android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: ગોધરામાં જંગલમાંથી ખેરના લાકડાના ગેરકાયદે કટિંગ અને તસ્કરીના કેસમાં EDની કાર્યવાહી
calendar_today January 22, 2026

Gujarat News: ગોધરામાં જંગલમાંથી ખેરના લાકડાના ગેરકાયદે કટિંગ અને તસ્કરીના કેસમાં EDની કાર્યવાહી

દેશમાં સામાન્ય રીતે પૈસાના વ્યવહારો અને કર ચોરીને લઈને ઈડીની કાર્યવાહી સામે આવતી હોય છે. પરંતુ ગુજરાતમાં ખેર લાકડાના કટિંગ અને તસ્કરીના કેસમાં EDની મોટી કાર્યવાહી સામે આવી છે. ઈડીએ આરોપીઓની 1.13 કરોડની 14 મિલકતો જપ્ત કરી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના જંગલોમાં પણ કિમતી લાકડાની તસ્કરીના બનાવો સામે આવ્યા છે. ગોધરા જિલ્લામાં EDની મોટી કાર્યવાહી ગોધરા જિલ્લામાં ખેરના લાકડાના કટિંગ અને તસ્કરીના કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી છે. આરિફ અલી ખાન,મુસ્તાક તસિયા અને મોહમ્મદ હુસેન સામે તપાસ શરૂ કરવામાં આવી છે. ઈડીએ આરોપીઓની 1.13 કરોડની 14 મિલકતો જપ્ત કરી છે. આ ઉપરાંત વ્યારા, તાપી, સુરત, વલસાડ, નવસારી અને નર્મદા જિલ્લાના વન્યજીવ અભયારણ્યોમાંથી ખેરના વૃક્ષોનું ગેરકાયદે કટિંગ અને વેચાણ કરવાની ઘટના પણ સામે આવી છે. આ પણ વાંચોઃ Gandhinagar News : સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની બદલી, તેમના સ્થાને એમ.નાગરાજનને મુકાયા

Read Full Story arrow_forward
Vadodara: MSUના ગ્રાઉન્ડમાં ABVPના ક્રિકેટ મેચના આયોજનમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી
calendar_today January 22, 2026

Vadodara: MSUના ગ્રાઉન્ડમાં ABVPના ક્રિકેટ મેચના આયોજનમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી

વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ના ગ્રાઉન્ડમાં રમતગમતના માહોલ વચ્ચે હિંસાની ઘટના સામે આવી છે. ABVP દ્વારા આયોજિત ક્રિકેટ મેચ દરમિયાન ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર વિવાદ થતા મામલો બિચક્યો હતો અને મેદાન જંગના મેદાનમાં ફેરવાઈ ગયું હતું.વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર વિવાદ થતા મામલો બિચક્યોમળતી વિગત મુજબ, યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ પર ABVP દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મેચ દરમિયાન કોઈ રમત સંબંધી બાબતે ખેલાડીઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં આ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને વિદ્યાર્થીઓના બે જૂથો સામસામે આવી ગયા હતા.વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારીવિવાદ એટલો વધ્યો હતો કે શિસ્તના પાઠ ભણતી યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. આ ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે, જેમાં વિદ્યાર્થીઓ એકબીજા સાથે બાખડતા નજરે પડી રહ્યા છે.આ પણ વાંચો: હજીરામાં જમવા બાબતે થયેલા ઝઘડામાં રૂમ પાર્ટનરની કરપીણ હત્યા, બે આરોપીઓ પંજાબથી ઝડપાયા

Read Full Story arrow_forward
Gujarat Weather News: આગામી બે કલાકમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, મહેસાણા શહેરમાં માવઠાની અસર
calendar_today January 22, 2026

Gujarat Weather News: આગામી બે કલાકમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, મહેસાણા શહેરમાં માવઠાની અસર

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે આગાહી કરી છે. આજે રાત્રે 11 વાગ્યા સુધીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 6 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. શિયાળામાં સ્વેટર પહેરવું કે રેઈનકોટ રાજ્યમાં રાત્રે 11 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ડીસા અને પાલનપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી તે પ્રમાણે મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મહેસાણામાં ભર શિયાળે વરસાદના છાંટા પડ્યા છે. કમોસમી વરસાદને કારણે લોકોને હાલાકી વેઠવી પડી હતી. શિયાળામાં સ્વેટર પહેરવું કે રેઈનકોટ એવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ પણ વાંચોઃ Gujarat News: ગોધરામાં જંગલમાંથી ખેરના લાકડાના ગેરકાયદે કટિંગ અને તસ્કરીના કેસમાં EDની કાર્યવાહી

Read Full Story arrow_forward