android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : સુરતમાં વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.71 કરોડ પડાવનાર આરોપીની સાયબર ક્રાઈમે કરી ધરપકડ
calendar_today January 26, 2026

Surat News : સુરતમાં વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.71 કરોડ પડાવનાર આરોપીની સાયબર ક્રાઈમે કરી ધરપકડ

સુરતમાં 1.71 કરોડના ડિજિટલ એરેસ્ટના ચકચારી કેસમાં દિલ્હીથી એક આરોપીને ઝડપી પાડ્યો છે, આરોપી શંકર સોમા ચૌધરીને રશિયા ભાગે તે પેહલા જ દિલ્હી એરપોર્ટથી ફિલ્મી ઢબે ઝડપી લીધો છે, સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને વેસુના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.71 કરોડ લૂંટી લીધા હતા. આરોપીએ અલગ-અલગ બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ અલગ-અલગ બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા છે અને વૃદ્ધને ફોન કરીને આધારકાર્ડ પર સીમકાર્ડ એકટિવ થયું છે અને બેંક એકાઉન્ટમાં મોટાપાયે નાણાકીય વ્યવહારો થયા છે અને મની લોન્ડ્રીંગ અને ફ્રોડ કેસમાં સંડોવાણી સામે આવી છે તેમ કહીને પોલીસની ખોટી ઓળખ આપીને કરોડો રૂપિયા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દીધા હતા, આ મામલે સાયબર ક્રાઈમ સુરતમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં અગાઉ બે આરોપી ઝડપાઈ ચૂકયા છે સાયબર સેલે આ ગુનામાં અગાઉ આરોપી મુકેશભાઈ મગનભાઈ પટેલ અને મેહુલભાઈ રણછોડભાઈ પટેલને ઝડપી પાડયા હતા. બાદમાં આ ઠગ ટોળકીના વધુ આરોપીઓ ડુંગરસિંહ અરજનસિંહ દેવાજી રાજપૂત, કેસરસિંહ મોડસિંહ દેવડા અને રામેશ્વર પોપટભાઈ સુથારને ઝડપી પડ્યા હતા. બાદમાં સાયબર ક્રાઇમ સેલ પોલીસે આ ગુનામાં વધુ એક આરોપી શંકર સોમાભાઇ ખેમસીભાઇ ચૌધરી (ઉ.વ.37, રહે.પટેલ વાસ ગામ-ભાજણા, તા.ધાનેરા બનાસકાંઠા) ને દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી પાડયો હતો. આ પણ વાંચો : Kutch News : કચ્છના પ્રતિબંધિત વિસ્તારમાંથી જમ્મુ-કાશ્મીરના 2 શખ્સ ઝડપાયા, પોલીસે ગુનો નોંધી તપાસ કરી શરૂ

Read Full Story arrow_forward
Surat : કામરેજમાં સોવરીન બંગ્લોઝમાં ચોરી કરી તસ્કરોનો પોલીસને ખુલ્લો પડકાર, સોનાના ઘરેણાં અને રોકડ પર હાથ સાફ
calendar_today January 26, 2026

Surat : કામરેજમાં સોવરીન બંગ્લોઝમાં ચોરી કરી તસ્કરોનો પોલીસને ખુલ્લો પડકાર, સોનાના ઘરેણાં અને રોકડ પર હાથ સાફ

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં તસ્કરોના આતંકમાં વધારો થયો હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે.સોવરીન બંગ્લોઝ સોસાયટીમાં તસ્કરોએ એક મકાનમાં ચોરી કામરેજ સ્થિત ખોલડવ ગામના સોવરીન બંગ્લોઝ સોસાયટીમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી ચોરીની ઘટના અંજામ આપી હતી. ચોરો ઘરમાંથી સોનાના કિંમતી ઘરેણાં તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.  અન્ય બે મકાનોમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો પ્રાપ્ત માહિતી અનુસાર, તસ્કરોએ રાત્રિના સમયે સુનિયોજિત રીતે ઘરમાં પ્રવેશ કરી આ ચોરીને અંજામ આપ્યો હતો. એટલું જ નહીં, તસ્કરોએ સોસાયટીના અન્ય બે મકાનોમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ પોતાના મનસૂબામાં નિષ્ફળ રહ્યા હતા. CCTV કેમેરાના ફૂટેજના આધારે તસ્કરોની તપાસ આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતા વ્યાપી ગઈ છે. બનાવની જાણ થતાં જ કામરેજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સોસાયટીમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો વારંવાર બનતી ચોરીની ઘટનાઓને લઈ સ્થાનિક રહીશોમાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ દ્વારા વહેલી તકે તસ્કરોને ઝડપી લેવાની ખાતરી આપવામાં આવી છે.આ પણ વાંચો----     Weather News : ઠંડીની વચ્ચે IMDની 11 રાજયમાં વરસાદની આગાહી, કેરળમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે

Read Full Story arrow_forward
Vadodara: સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અનોખી રીતે પ્રજાસત્તાક દિનની ઉજવણી, સ્વિમિંગ પૂલમાં બાળકો દ્વારા તરતાં-તરતાં દેશભક્તિના પર્વની ઉજવણી કરાઇ
calendar_today January 26, 2026

Vadodara: સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અનોખી રીતે પ્રજાસત્તાક દિનની ઉજવણી, સ્વિમિંગ પૂલમાં બાળકો દ્વારા તરતાં-તરતાં દેશભક્તિના પર્વની ઉજવણી કરાઇ

દેશભરમાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે ત્યારે વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એક અનોખી અને આકર્ષક રીતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. સ્વિમિંગ પૂલમાં બાળકો દ્વારા તરતાં-તરતાં રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરાઇ શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પૂલમાં બાળકો દ્વારા તરતાં-તરતાં રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. 5 વર્ષથી લઈને 16 વર્ષ સુધીના બાળકો જોડાયા આ ઉજવણીમાં 5 વર્ષથી લઈને 16 વર્ષ સુધીના બાળકો જોડાયા હતા. બાળકો દ્વારા રાષ્ટ્રધ્વજ હાથમાં લઈને સ્વિમિંગ પૂલમાં વિવિધ કરતબો રજૂ કરવામાં આવ્યા હતા, જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દેશભક્તિના ગીતો અને નારા સાથે સમગ્ર વાતાવરણ દેશપ્રેમથી ગુંજી ઉઠ્યું હતું. પાણીમાં ઉતરીને કરાયેલા આ કરતબો દ્વારા પ્રજાસત્તાક દિનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું બાળકો દ્વારા પાણીમાં ઉતરીને કરાયેલા આ કરતબો દ્વારા પ્રજાસત્તાક દિનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. સાથે સાથે બાળકોએ સમગ્ર દેશવાસીઓને પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. માતા-પિતા અને ખેલપ્રેમીઓમાં પણ ઉત્સાહ આ અનોખી ઉજવણીને લઈને હાજર રહેલા માતા-પિતા અને ખેલપ્રેમીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો અને બાળકોના આત્મવિશ્વાસ તથા દેશપ્રેમની ભાવનાને સરાહના મળી હતી.આ પણ વાંચો----    Republic Day 2026 : 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી, આન-બાન-શાનનું પ્રતીક રાષ્ટ્રીય પર્વ: PM મોદી

Read Full Story arrow_forward