android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar: બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 યુવાનો લોહીલુહાણ, એકની હાલત નાજુક
calendar_today January 25, 2026

Bhavnagar: બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 યુવાનો લોહીલુહાણ, એકની હાલત નાજુક

ભાવનગરના ભાલ પંથકમાં આવેલા સવાઈનગર પાસે રવિવારે બે મોટરસાયકલ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જે પૈકી એક યુવાનની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. રજાના દિવસે બનેલી આ ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.સવાઈનગર પાસે સર્જાયો અકસ્માતપ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગરના ભાલ વિસ્તારમાં આવેલા સવાઈનગર ગામ નજીક બે બાઈક પૂરઝડપે સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઈક પર સવાર યુવાનો રોડ પર ફંગોળાયા હતા. આ અકસ્માતને પગલે હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.અકસ્માતની જાણ થતા જ ત્રણ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. પેરામેડિકલ સ્ટાફે ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.આ પણ વાંચો: Dahod: મમરાના કોથળાની આડમાં લઈ જવાતો 80 લાખનો દારૂ ઝડપાયો, 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

Read Full Story arrow_forward
Ahmedabad News: દુબઈમા પ્રેક્ટિસ કરતા ડોક્ટરે બે કરોડની લોન લેવા જતાં 4.53 લાખ ગુમાવ્યા
calendar_today January 25, 2026

Ahmedabad News: દુબઈમા પ્રેક્ટિસ કરતા ડોક્ટરે બે કરોડની લોન લેવા જતાં 4.53 લાખ ગુમાવ્યા

ગુજરાતમાં સાયબર ક્રાઈમના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. પોલીસ દ્વારા આ પ્રકારના બનાવો અટકાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. તેવામાં દુબઈમાં પ્રેકિટસ કરતા એક ડોક્ટર જ સાયબર ક્રાઈમનો ભોગ બન્યાં છે. ગઠિયાઓએ ગાંધીનગર ક્લાસ વન અધિકારી તરીકે ઓળખ આપીને ડોક્ટર પાસેથી 4.53 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. લોન આપવાનું કહીને 4.53 લાખ પડાવી લીધા અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઈમની એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં દુબઈમાં પ્રેક્ટિસ કરતાં એક ડોક્ટર સાયબર ક્રાઈમનો ભોગ બન્યાં છે. ગઠિયાઓએ ગાંધીનગરના ક્લાસ વન અધિકારી તરીકે ઓળખ આપી બે કરોડની લોન અને 40 ટકા સબસિડી મળશે તેવી લાલચ આપી હતી. આ ગઠિયાઓએ ડોક્ટરને લોન આપવાનું કહીને 4.53 લાખ પડાવી લીધા હતાં. ડોક્ટરને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચોઃ Surendranagar News : પાટડીમાં બે વ્યક્તિઓએ CNG પંપ પર લૂંટ ચલાવી હુમલો કર્યો

Read Full Story arrow_forward
Amreli News: ભાવનગર સોમનાથ હાઈવે પર અકસ્માત સર્જાયો, લગ્નના 15 દિવસ પહેલા જ યુવકનું મોત
calendar_today January 25, 2026

Amreli News: ભાવનગર સોમનાથ હાઈવે પર અકસ્માત સર્જાયો, લગ્નના 15 દિવસ પહેલા જ યુવકનું મોત

અમરેલી ભાવનગર હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજુલાના કડીયાળી નજીક અજાણ્યા વાહને અડફેટે લેતા એક યુવાનનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી ગઈ હતી અને અકસ્માત કેવી રીતે થયો અને કોણે કર્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવક હિંડોરણા ગામનો વતની હોવાનું સામે આવ્યું છે. ભાવનગર સોમનાથ હાઇવે પર અકસ્માત અમરેલીમાં ભાવનગર સોમનાથ હાઈવે પર રાજુલાના કડિયાળી નજીક દર્શન હોટેલ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક લઈને જતાં યુવકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું હતું. મૃતક યુવાન રાજુલા પાસેના હિંડોરણા ગામનો હોવાનું સામે આવ્યું છે. મનસુખ ભોળાભાઈ પટેલ નામના યુવકના આગામી 12 ફેબ્રુઆરીએ લગ્ન હતાં. લગ્ન પહેલા યુવકનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત કેવી રીતે અને કોણે કર્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે. આ પણ વાંચોઃ Dang News : એસટી બસનું સ્ટીયરીંગ જામ થઈ જતાં વઘઈ આહવા રોડ પર અકસ્માત, બે મુસાફરોને ઈજા પહોંચી

Read Full Story arrow_forward