Ahmedabad News : જો સુભાષબ્રિજના સ્પાન સલામત હતાં તો બ્રિજ એક મહિનો બંધ કેમ રાખ્યો, AMCની કામગીરી સામે ઉઠ્યા સવાલ
અમદાવાદનો સુભાષબ્રિજ ક્ષતિગ્રસ્ત થતાં વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો હતો. હવે આ બ્રિજ નવો બનાવવાની ચર્ચાઓ વચ્ચે મનપા અને પોલીસના જોખમી નિર્ણયને લઈને સવાલો ઊભા થયાં છે. મનપા અને પોલીસે સુભાષ બ્રિજ નીચે રિવરફ્રન્ટ પરનો રસ્તો ખુલ્લો કર્યો છે. અગાઉ મનપા અને ટ્રાફિક પોલીસે સુભાષબ્રિજના બંને છેડા પર સંયુક્ત રીતે બેરિકેટિંગ કર્યું હતું. બ્રિજનો સ્પાન સલામત હોવાનો રિપોર્ટ આવતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ મનપા અને પોલીસે લીધો જોખમી નિર્ણય અમદાવાદના સુભાષ બ્રિજના સ્પાન સલામત હોવાનો રીપોર્ટ આવ્યા બાદ મનપા અને પોલીસે જોખમી નિર્ણય કર્યો છે. સુભાષ બ્રિજ નીચે રિવરફ્રન્ટ પરનો રસ્તો ખુલ્લો કર્યો છે.અગાઉ મનપા અને ટ્રાફિક પોલીસે સુભાષબ્રિજના બંને છેડા પર સંયુક્ત રીતે બેરિકેટિંગ કર્યું હતું. સ્પાન સલામત હોવાનો 26 ડિસેમ્બરે મનપાને રીપોર્ટ મળ્યો હતો. તો હવે સવાલો એવા થયા છે કે, જો સ્પાન સલામત હોય તો બ્રિજ એક મહિના સુધી બંધ કેમ રાખ્યો. અચાનક બેરિકેટિંગ હટતાં મનપાની કામગીરી સામે સવાલો ઉભા થયાં છે. આ પણ વાંચોઃ Amreli News: ભાવનગર સોમનાથ હાઈવે પર અકસ્માત સર્જાયો, લગ્નના 15 દિવસ પહેલા જ યુવકનું મોત
Read Full Story arrow_forward