android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી, કર્તવ્ય પથ ભારતીય સંસ્કૃતિની વિરાસતની ઝાંખીની જુઓ સુંદર તસવીર
calendar_today January 26, 2026

પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી, કર્તવ્ય પથ ભારતીય સંસ્કૃતિની વિરાસતની ઝાંખીની જુઓ સુંદર તસવીર

ભારતમાં 26 જાન્યુઆરી દિવસે 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે. દિલ્હીમાં કર્તવ્ય પથ પર  ભારતની વિકાસ યાત્રા, સાંસ્કૃતિક વિવિધતા અને લશ્કરી શક્તિનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નેતૃત્વમાં "વંદે માતરમના 150 વર્ષ" થીમ પર કર્તવ્ય પથ પર આજે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આજે કર્તવ્ય પથ પરેડમાં ભારતીય સેનાની તાકાત ઉપરાંત 17 રાજ્યોના 30 ઝાંખીઓએ ભાગ લીધો હતો. જુઓ કર્તવ્ય પથ પર ભારતીય સંસ્કૃતિની ઝાંખીની તસવીર.

Read Full Story arrow_forward
LR ASHM: ભારતની પ્રથમ હાઇપરસોનિક મિસાઇલ પરેડમાં છવાઇ, જાણો વિશેષતા
calendar_today January 26, 2026

LR ASHM: ભારતની પ્રથમ હાઇપરસોનિક મિસાઇલ પરેડમાં છવાઇ, જાણો વિશેષતા

77મા પ્રજાસત્તાક દિવસે ભારતે દુનિયા સમક્ષ પોતાની હાઇપરસોનિક મિસાઇલનું પ્રદર્શન કર્યું. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) એ લોંગ રેન્જ એન્ટી-શીપ હાઇપરસોનિક ગ્લાઇડ મિસાઇલ (LRAshM) વિકસાવી છે. આ મિસાઇલ ભારતીય નૌકાદળ માટે વિકસાવવામાં આવી રહી છે. તે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની દરિયાઈ હડતાલ ક્ષમતાને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે. આ મિસાઇલ હાઇપરસોનિક છે, જેના કારણે તે દુશ્મન રડાર દ્વારા શોધી શકાતી નથી. કેટલી છે રેન્જ? ગતિ: હાઇપરસોનિક (મેક 8-10 સુધી) — તે 15 મિનિટથી ઓછા સમયમાં દુશ્મન જહાજોનો નાશ કરી શકે છે. પ્રકાર: હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલ (HGV) — તે રોકેટ પર ઉડાન ભરે છે, પછી તેના લક્ષ્ય સુધી પહોંચવા માટે અનિયમિત માર્ગ પર ગ્લાઇડ કરે છે, જેના કારણે તેને અટકાવવાનું અત્યંત મુશ્કેલ બને છે. પેલોડ: વિવિધ પ્રકારના વોરહેડ્સ લઈ શકે છે. દુશ્મન યુદ્ધ જહાજો અને એરક્રાફ્ટ કેરિયર્સનો નાશ કરવામાં સક્ષમ. હેતુ: મુખ્યત્વે ભારતીય નૌકાદળ માટે એન્ટી-શીપ ભૂમિકામાં, પરંતુ ભવિષ્યમાં જમીન-હુમલો સંસ્કરણ પણ શક્ય છે. વિકાસ: હૈદરાબાદમાં DRDOનું ડૉ. એપીજે અબ્દુલ કલામ મિસાઇલ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યું છે. હાઇપરસોનિક ગ્લાઇડ અને ક્રુઝ મિસાઇલ ટેકનોલોજી પર કામ ચાલી રહ્યું છે. આ મિસાઇલ શા માટે મહત્વપૂર્ણ છે? આ મિસાઇલ દુશ્મનના રડારથી બચીને ઝડપથી હુમલો કરે છે. હાઇપરસોનિક ગતિ દુશ્મનને પ્રતિક્રિયા આપવા માટે ઓછો સમય આપે છે. આનાથી ભારતને હિંદ મહાસાગરમાં મજબૂત સ્થિતિ મળશે, ખાસ કરીને ચીનની વધતી જતી નૌકાદળ સામે. DRDO ભવિષ્યમાં તેની રેન્જ 3000-3500 કિલોમીટર સુધી વધારવાનું લક્ષ્ય રાખે છે. DRDOના વૈજ્ઞાનિકો કહે છે કે હાઇપરસોનિક મિસાઇલો ભારતનું ભવિષ્ય છે. આ મિસાઇલ ભારતને આવી ક્ષમતાઓ ધરાવતા દેશોના પસંદગીના જૂથ (જેમ કે રશિયા, ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ) માં સ્થાન આપશે.77માં પ્રજાસત્તાક પર્વ પર પીએમ મોદીએ પહેરી આકર્ષક પાઘડી, જુઓ તસવીરો

