android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય, વિવિધ આવાસ યોજનાઓમાં દંડનીય વ્યાજ માફી
calendar_today January 23, 2026

Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય, વિવિધ આવાસ યોજનાઓમાં દંડનીય વ્યાજ માફી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભાર્થીઓના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છેબે ટકા દંડનીય વ્યાજ ભરી શકે તેમ નથી તેમને રાહત મળશે મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના જે લાભાર્થીઓ મુદ્દલ સંપૂર્ણ ભરવા સંમત છે પરંતુ માસિક બે ટકા દંડનીય વ્યાજ ભરી શકે તેમ નથી તેમને રાહત મળશે. 2%ના દંડનીય વ્યાજ વસૂલાતમાંથી મુક્તિ મુખ્યમંત્રી સમક્ષ આવા લાભાર્થીઓએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે એવા સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા છે કે આ આવાસ યોજનાના જે લાભાર્થીઓ 6 મહિનામાં તેમની બાકી રહેલી મૂદ્દલની સંપૂર્ણ રકમ ભરપાઈ કરે તેમને one time વ્યાજ માફીની યોજના અન્વયે 2%ના દંડનીય વ્યાજ વસૂલાતમાંથી મુક્તિ અપાશે. 9029 જેટલા ગ્રામીણ કુટુંબોને લાભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી અંદાજે 9029 જેટલા ગ્રામીણ કુટુંબોને લાભ થશે અને તેઓને કુલ 154 કરોડ જેટલી દંડનીય માતબર રકમની રાહત મળશે. એટલું જ નહીં, ગ્રામ્ય વિસ્તારના આ કુટુંબોને તેમના નામે મકાન માલિકીના હક્ક મળતા તેઓ સાચા અર્થમાં પોતીકા મકાન ધારક થઈ જશે. પોતીકી આવાસ છત માટેનો કરેલો સંકલ્પ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દરેક જરૂરતમંદ નાગરિકને માથે પોતીકી આવાસ છત માટેનો કરેલો સંકલ્પ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ જનહિત લક્ષી નિર્ણયથી રાજ્યના ગ્રામ્ય વિસ્તારના કુટુંબીજનો સાકાર કરી શકશે..આ પણ વાંચો----     Amreli News : સાયબર ફ્રોડ કેસમાં નાઈઝિરીયન મહિલાને 7 વર્ષની સજા, જાણો હર્ષ સંઘવીએ શું કહ્યું?

Read Full Story arrow_forward
Ahmedabad News :  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી હટાવાશે પાણીની લાઈન, કોમનવેલ્થ અને ઓલમ્પિકને ધ્યાનમાં રાખી AMCનો નિર્ણય
calendar_today January 23, 2026

Ahmedabad News : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી હટાવાશે પાણીની લાઈન, કોમનવેલ્થ અને ઓલમ્પિકને ધ્યાનમાં રાખી AMCનો નિર્ણય

અમદાવાદમાં વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજવા માટે નિમંત્રણ મળ્યું છે. ત્યારે કોમનવેલ્થ અને ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી પાણીની લાઈન હટાવાશે. 1986માં 1600 MMની લાઈન નાંખવામાં આવી હતી. આ લાઈનને હટાવવા માટે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. માળખાકિય સુવિધાઓ વધારવામાં આવશેઅમદાવાદ મહાનગર પાલિકાના વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરિયાએ કહ્યું હતું કે, AMC દ્વારા કોમનવેલ્થ અને ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1986માં 1600 MMની પાણીની લાઈન નાંખવામાં આવી હતી. હવે આ પાણીની લાઈનને હટાવવામાં આવશે. સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માળખાકિય સુવિધાઓ વધારવામાં આવશે. મોટેરા સ્ટેડિયમના પરિસરમાં નાખવામાં આવ્યો હતો તેમણે વધુમાં કહ્યું હતું કે, આ લાઈન એરપોર્ટ સર્કલ અને કેન્ટોનમેન્ટને આવરી લેતી હતી. આ લાઈનનો એક હિસ્સો મોટેરા ફ્રેન્ચવેલની ઉપરથી નાંખવામાં આવ્યો હતો. જે મોટેરા સ્ટેડિયમમાં નાંખવામાં આવ્યો હતો. સ્ટેડિયમ માંથી લાઇન બદલ્યા બાદ એરપોર્ટ સર્કલથી શાહીબાગ ડફનાળા જતા મેરેજ બ્રીજના બંને છેડા ઉપર નાખવા વોટર કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે. અંદાજે 30 કરોડ 68 લાખ 57 હજારના ખર્ચે આ કામગીરી કરાશે આ પણ વાંચોઃ હવામાં 238 લોકોના મોતનો ખતરો! Russian વિમાનમાં ટેકનિકલ ખામી, ચીનમાં ઇમરજન્સી તૈયારી

Read Full Story arrow_forward
Ahmedabad: વાસણામાં SMCનો સપાટો, 41.50 લાખના હાઈબ્રિડ ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ
calendar_today January 23, 2026

Ahmedabad: વાસણામાં SMCનો સપાટો, 41.50 લાખના હાઈબ્રિડ ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ

ગુજરાતમાં નશાના કારોબારને જડબાતોડ જવાબ આપવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) સતર્ક બની છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં SMCની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને અત્યંત મોંઘો ગણાતો 'હાઈબ્રિડ ગાંજો' ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત લાખોમાં છે તેવો જથ્થો પકડાતા પોલીસ તંત્રમાં દોડધામ મચી છે.વાસણા વિસ્તારમાંથી હાઈબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો SMC એ વાસણા વિસ્તારમાં ઓપરેશન હાથ ધરીને કુલ ₹41.50 લાખની કિંમતનો હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે. સામાન્ય ગાંજા કરતા અનેકગણો નશો અને વધુ કિંમત ધરાવતો આ હાઈબ્રિડ ગાંજો ક્યાંથી આવ્યો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.ઝડપાયેલા આરોપીઓપોલીસે આ કેસમાં બે શખ્સોની ધરપકડ કરી છે. દર્શીલ વાછાણી, હરીકૃષ્ણ રૈયાણી આ બંને શખ્સો આ નશાના કારોબારમાં મુખ્ય ભૂમિકા ભજવતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલો મોંઘો ગાંજો અમદાવાદમાં કોને વેચવાનો હતો? આ ડ્રગ્સનું નેટવર્ક કયા હાઈ-પ્રોફાઈલ લોકો કે પેડલર્સ સુધી ફેલાયેલું છે? આ જથ્થો અન્ય રાજ્યોમાંથી મંગાવવામાં આવ્યો હતો કે વિદેશી કનેક્શન છે?આ પણ વાંચો: અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર, ટૂંક સમયમાં જેલમુક્તિ

Read Full Story arrow_forward