android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Suratમાં સ્વચ્છતાના સારથિઓનું કોન્ટ્રાક્ટરો દ્વારા શોષણ! જેટીસી કંપનીના કર્મીઓનો હોબાળો
calendar_today January 23, 2026

Suratમાં સ્વચ્છતાના સારથિઓનું કોન્ટ્રાક્ટરો દ્વારા શોષણ! જેટીસી કંપનીના કર્મીઓનો હોબાળો

સુરત શહેરને દેશમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમે પહોંચાડનારા સફાઈ કામદારો આજે અન્યાય સામે મેદાને આવ્યા છે. સુરત મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શનના કામ સાથે સંકળાયેલી જીગર ટ્રાન્સપોર્ટ કંપની (JTC) ના સફાઈ કર્મચારીઓએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ મોરચો માંડ્યો છે. કર્મચારીઓનો ગંભીર આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા તેમને માનવીય ધોરણો કરતા પણ ઓછા પગારમાં 12 થી 14 કલાક જેવું આકરું કામ કરાવવામાં આવે છે. હાલમાં ડ્રાઈવરને માત્ર રૂ. 8500 અને સફાઈ કર્મચારીને રૂ. 7000 જેવો નજીવો પગાર આપી તેમનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે.12થી 14 કલાક કામ કરાવતા હોવાનો આક્ષેપ આ વિરોધનું મુખ્ય કારણ કોન્ટ્રાક્ટરની દાદાગીરી છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ, તેમને કચરામાંથી ફરજિયાત ભંગાર ભેગો કરી લાવવા માટે મજબૂર કરવામાં આવે છે. જો કોઈ કર્મચારી ભંગાર લાવવાની ના પાડે, તો તેને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે અથવા તેની હાજરી પૂરવામાં આવતી નથી. "કામ સફાઈનું છે કે ભંગાર ઉઘરાવવાનું?" તેવા સવાલો સાથે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શોષણની પરાકાષ્ઠા સમાન આ વર્તનને કારણે અનેક પરિવારો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. સફાઈ કર્મીઓ પગાર વધારા માટે આંદોલનની ચીમકી સફાઈ કર્મચારીઓએ માંગ કરી છે કે તેમનો પગાર વધારવામાં આવે અને કામના કલાકો નક્કી કરવામાં આવે. સાથે જ, ભંગાર લાવવા જેવી બિનજરૂરી શરતો અને માનસિક ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે પાલિકા તંત્ર હસ્તક્ષેપ કરે તેવી વિનંતી કરી છે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો સફાઈ કામદારોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. સુરતના ગાર્બેજ કલેક્શનની કામગીરી જો ખોરવાશે, તો શહેરની સ્વચ્છતા પર તેની સીધી અસર પડી શકે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Agriculture News : કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂતો જોગ સંદેશ
calendar_today January 23, 2026

Agriculture News : કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂતો જોગ સંદેશ

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને સૌરાષ્ટ્રના જિલ્લાઓ, કચ્છ, બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ હળવો અને ગાજવીજ સાથે વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે. આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો,ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે મુજબ સુરક્ષિત રાખવા. એપીએમસીમાં વેપારી અને ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એપીએમસીમા અનાજ અને ખેતપેદાશો ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા. આ પણ વાંચોઃ Agriculture News : જિલ્લાના તમામ ખેડૂતો માટે ‘યુનિક ફાર્મર આઈડી’ફરજિયાત, પીએમ-કિસાનના 22માં હપ્તા માટે રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય

Read Full Story arrow_forward
Junagadh: મેડિકલ કોલેજ પાછળ હથિયાર સાથે ફરતો શખ્સ ઝડપાયો, SOGએ તમંચો અને કાર્તૂસ કબજે કર્યા
calendar_today January 23, 2026

Junagadh: મેડિકલ કોલેજ પાછળ હથિયાર સાથે ફરતો શખ્સ ઝડપાયો, SOGએ તમંચો અને કાર્તૂસ કબજે કર્યા

શહેરમાં ગુનાખોરી પર લગામ કસવા અને ગેરકાયદેસર હથિયારોના દૂષણને ડામવા માટે પોલીસ સક્રિય બની છે. જૂનાગઢ એ. ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતી મેડિકલ કોલેજ પાછળના વિસ્તારમાં હથિયાર સાથે આંટાફેરા કરતા એક શખ્સને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ દબોચી લીધો છે.હથિયાર સાથે આંટાફેરા કરતો ઝડપાયોજૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચના હેઠળ SOG ની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સેબલ મેણસીભાઈ અખેડ અને કોન્સેબલ રોહિતભાઈ ધાધલને ચોક્કસ માહિતી મળી હતી કે, એક શખ્સ હથિયાર સાથે મેડિકલ કોલેજ પાછળ આંબાવાડી વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યો છે.હથિયારોના દૂષણને ડામવા માટે પોલીસ સક્રિયબાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રસીયાદખાન નાસીરખાન યુસુફજઈ નામના શખ્સને અટકાવી તેની તલાશી લીધી હતી. રૂ. 10,000ની કિંમતનો એક હાથ બનાવટનો તમંચો. રૂ. 300ની કિંમતના 3 નંગ લાઈવ કાર્તૂસ. કુલ મુદ્દામાલ: રૂ. 10,300. તેની પાસેથી મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે આર્મ્સ એક્ટ (હથિયાર ધારો) મુજબ ગુનો દાખલ કર્યો છે. આ પણ વાંચો: ગુજરાતી રંગભૂમિના તેજસ્વી તારા રાજુ બારોટનું નિધન, કલા જગતમાં શોકની લહેર

Read Full Story arrow_forward