android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkotમાં બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો, આરોપીએ બદ ઇરાદે બાળકીનું અપહરણ કર્યુ હતું
calendar_today January 26, 2026

Rajkotમાં બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો, આરોપીએ બદ ઇરાદે બાળકીનું અપહરણ કર્યુ હતું

રાજકોટના રૈયા વિસ્તારમાં બદઇરાદાથી બાળકીનું અપહરણ કરનારને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે ભરત મકવાણા મજૂરી કામ કરતો હતો માહિતી અનુસાર, ભરત મકવાણા મજૂરી કામ કરતો હતો અને તે પરિવારની બાળકી પર સમયથી નજર રાખતો હતો. પરિજનોની નજર ચૂકવીને બાળકી ઉઠાવી ગયો  છેલ્લા કેટલાક સમયથી તે બાળકીને બદ ઇરાદાથી ઉઠાવવા માટે તક જોઈ રહ્યો હતો. આખરે તે પરિજનોની નજર ચૂકવીને બાળકી ઉઠાવી ગયો હતો. પોલીસે આરોપી ભરત મકવાણાને ઝડપી પાડ્યો ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક અસરથી આરોપી ભરત મકવાણાને ઝડપી પાડ્યો છે. આરોપી મજૂરી કામ કરતો હતો આરોપી સામે અપહરણ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો પોલીસે આરોપી સામે અપહરણ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો-----     Republic Day 2026 : વાવ–થરાદમાં રાજ્યકક્ષાની 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજ વંદન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત

Read Full Story arrow_forward
Kutch : ધોરડો ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, વિશ્વનો સૌથી મોટો સ્મારક રાષ્ટ્રીય ધ્વજ લહેરાવાયો
calendar_today January 26, 2026

Kutch : ધોરડો ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, વિશ્વનો સૌથી મોટો સ્મારક રાષ્ટ્રીય ધ્વજ લહેરાવાયો

કચ્છના ધોરડો ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી અને વિશ્વના સૌથી મોટા સ્મારક રાષ્ટ્રીય ધ્વજને લહેરાવવામાં આવ્યો હતો.KVIC દ્વારા ખાસ સ્મારક રાષ્ટ્રીય ધ્વજ તૈયાર કરાયો રાષ્ટ્રવાદની સામૂહિક ભાવનાને ઉજાગર કરવા અને સર્જનાત્મકતા જાળવી રાખવા માટે, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) દ્વારા ખાસ સ્મારક રાષ્ટ્રીય ધ્વજ તૈયાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રધ્વજ પહોળાઈમાં 150 ફૂટ અને લંબાઈમાં 225 ફૂટનો આ ખાદીનો હાથથી બનાવેલો રાષ્ટ્રધ્વજ પહોળાઈમાં 150 ફૂટ અને લંબાઈમાં 225 ફૂટનો છે. તેનું કુલ વજન આશરે 1,400 કિલો છે અને કુલ ક્ષેત્રફળ 37,500 ચોરસ ફૂટનો છે.  ધ્વજ સૌપ્રથમ લેહમાં એક ટેકરીની ટોચ પર લહેરાવાયો હતો આ ધ્વજ સૌપ્રથમ લેહમાં એક ટેકરીની ટોચ પર મહાત્મા ગાંધીની 152મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિરૂપે પ્રદર્શિત થયો હતો. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે તૈયાર કરવામાં આવેલા આ ધ્વજને કચ્છના ધોરડોના સફેદરણમાં બાન શાન સાથે લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે આર્મી, પોલીસ અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા.ગ્રામોદ્યોગ વિકાસ યોજનાના લાભાર્થીઓને મશીન અને ટૂલ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન ગ્રામોદ્યોગ વિકાસ યોજનાના લાભાર્થીઓને મશીન અને ટૂલ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું, જે સ્થાનિક ઉત્પાદક અને કારીગરો માટે મહત્વપૂર્ણ પુરસ્કારરૂપ રહ્યું.  રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરવામાં આવ્યો પ્રજાસત્તાક પર્વની આ ભવ્ય ઉજવણી દ્વારા રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરવામાં આવ્યો અને લોકોમાં એકતા અને દેશપ્રેમની ભાવના પ્રસરી હતી.આ પણ વાંચો----     Republic Day 2026 : વાવ–થરાદમાં રાજ્યકક્ષાની 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજ વંદન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત

Read Full Story arrow_forward
Ahmedabad : દસક્રોઇમાં સિંચાઇના પ્રશ્ને ધારાસભ્ય લાલઘૂમ, કોન્ટ્રાક્ટરની લાપરવાહીમાં ખેડૂત પાયમાલ
calendar_today January 26, 2026

Ahmedabad : દસક્રોઇમાં સિંચાઇના પ્રશ્ને ધારાસભ્ય લાલઘૂમ, કોન્ટ્રાક્ટરની લાપરવાહીમાં ખેડૂત પાયમાલ

અમદાવાદના દસક્રોઇ વિસ્તારમાં પસાર થતી ખારીકટ કેનાલમાં પાણી છોડવાના મુદ્દે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે દસક્રોઇના ધારાસભ્ય બાબુ પટેલે સિંચાઇ વિભાગ અને કોન્ટ્રાક્ટર સામે આકરો રોષ ઠાલવીને ખેડૂતોની વ્યથા રજૂ કરી છે. ચાર વર્ષની લાંબી રાહ અને અધૂરો વિકાસ ધારાસભ્ય બાબુ પટેલે જણાવ્યું હતું કે, ખારીકટ કેનાલની કામગીરી છેલ્લા ચાર વર્ષથી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી તે પૂર્ણ થઈ નથી. વિકાસના નામે શરૂ થયેલું આ કામ હવે ખેડૂતો માટે મુસીબત બની ગયું છે. લાંબા સમયની રાહ જોયા બાદ પણ સિંચાઈનું પાણી ન મળતા ખેતીના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. તેમણે દુખ સાથે કહ્યું કે, ખેડૂતોના મોંએ આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે. તંત્રની ઉદાસનીતા અને કોન્ટ્રાક્ટરની મનમાની આ મુદ્દે ધારાસભ્યએ સિંચાઇ વિભાગને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં યોગ્ય નિકાલ આવ્યો નથી. બાબુ પટેલે સીધો આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા જાણીજોઇને ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. કામમાં વિલંબ અને પાણી ન છોડવાને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મૂકાયા છે. સહાયનો અભાવ અને અનિશ્ચિત ભવિષ્ય એક તરફ પાક નિષ્ફળ જઇ રહ્યો છે અને બીજી તરફ ખેડૂતોને સરકાર તરફથી હજુ સુધી કોઇ આર્થિક સહાય પણ મળી નથી. ખેડૂતોની આ વેદનાને વાચા આપતા ધારાસભ્યએ સ્પષ્ટ કર્યુ કે જો વહેલી તકે પાણી નહીં છોડાય તો સ્થિતિ વધુ ગંભીર બનશે. આ પણ વાંચોઃ Gujarat News: વિશ્વગુરુ બનવાની ભારતની સફર,ભવિષ્યના ભારત અંગે યુવા પ્રોફેશનલ કરાઇ ચર્ચા

Read Full Story arrow_forward