android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: ધોળકાના કૌકા ગામે પ્રસંગમાં ભોજન ઝેર બન્યું, 40થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ
calendar_today January 23, 2026

Ahmedabad: ધોળકાના કૌકા ગામે પ્રસંગમાં ભોજન ઝેર બન્યું, 40થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ

ધોળકા તાલુકાના કૌકા ગામે યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં મીઠાઈ ખાધા બાદ 40થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સમગ્ર ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અસરગ્રસ્તોની સંખ્યા વધુ હોવાથી તાત્કાલિક ધોરણે ગામની હાઈસ્કૂલમાં કામચલાઉ સારવાર કેન્દ્ર શરૂ કરવાની ફરજ પડી હતી.લગ્ન પ્રસંગમાં 'મીઠાઈ' પડી ભારેમળતી માહિતી મુજબ, કૌકા ગામે વ્હોરા મુસ્લિમ સમાજમાં લગ્ન પ્રસંગ હતો. આ દરમિયાન રીત-રિવાજ મુજબ સામસામે મીઠાઈ વહેંચવાની રસમ ચાલી રહી હતી. આ મીઠાઈ આરોગ્યાના થોડા જ સમયમાં મહેમાનો અને ગ્રામજનોને ઉલટી-ઉબકા અને પેટમાં દુખાવાની ફરિયાદ શરૂ થઈ હતી. જોતજોતામાં અસરગ્રસ્તોનો આંકડો 40ને પાર કરી ગયો હતો.તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરીઘટનાની ગંભીરતા જોતા આરોગ્ય વિભાગ અને ઇમરજન્સી સેવાઓ હરકતમાં આવી હતી. ધોળકા અને વટામણથી પાંચ જેટલી 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. દર્દીઓની સંખ્યા વધુ હોવાથી તેમને સ્થાનિક હાઈસ્કૂલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં વટામણ અને ધોળકા અર્બન હેલ્થ સેન્ટરના તબીબોએ સ્થળ પર જ સારવાર શરૂ કરી દીધી હતી. જે લોકોની સ્થિતિ વધુ ખરાબ હતી તેમને વધુ સારવાર માટે ધોળકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.દૂષિત મીઠાઈ અંગે શંકાસ્થાનિક સ્તરે એવી પ્રબળ ચર્ચા છે કે પ્રસંગમાં પીરસાયેલી મીઠાઈમાં કોઈ ખામી અથવા દૂષિતતા હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેથી ચોક્કસ કારણ જાણી શકાય.આ પણ વાંચો: સસ્તા સોનાની લાલચ આપી 29 લાખની ઠગાઈ, LCBએ બે ભેજાબાજોને 24 લાખની રોકડ સાથે દબોચ્યા

Read Full Story arrow_forward
Jammu Kashmir : પ્રજાસત્તાક દિવસ પહેલા સુરક્ષા દળોની મોટી સફળતા, જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી ઉસ્માન ઠાર
calendar_today January 23, 2026

Jammu Kashmir : પ્રજાસત્તાક દિવસ પહેલા સુરક્ષા દળોની મોટી સફળતા, જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી ઉસ્માન ઠાર