Read Full Story arrow_forward
Republic Day 2026 : 26 જાન્યુઆરીએ સુરત જિલ્લા કલેકટરે વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કર્યા
calendar_today January 26, 2026

Republic Day 2026 : 26 જાન્યુઆરીએ સુરત જિલ્લા કલેકટરે વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કર્યા

જિલ્લા કલેકટરે પરેડનું નિરીક્ષણ અને ત્રિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. દેશભક્તિના ઉમંગભર્યા માહોલમાં થયેલી ઉજવણી દરમિયાન જિલ્લા કલેકટરે સ્થાનિક નગરજનો, વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલ્યું હતું. માંડવી તાલુકાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના હસ્તે માંડવી પ્રાંત અધિકારીને એનાયત કરાયો હતો. વિકાસ અને રાષ્ટ્રવાદના સમન્વય સાથે દેશની વિશ્વસ્તરે ઉન્નતિ થઈ રહી છે આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ, ક્રાંતિકારીઓ અને બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, લોખંડી પુરૂષ અને દેશને એકતાના તાંતણે બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ જેવા નામી-અનામી વીરલાઓએ રાષ્ટ્રની આઝાદી, સાર્વભૌમત્વ અને રાષ્ટ્ર નિર્માણનો પાયો નાંખ્યો હતો. પ્રજાસત્તાક પર્વે દેશના નાગરિકોને રાષ્ટ્રના વિકાસ, એકતા અને સમરસતાના યજ્ઞમાં યોગદાન આપવાનું આહ્વાન કરતા તેમણે કહ્યું કે, વિકાસ અને રાષ્ટ્રવાદના સમન્વય સાથે દેશની વિશ્વસ્તરે ઉન્નતિ થઈ રહી છે. ખેડૂત સત્યાગ્રહો અને આદિવાસી જાગૃતિના કિસ્સામાં માંડવીએ અગ્રીમ ભૂમિકા ભજવી હતી વધુમાં તેમણે કહ્યું હતું કે, આઝાદીની લડાઈમાં સુરત જિલ્લાના માંડવી તાલુકાનું યોગદાન અત્યંત મહત્વનું અને ગૌરવશાળી રહ્યું છે. ખાસ કરીને ખેડૂત સત્યાગ્રહો અને આદિવાસી જાગૃતિના કિસ્સામાં માંડવીએ અગ્રીમ ભૂમિકા ભજવી હતી. નમો લક્ષ્મી યોજના અંતર્ગત વિદ્યાર્થિનીઓને શિક્ષણ મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા સુરત જિલ્લાની ૭,૦૯,૨૪૧ વિદ્યાર્થિનીઓના બેંક ખાતામાં રૂ. ૪૨.૫૫ કરોડ જમા કર્યા છે. એ જ પ્રમાણે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં દીકરીઓનો અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધારવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા સુરત જિલ્લાની ૧,૪૫,૮૧૪ વિદ્યાર્થીનીઓના ખાતામાં રૂ. ૧૪.