android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Republic Day 2026 Live Updates : કર્તવ્ય પથ પરેડમાં વિમાનવાહક જહાજ INS વિક્રાંત પણ દેખાયું
calendar_today January 26, 2026

Republic Day 2026 Live Updates : કર્તવ્ય પથ પરેડમાં વિમાનવાહક જહાજ INS વિક્રાંત પણ દેખાયું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 26 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Rajkotમાં અસામાજિક તત્વોનો આતંક, એસ્ટ્રોન નાળા પાસે ફ્રૂટ લારીમાં લગાવી આગ, ધંધાર્થીઓને મોટું નુકસાન
calendar_today January 26, 2026

Rajkotમાં અસામાજિક તત્વોનો આતંક, એસ્ટ્રોન નાળા પાસે ફ્રૂટ લારીમાં લગાવી આગ, ધંધાર્થીઓને મોટું નુકસાન

રાજકોટ શહેરના એસ્ટ્રોન નાળા વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા ફ્રૂટની લારી અને કેબિનમાં આગ લગાવી દેવાતા ચકચાર મચી ગઇ છે. આગ લગાવવાની આ ઘટનામાં ફળના વેપારીઓને મોટી આર્થિક નુકશાન થયાનું જાણવા મળ્યું છે.આગના કારણે સામાન સંપૂર્ણ રીતે બળી ગયો પ્રાપ્ત માહિતી અનુસાર, ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતાં તાત્કાલિક આગ પર કાબુ પામવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગના કારણે સામાન સંપૂર્ણ રીતે બળી ગયો હતો વેપારીઓમાં આ ઘટનાને લઈ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી રાજકોટ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સ્થાનિક રહેવાસીઓએ પોલીસને આ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે.આ પણ વાંચો----    Republic Day 2026 : વાવ–થરાદમાં રાજ્યકક્ષાની 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજ વંદન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત

Read Full Story arrow_forward
Surat : કિમ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 15 મુસાફરો ઘાયલ, વડોદરાની બસ સેલવાસ લગ્ન પ્રસંગમાં ગઈ હતી
calendar_today January 26, 2026

Surat : કિમ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 15 મુસાફરો ઘાયલ, વડોદરાની બસ સેલવાસ લગ્ન પ્રસંગમાં ગઈ હતી

સુરત જિલ્લાના કિમ નજીક રાત્રિના એક વાગ્યાના સમયે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં 15 મુસાફરોને નાની મોટી ઇજા થઇ હતી. ઘાયલોને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.વડોદરાની લક્ઝરી બસ સેલવાસમાં લગ્ન પ્રસંગમાં ગઇ હતી માહિતી અનુસાર, વડોદરાની લક્ઝરી બસ સેલવાસમાં લગ્ન પ્રસંગમાં ગઇ હતી અને પરત ફરતી વેળાએ કિમ નજીક ટ્રક સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં 15 મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ બસમાં અંદાજે 35 પ્રવાસી સવાર હતા. અકસ્માતમાં 15 મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોની સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું છે. આ પણ વાંચો----    Republic Day 2026 : વાવ–થરાદમાં રાજ્યકક્ષાની 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજ વંદન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત

Read Full Story arrow_forward