android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Republic Day 2026 : ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં 77મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ
calendar_today January 26, 2026

Republic Day 2026 : ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં 77મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ

77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ દ્વારા ગરિમાપૂર્ણ રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું આ ગૌરવશાળી પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ, નિવૃત્ત ન્યાયમૂર્તિઓ, એડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલો તથા સરકારી વકીલો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ન્યાયિક અધિકારીઓ, સિનિયર વકીલો, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના સભ્યો તેમજ હાઇકોર્ટના રજીસ્ટ્રીના અધિકારીઓ અને કર્મચારીગણે બહોળી સંખ્યામાં હાજર રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. આ પણ વાંચો : Republic Day 2026 : કર્તવ્ય પથની પરેડમાં ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી સતત ચોથી વખત વિજેતા બનાવો

Read Full Story arrow_forward
Republic Day 2026 Live Updates : આકાશમાં ફાઇટર જેટ્સનું 'ઓપરેશન સિંદૂર ફોર્મેશન'
calendar_today January 26, 2026

Republic Day 2026 Live Updates : આકાશમાં ફાઇટર જેટ્સનું 'ઓપરેશન સિંદૂર ફોર્મેશન'

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 26 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Surat: વેપારી પાસે ખંડણી માગનાર નોકર ઝડપાયો, પોતાના શેઠ પાસેથી દાગીના અને 70 લાખ ખંડણીની માગ કરી હતી
calendar_today January 26, 2026

Surat: વેપારી પાસે ખંડણી માગનાર નોકર ઝડપાયો, પોતાના શેઠ પાસેથી દાગીના અને 70 લાખ ખંડણીની માગ કરી હતી

સુરતના વેસુ વિસ્તારમાં વેપારી પાસેથી ખંડણી માંગનાર તેના જ વિશ્વાસુ નોકરને પોલીસે વાપીથી ઝડપી પાડ્યો છે. તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. 70 લાખ રૂપિયાની ખંડણી માગવાનો આરોપ  આરોપી લવકુશ ઉર્ફે ચંદન બજરંગશરન શુક્લા પર વેપારી પાસેથી 70 લાખ રૂપિયાની ખંડણી માગવાનો આરોપ છે. વેપારીના વિશ્વાસુ નોકર તરીકે કાર્યરત હતો માહિતી અનુસાર, લવકુશ ઉર્ફે ચંદન બજરંગશરન શુક્લા વેપારીના વિશ્વાસુ નોકર તરીકે કાર્યરત હતો, પરંતુ તેણે વેપારી પાસેથી રોકડા રૂપિયા અને દાગીના સહિત કુલ 70 લાખ રૂપિયાની ખંડણી માગી હતી.આખરે વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી  વેપારીએ પૈસા આપવાનો ઇન્કાર કરતા આરોપીએ વેપારીને મારી નાખવાની ધમકી આપી હતી. આખરે વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી  આરોપીને વાપી ખાતેથી ઝડપી પાડ્યો અલથાણ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આરોપીને વાપી ખાતેથી ઝડપી પાડ્યો છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને મામલે વધુ તપાસ ચાલુ છે.આ પણ વાંચો----    Republic Day 2026 : વાવ–થરાદમાં રાજ્યકક્ષાની 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજ વંદન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત

Read Full Story arrow_forward