android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkotમાં માનવતા શરમાઈ: સ્કૂલવાન ચાલકે 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
calendar_today January 22, 2026

Rajkotમાં માનવતા શરમાઈ: સ્કૂલવાન ચાલકે 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ

રાજકોટમાં માસૂમ બાળકોની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં એક સ્કૂલવાન ચાલકે વિશ્વાસનો ભંગ કરી 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું છે. માલવિયા નગર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી 35 વર્ષીય નરાધમ ચાલક રમેશ ખરાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ભોગ બનનાર સગીરા છેલ્લા એક વર્ષથી આરોપીની સ્કૂલવાનમાં શાળાએ જતી હતી. આ સમય દરમિયાન ચાલકે સગીરાને ચોકલેટની લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી.સગીરા આરોપીની સ્કૂલવાનમાં જતી હતીત્યારબાદ તેના ઘરનો ફોન નંબર મેળવી વૉટ્સએપ પર વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. બે દિવસ પહેલા આરોપી રમેશ સગીરાને અમીન માર્ગ નજીક આવેલી એક અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, પાપી ચાલકે સગીરાને ધમકી આપી હતી કે જો તે આ અંગે કોઈને જાણ કરશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. જોકે, સગીરાએ હિંમત દાખવી પરિવારને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. એસીપી બી.વી. આરોપી સગીરાને ચોકલેટની લાલચ આપતોજાધવના જણાવ્યા અનુસાર, પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, છેડતી અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું આ નરાધમ ચાલકે અગાઉ અન્ય કોઈ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી છે કે કેમ. આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ અને ચિંતાની લાગણી જોવા મળી રહી છે. શાળાઓમાં બાળકોને મૂકવા જતા વાહનોના ચાલકોના ચારિત્ર્યની ચકાસણી અને પોલીસ વેરિફિકેશન કરાવવું કેટલું અનિવાર્ય છે, તે આ કિસ્સા પરથી સાબિત થાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himmatnagar: જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરે 32 પ્રશ્નો સાંભળ્યા, લોકફરિયાદોના ત્વરિત નિકાલ માટે અધિકારીઓને આદેશ
calendar_today January 22, 2026

Himmatnagar: જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરે 32 પ્રશ્નો સાંભળ્યા, લોકફરિયાદોના ત્વરિત નિકાલ માટે અધિકારીઓને આદેશ

સાબરકાંઠા જિલ્લાના નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોના ઝડપી નિવારણ માટે હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે 'જિલ્લા સ્વાગત' કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રજાના પાયાના પ્રશ્નો પર ભાર મૂકવામાં આવ્યો હતો.32 પ્રશ્નોની રજૂઆત અને નિવારણકલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી આવેલા અરજદારો દ્વારા કુલ 32 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ રજૂઆતોમાં ગેરકાયદે દબાણ દૂર કરવા, જમીન સર્વેક્ષણ, હદ માપણી અને ખાનગી પ્લોટ માપણીના પડતર પ્રશ્નો.રોડ-રસ્તાના નિર્માણ અને સમારકામ તથા રહેણાંક વિસ્તારોમાં પાણીના નિકાલની સમસ્યા. અન્ય સરકારી યોજનાઓ અને સેવાઓને લગતી રજૂઆતો મુખ્યત્વે  વિષયોનો સમાવેશ થતો હતો.અધિકારીઓને કડક સૂચનાજિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ અરજદારોને સાંભળ્યા બાદ તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે હાજર રહેલા તમામ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી કેલોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળીને તેને પ્રાથમિકતા આપવી.નિયત સમયમર્યાદામાં પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ લાવવો.  જનતાને બિનજરૂરી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તેની તકેદારી રાખવી.આ પણ વાંચો: Botad: ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં, જ્યોતિગ્રામ સર્કલ પાસે બ્લેક ફિલ્મ અને ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે લાલ આંખ

Read Full Story arrow_forward
Surendranagar: વઢવાણના ગુનામાં નાસતા-ફરતા બે રીઢા આરોપીઓ હોટલ પાસેથી ઝડપાયા
calendar_today January 22, 2026

Surendranagar: વઢવાણના ગુનામાં નાસતા-ફરતા બે રીઢા આરોપીઓ હોટલ પાસેથી ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી પોલીસને થાપ આપી નાસતા-ફરતા તત્વો સામે પેરોલ ફર્લો સ્કવોડે લાલ આંખ કરી છે. વઢવાણ પોલીસ મથકની હદમાં ગુનો આચરી લાંબા સમયથી ફરાર થયેલા બે આરોપીઓને પોલીસે અમરેલીની એક હોટલ પાસેથી ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા છે.અમરેલીની હોટલ પાસે થઈ ધરપકડસુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડને ચોક્કસ બાતમી મળી હતી કે વઢવાણ પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ અમરેલી વિસ્તારમાં છુપાયેલા છે. આ બાતમીના આધારે પોલીસે અમરેલીના માણેકપરા વિસ્તારમાં આવેલી 'એન્જલ હોટેલ' પાસે વોચ ગોઠવી હતી. પોલીસની ટીમે સમય સૂચકતા વાપરીને આ સ્થળેથી બંને આરોપીઓને દબોચી લીધા હતા.ઝડપાયેલા આરોપીઓની ઓળખપોલીસ કસ્ટડીમાં લેવામાં આનંદ ઉર્ફે ટકો ચતુરભાઈ મકવાણા: રહેવાસી - ફિરદોષ સોસાયટી, નવા પાવર હાઉસ આવાસ કોલોની, સુરેન્દ્રનગર. મોહિત ઉર્ફે ઢગો ભાવેશભાઈ પારઘી: રહેવાસી - ગણપતિ ફાટસર, વઢવાણ, સુરેન્દ્રનગર. આવેલા આરોપીઓના નામ છે.આ પણ વાંચો:જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરે 32 પ્રશ્નો સાંભળ્યા, લોકફરિયાદોના ત્વરિત નિકાલ માટે અધિકારીઓને આદેશ

Read Full Story arrow_forward