૫૮ કરોડ જમા કર્યા છે. વિશેષ ઝુંબેશ ચલાવીને 15,000થી વધુ લોકોને ઓળખના પુરાવા આપ્યા આદિજાતિ વિસ્તારમાં યોજનાઓના સુવ્યવસ્થિત અમલીકરણ માટે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત ૪૦૮ ગામોનો સમાવેશ કરી ગ્રામ્ય કક્ષાએ આદિ સેવા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. સુરત જિલ્લાના આદિવાસી સમુદાય-આદિમ જૂથોને રાજયની વિકાસધારામાં જોડવામાં જનજાતિય ગૌરવયાત્રા અને પીએમ જનમન અભિયાન કારગત નીવડયા છે. સુરત જિલ્લાના મહુવા, માંડવી, ઉમરપાડા, માંગરોળ સહિતના આદિવાસી વિસ્તારોના હળપતિ અને આદિમજુથ સમાજના નાગરિકો પાસે ઓળખના પુરાવા નહોતા, તેમના માટે વિશેષ ઝુંબેશ ચલાવીને ૧૫,૦૦૦થી વધુ લોકોને ઓળખના પુરાવા આપ્યા છે. સાથો સાથ આવાસના લાભો આપવામાં આવ્યા છે. વિશિષ્ટ સેવાઓ બદલ પ્રશસ્તિપત્ર આપી પ્રોત્સાહિત કર્યાં હતા પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત સુરત શહેર-જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૮થી અત્યાર સુધી સુરતમા કુલ ૨૧,૭૮,૮૭૪ લોકોને તેમજ કુલ ૨,૦૩,૫૯૧ જેટલા ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલોને આયુષ્યમાન કાર્ડ દ્વારા આરોગ્ય કવચ પુરૂ પાડવામાં આવ્યું છે. આ યોજનામાં સુરતના કુલ ૧,૧૫,૯૩૨ લાભાર્થીઓએ PMJAY અંતર્ગતની પ્રાઇવેટ હોસ્પિટલો તથા સરકારી હોસ્પિટલોમાં વિનામુલ્યે સારવારનો લાભ મેળવ્યો છે એમ શ્રી કલેક્ટરે જણાવ્યું હતું. આ અવસરે ગુજરાતની શાંતિ અને સુરક્ષા માટે સદાય તત્પર રહેનાર નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓ, કર્મીઓ, રમતવીરો, ખેડૂતો, અને વિવિધ ક્ષેત્રમાં સરાહનીય સેવાઓ આપનાર ૩૯ કર્મયોગીઓની વિશિષ્ટ સેવાઓ બદલ પ્રશસ્તિપત્ર આપી પ્રોત્સાહિત કર્યાં હતા. શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ વેળાએ પોલીસ બેન્ડની મધુર સુરાવલિઓની ધૂન વચ્ચે પોલીસ સહિત અન્ય સુરક્ષા જવાનોની પરેડને સૌએ નિહાળી હતી. શાળાઓના બાળકોની રાષ્ટ્રભક્તિથી તરબોળ સાંસ્કૃતિક નૃત્ય પ્રસ્તુતિઓઓએ સૌના મન મોહી લીધા હતા. વિવિધ વિભાગોના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે હોમગાર્ડ્ઝ, એન.સી.સી., સ્કાઉટ ગાઇડ, મહિલા વગેરે પ્લાટુનની શિસ્તબદ્ધ પરેડ યોજાઈ હતી. કાર્યક્રમના અંતે જિલ્લા કલેકટર તથા અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા, જિ. પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલ, પ્રાયોજના વહીવટદારશ્રી સુનિલ, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા, પ્રાંત અધિકારી કૌશિક જાદવ, મામલતદાર, તા.વિકાસ અધિકારી, જિ. પં. અને તા.પંચાયતના પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, નગરજનો, શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Republic Day 2026 : ગુજરાતના ટેબ્લોએ 77મા પ્રજાસત્તાક પર્વમાં કર્તવ્ય પથ પર આકર્ષણ જમાવ્યું, વાંચો Inside Story

Read Full Story arrow_forward