ભારતીય સેના, CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં, સુરક્ષા દળોએ રાજ્યના કઠુઆ જિલ્લામાં એક પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યો છે. એન્કાઉન્ટર પછી પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. પોલીસે જણાવ્યું હતું કે માર્યો ગયેલો આતંકવાદી જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલો હતો. ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, બિલ્લાવર વિસ્તારમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો. આતંકવાદીને શોધી કાઢ્યા પછી, સુરક્ષા દળોએ ચોક્કસ હુમલો કર્યો અને તેને ઠાર માર્યો. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ ઉસ્માન તરીકે થઈ છે, જે પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલો હતો.જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી માર્યો ગયો જમ્મુ પોલીસ મહાનિરીક્ષક બીએસ તુતીએ મીડિયાને જણાવ્યું હતું કે, "જમ્મુ અને કાશ્મીર પોલીસની એક નાની ટીમે સેના અને CRPF સાથે સંયુક્ત ઓપરેશનમાં કઠુઆ જિલ્લાના બિલ્લાવર વિસ્તારમાં એક પાકિસ્તાની જૈશ આતંકવાદીને નિષ્ક્રિય કર્યો." ગુરુવારે અગાઉ, ચાર દિવસની શાંતિ બાદ, કિશ્તવાર જિલ્લાના ચતરુ વિસ્તારમાં જૈશ આતંકવાદીઓના જૂથ સાથેની એન્કાઉન્ટરમાં એક સૈનિક ઘાયલ થયો હતો. તેમને એરલિફ્ટ કરીને ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા." બે થી ત્રણ આતંકવાદીઓ છુપાયેલા છે પોલીસે જણાવ્યું હતું કે પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા બે થી ત્રણ આતંકવાદીઓ આ વિસ્તારમાં છુપાયેલા હોવાની શંકા છે. દરમિયાન, સ્થાનિક લોકોએ અખનુરના સુમા વિસ્તારમાં ત્રણ થી ચાર શંકાસ્પદ આતંકવાદીઓની હિલચાલ જોયાનો દાવો કર્યા બાદ જમ્મુ જિલ્લાના અખનુર સરહદી વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન (CASO) શરૂ કરવામાં આવ્યું હતું. ગુરુવારનું એન્કાઉન્ટર આ વર્ષે જમ્મુ ક્ષેત્રમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચોથું અથડામણ હતું, જે કઠુઆ એન્કાઉન્ટર પાંચમું હતું. સીમા પર ડ્રોન જોવા મળ્યા છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ અને કાશ્મીરના સરહદી વિસ્તારોમાં વારંવાર ડ્રોન ગતિવિધિઓ જોવા મળી રહી છે, જેના કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પણ વાંચો----     Indian Armyએ ઘૂસણખોરીના પ્રયાસમાં પાકિસ્તાનના 801 ડ્રોનને નિષ્ફળ બનાવ્યા, 237 ડ્રોન તોડી પાડ્યા, ઓપરેશન સિંદૂર પછીની કાર્યવાહી

Read Full Story arrow_forward
Gandhinagar News : દહેગામમાં અખંડ ભારતના શિલ્પીનું અપમાન
calendar_today January 23, 2026

Gandhinagar News : દહેગામમાં અખંડ ભારતના શિલ્પીનું અપમાન

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથે ચેડાં કરવાની અણછાજતી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કોઈ અજ્ઞાત તત્વો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ટોપી પહેરાવવામાં આવી હતી. જેના સમાચાર વાયુવેગે પ્રસરતા પાટીદાર સમાજ અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટનાને ગંભીર ગણાવીને પાટીદાર સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ મુદ્દે પોલીસ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. બાળકે રમતમાં સરદારની પ્રતિમાને ટોપી પહેરાવી હતી પોલીસની તપાસમાં સરદાર પટેલની પ્રતિમાને ટોપી પહેરાવનાર એક બાળક નીકળ્યો છે. 12 વર્ષના બાળકે સરદાર પટેલની પ્રતિમાને ટોપી પહેરાવી હોવાનો પોલીસે દાવો કર્યો છે. બાળકો રમતમાં સરદાર પટેલની પ્રતિમાને ટોપી પહેરાવી હોવાનું પોલીસની પુછપરછમાં સામે આવ્યું છે. શાકભાજીના વ્યાપારીના દિકરાએ સરદાર પટેલની પ્રતિમાને ટોપી પહેરાવી હતી. દહેગામ પોલીસે કહ્યું હતું કે, બાળકો ટોપી રમતમાં પહેરાવતા કોઈ ગુનાહિત કૃત્ય નથી.

Read Full Story arrow_forward