android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara : સાયબર ફ્રોડ અને ગેરકાયદેસર ગેમિંગ મામલે મુખ્ય આરોપીની ધરપકડ, બનાવટી કંપનીના નામે અનેક બેંક ખાતા ખોલાવી દુરુપયોગ કર્યો
calendar_today January 23, 2026

Vadodara : સાયબર ફ્રોડ અને ગેરકાયદેસર ગેમિંગ મામલે મુખ્ય આરોપીની ધરપકડ, બનાવટી કંપનીના નામે અનેક બેંક ખાતા ખોલાવી દુરુપયોગ કર્યો

વડોદરા પોલીસ દ્વારા સાયબર ફ્રોડ અને ગેમિંગના ગેરકાયદેસર વ્યવહારોના કેસમાં મુખ્ય આરોપી એજાજ ફિરોઝમિયા અરબની ધરપકડ કરવામાં આવી છે, જેણે બનાવટી કંપનીના નામે અનેક બેંક ખાતા ખોલાવી અને તેનો દુરુપયોગ કર્યો હતો.ખોટી ફર્મનો માલિક બતાવીને બેંકોમાં ખાતા ખોલાવ્યા પોલીસને એજાજ પાસેથી 23 પાસબુક, 26 ડેબિટ કાર્ડ, 10 ચેકબુક, 5 સિમકાર્ડ, બે બેંક સંબંધિત ડાયરી અને બે નોટબુક, રબર સ્ટેમ્પ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. એજાજે પોતાને “અધી એસ બેગ” નામની ખોટી ફર્મનો માલિક બતાવીને બેંકોમાં ખાતા ખોલાવ્યા હતા. આરોપી અને તેના સાથીઓ નાહીદ બંજારા, અજહર લાકડાવાલા અને ફરહાન પટેલ દ્વારા ઓછી જાણકારી ધરાવતા લોકોને લલચાવી બેંક ખાતા ખોલાવવાના હતા. ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન તપાસમાં જાણવા મળ્યું છે કે, એજાજ અને તેના સાથીઓએ વિવિધ જગ્યાએ કીટો (ATM, સિમ કાર્ડ સહિત) મોકલાવી અને પછી તેને અનીશ કાનીના માધ્યમથી ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન માટે વપરાયું. આરોપીઓ આ એક વર્ષથી આ કૌભાંડ ચલાવી રહ્યા હતા અને ઈન્ટરનેટ, એપ્લિકેશન્સ, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ કોલ દ્વારા સંપર્કમાં રહ્યા હતા. આરોપીના ચાર દિવસના રિમાન્ડ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, પકડાયેલા મુખ્ય આરોપીના ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે અન્ય ત્રણ સહભાગી હજુ ફરાર છે. તેઓએ આ તમામ કૌભાંડ પૂર્વ આયોજિત રીતે કરીને આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.આ પણ વાંચો----    Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય, વિવિધ આવાસ યોજનાઓમાં દંડનીય વ્યાજ માફી

Read Full Story arrow_forward
Ahmedabadના વાસણામાં SMCનો મોટો દરોડો, લાખોના 'હાઇબ્રિડ ગાંજા' સાથે બે શખ્સોની ધરપકડ
calendar_today January 23, 2026

Ahmedabadના વાસણામાં SMCનો મોટો દરોડો, લાખોના 'હાઇબ્રિડ ગાંજા' સાથે બે શખ્સોની ધરપકડ

અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના વધતા દૂષણ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ લાલ આંખ કરી છે. શહેરના વાસણા વિસ્તારમાં એસએમસીની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને અત્યંત મોંઘા ગણાતા 'હાઇબ્રિડ ગાંજા'ના મોટા જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ દર્શીલ વાછાણી અને હરીકૃષ્ણ રૈયાણી તરીકે થઈ છે. પોલીસે તેમની પાસેથી અંદાજે 41.50 લાખ રૂપિયાની કિંમતનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દર્શીલ વાછાણી અને હરીકૃષ્ણ રૈયાણીની ધરપકડ સામાન્ય ગાંજાની સરખામણીએ હાઇબ્રિડ ગાંજો ઘણો મોંઘો અને કેમિકલ યુક્ત હોય છે, જેની માંગ હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓ અને યુવાનોમાં વધુ જોવા મળતી હોય છે. આટલી મોટી માત્રામાં પ્રતિબંધિત નશીલો પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અમદાવાદમાં તે કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સ નેટવર્કના તાર અન્ય રાજ્યો સાથે જોડાયેલા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. ગાંજો કોને વેચવાના હતા તે અંગે તપાસ ચાલુ હાલમાં પોલીસે બંને આરોપીઓની કસ્ટડી મેળવી તેમના મોબાઈલ ફોન અને કોન્ટેક્ટ લિસ્ટની તપાસ શરૂ કરી છે. ડ્રગ્સ પેડલરો સામેની આ કાર્યવાહીથી નશીલા પદાર્થોના વેપલા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ એ પણ તપાસી રહી છે કે આ અગાઉ આ બંને શખ્સોએ કેટલા જથ્થાનું વેચાણ કર્યું છે અને આ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર કોણ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkotના મુસાફરો નોંધ લેજો: 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં હવાઈ પરેડને કારણે ફ્લાઈટના સમયમાં ફેરફાર
calendar_today January 23, 2026

Rajkotના મુસાફરો નોંધ લેજો: 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં હવાઈ પરેડને કારણે ફ્લાઈટના સમયમાં ફેરફાર

આગામી 26મી જાન્યુઆરીએ દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. દિલ્હીમાં યોજાનારી ભવ્ય પરેડ અને વાયુસેનાના કરતબોને કારણે હવાઈ ટ્રાફિક પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે, જેની સીધી અસર રાજકોટના હીરાસર (રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ) થી દિલ્હી જતી ફ્લાઈટ્સ પર પડી છે. 26મી જાન્યુઆરીના રોજ રાજકોટ-દિલ્હી ફ્લાઈટ તેના નિયત સમય કરતાં એક કલાક મોડી ઉડાન ભરશે.હીરાસર એરપોર્ટથી 11.10 વાગ્યે ઉપડશે ફ્લાઇટ 26મી જાન્યુઆરીએ દિલ્હીના આકાશમાં સવારે 10:30 થી બપોરે 12:00 વાગ્યા સુધી ભારતીય વાયુસેના દ્વારા ભવ્ય 'ફ્લાય પાસ્ટ' એટલે કે હવાઈ પરેડ યોજવામાં આવશે. સુરક્ષા અને પ્રોટોકોલના કારણોસર આ સમયગાળા દરમિયાન દિલ્હી એરપોર્ટ પર અન્ય પેસેન્જર ફ્લાઈટ્સના ઉતરાણ અને ઉડાન પર પ્રતિબંધ રહેશે. આ ફેરફારને કારણે હીરાસર એરપોર્ટથી દિલ્હી માટે જે ફ્લાઈટ સામાન્ય રીતે સવારે 10:10 વાગ્યે ઉપડે છે, તે 11:10 વાગ્યે ઉડાન ભરશે. 26મીએ દિલ્હીમાં 12.00 વાગ્યા સુધી હવાઇ પરેડ એરપોર્ટ સત્તાધીશો દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ બદલાયેલા સમયની નોંધ લે અને એરલાઇન્સ તરફથી મળતા મેસેજ કે નોટિફિકેશન ચેક કરીને જ એરપોર્ટ પર પહોંચે. હવાઈ પરેડ દરમિયાન દિલ્હીનું હવાઈ ક્ષેત્ર સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવતું હોવાથી દર વર્ષે પ્રજાસત્તાક પર્વ પર ફ્લાઈટ્સના શેડ્યૂલમાં આવા ફેરફારો કરવામાં આવતા હોય છે. મુસાફરોને પડનારી હાલાકી બદલ એરલાઇન્સ દ્વારા પણ આગોતરી જાણકારી આપવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward