકો, પ્રબુદ્ધ નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Republic Day 2026 : નાયબ મુખ્યમંત્રીના હસ્તે 'ટ્રાફિક એક્શન પ્લાન' બુકનું વિમોચન અને પિકલ બોલ કોર્ટનું ઉદ્ઘાટન કરાયું

Read Full Story arrow_forward
Navsari જિલ્લાના 2 હોમગાર્ડને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત, વિશિષ્ટ સેવા અને દીર્ઘકાલીન ફરજ બદલ થયું સન્માન
calendar_today January 26, 2026

Navsari જિલ્લાના 2 હોમગાર્ડને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત, વિશિષ્ટ સેવા અને દીર્ઘકાલીન ફરજ બદલ થયું સન્માન

નવસારી જિલ્લાને ગૌરવ અપાવતો સમાચાર સામે આવ્યો છે. નવસારી જિલ્લાના બે હોમગાર્ડ જવાનોને તેમની વિશિષ્ટ સેવા અને દીર્ઘકાલીન ફરજ બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે.ક્રિષ્ણા પટેલ અને ગણેશ પાટીલની પસંદગી હોમગાર્ડ યુનિટના ક્રિષ્ણા પટેલ અને ગણેશ પાટીલની આ પ્રતિષ્ઠિત સન્માન માટે પસંદગી કરવામાં આવી છે. હોમગાર્ડ યુનિટમાં વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા બજાવી ગણતંત્ર દિવસના અવસર પર બંને હોમગાર્ડ અધિકારીઓએ અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. હોમગાર્ડ યુનિટમાં વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા બજાવવાના બદલામાં આ સન્માન આપવામાં આવી રહ્યું છે. ક્રિષ્ણા પટેલ સિનિયર ડિવિઝનલ કમાન્ડર રેન્ક સુધી પહોંચનાર એકમાત્ર મહિલા ઉલ્લેખનીય છે કે ક્રિષ્ણા પટેલે રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી પ્રાપ્ત કરનાર મહિલા હોમગાર્ડ તરીકે વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ સમગ્ર રાજ્યમાં વર્તમાન સમયમાં સિનિયર ડિવિઝનલ કમાન્ડર રેન્ક સુધી પહોંચનાર એકમાત્ર મહિલા હોમગાર્ડ છે, જે નવસારી જિલ્લાને વિશેષ ગૌરવ અપાવે છે. ગણેશ પાટીલ સિનિયર પ્લટૂન કમાન્ડર રેન્ક ધરાવે છે જ્યારે ગણેશ પાટીલ સિનિયર પ્લટૂન કમાન્ડર રેન્ક સાથે નવસારી જિલ્લામાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. બંને હોમગાર્ડ જવાનોની આ સિદ્ધિથી સમગ્ર હોમગાર્ડ દળમાં આનંદ અને ગર્વની લાગણી જોવા મળી રહી છે. નવસારી જિલ્લાનું નામ રાજ્ય સ્તરે ઉજાગર કર્યું રાષ્ટ્રપતિ ચંદ્રક પ્રાપ્ત કરીને બંને હોમગાર્ડ જવાનોએ નવસારી જિલ્લાનું નામ રાજ્ય સ્તરે ઉજાગર કર્યું છે.આ પણ વાંચો-----    Rajkotમાં બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો, આરોપીએ બદ ઇરાદે બાળકીનું આપહરણ કર્યુ હતું

Read Full Story arrow_forward
Republic Day 2026 Live Updates : 26 જાન્યુઆરીની પરેડમાં છવાઈ ગુજરાતની ઝાંખી
calendar_today January 26, 2026

Republic Day 2026 Live Updates : 26 જાન્યુઆરીની પરેડમાં છવાઈ ગુજરાતની ઝાંખી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 26 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward