android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: ચાલુ કારે હાર્ટ એટેક આવતા અકસ્માત, વૃદ્ધનું મોત
calendar_today January 22, 2026

Vadodara News: ચાલુ કારે હાર્ટ એટેક આવતા અકસ્માત, વૃદ્ધનું મોત

સંસ્કારી નગરી વડોદરામાં આજે એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના બની છે. વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા પાસે પોલીસ હેડ ક્વાર્ટરની નજીક એક કાર ચાલકને ચાલુ વાહને હાર્ટ એટેક આવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલક વૃદ્ધનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા છે.ચાલુ કારે કાળનો પંજો ઘટનાની મળતી માહિતી અનુસાર, વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી જાનકી પાર્ક સોસાયટીમાં રહેતા 62 વર્ષીય હિતેશભાઈ સૂર્યકાંત ઠક્કર આજે પોતાની કાર લઈને કોઠી ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમને હૃદયરોગનો હુમલો (Heart Attack) આવતા તેમણે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી કારે રસ્તા પર જતી એક કાર અને બે ટુ-વ્હીલર વાહનોને જોરદાર ટક્કર મારી હતી. ઘટનાસ્થળે જ વૃદ્ધનું મોત અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જોકે, હાર્ટ એટેક એટલો તીવ્ર હતો કે હિતેશભાઈ ઠક્કરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ભયાનક ટક્કરમાં અન્ય બે વાહનચાલકો પણ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃતક હિતેશભાઈના પરિવારજનોને જાણ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો છે. ચાલુ વાહને એટેક આવવાની આ ઘટનાએ ફરી એકવાર વાહનચાલકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય બાબતે ગંભીર ચર્ચાઓ જગાડી છે. આ પણ વાંચો - Vadodara ની ત્રણ નામાંકિત શાળાઓ પાસે કરોડોનું ભાડું અને વ્યાજ બાકી, પાલિકાએ ફટકારી નોટિસ

Read Full Story arrow_forward
Devbhumi Dwarka : સલાયામાં 400થી વધુ માછીમારો હડતાળ પર, સરકાર નિયમોમાં ફેરફાર કરે તેવી માછીમારોની માગ
calendar_today January 22, 2026

Devbhumi Dwarka : સલાયામાં 400થી વધુ માછીમારો હડતાળ પર, સરકાર નિયમોમાં ફેરફાર કરે તેવી માછીમારોની માગ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા તાલુકાના સલાયા બંદરે 400થી વધુ માછીમારો હડતાળ પર ઉતર્યા છે. માછીમારોનો આરોપ છે કે ફિશરીઝ વિભાગના અંદાજે 35 જેટલા નિયમોનું યોગ્ય રીતે પાલન થતું નથી, જેના કારણે તેઓ પર અનાવશ્યક કાર્યવાહી કરવામાં આવી રહી છે.પોલીસ દ્વારા સીધી કાર્યવાહી કરવામાં આવે છેમાછીમારોનું કહેવું છે કે બોટ માલિકો દ્વારા કેટલાક નિયમોનું પાલન ન થવાથી પોલીસ દ્વારા સીધી કાર્યવાહી કરવામાં આવે છે, જેનાથી સાચા સાગર ખેડુને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબતે માછીમારોએ તંત્ર સામે કડક વિરોધ નોંધાવ્યો છે. હડતાળને વધુ ઉગ્ર બનાવવામાં આવશે માછીમારો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો સરકાર દ્વારા નિયમોમાં યોગ્ય ફેરફાર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હડતાળને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. હડતાળને પગલે સલાયા બંદર વિસ્તારમાં માછીમારી પ્રવૃત્તિ ઠપ્પ રહી છે અને સ્થાનિક અર્થતંત્ર પર પણ તેની અસર જોવા મળી રહી છે.આ પણ વાંચો----     Ahmedabad News : બોડકદેવ દંપતી મોત કેસમાં ACP નો ખુલાસો, જાણો કેવી રીતે બની સમગ્ર ઘટના...

Read Full Story arrow_forward
Ahmedabad: ગાયકવાડ હવેલી પોલીસ મથક બહાર યુવકની કરપીણ હત્યા, પરિવારજનોએ કર્યો વિરોધ
calendar_today January 22, 2026

Ahmedabad: ગાયકવાડ હવેલી પોલીસ મથક બહાર યુવકની કરપીણ હત્યા, પરિવારજનોએ કર્યો વિરોધ

અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી પોલીસ મથક નજીક ધોળા દિવસે બનેલી એક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી સર્જી છે. પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક જ અશોક ઓડ નામના યુવકની નિર્મમ હત્યા કરવામાં આવતા સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ હત્યાના વિરોધમાં અને આરોપીઓ સામે કડક પગલાં લેવાની માંગ સાથે મૃતકના પરિવારજનો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ધોળે દિવસે પોલીસ મથક બહાર જ કરાઇ હત્યા મળતી માહિતી પ્રમાણે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની બહાર જ અજાણ્યા શખ્સોએ અશોક ઓડ પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટના બાદ મૃતકના પરિવારજનો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ હતી, ગાયકવાડ હવેલી પોલીસ મથકે પહોંચ્યા હતા. રોષે ભરાયેલા પરિજનોએ પોલીસ સ્ટેશનની બહારનો મુખ્ય રસ્તો બ્લોક કરી દીધો હતો. પરિવારનો આરોપ છે કે પોલીસની હાજરી હોવા છતાં આ પ્રકારે હત્યા થવી તે કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા છે. પરિવારજનોના આક્રોશ અને ચક્કાજામ પરિવારજનોના આક્રોશ અને ચક્કાજામને કારણે ગાયકવાડ હવેલી અને તેની આસપાસના વિસ્તારોમાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનચાલકો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા. સ્થિતિને થાળે પાડવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિવારને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. કડક સજાની ખાતરી ન મળે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે પરિવારજનોની માંગ છે કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ કરવામાં ન આવે અને તેમને કડક સજાની ખાતરી ન મળે ત્યાં સુધી તેઓ વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે. હાલમાં પોલીસ મથક બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ દ્વારા હત્યારાઓની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચોઃ Rajkot: વિંછીયામાં બની વધુ એક શરમજનક ઘટના, 5 વર્ષની બાળકી સાથે અડપલાં કરનાર સ્કૂલવાન ચાલક ઝડપાયો

Read Full Story arrow_forward