android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News: પોલીસ બેડામાં ખળભળાટ, ઘોઘાના PSOએ ચાલુ ફરજે ઝેરી દવા પી કરી આત્મહત્યાની કોશિશ
calendar_today January 22, 2026

Bhavnagar News: પોલીસ બેડામાં ખળભળાટ, ઘોઘાના PSOએ ચાલુ ફરજે ઝેરી દવા પી કરી આત્મહત્યાની કોશિશ

ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલે રહસ્યમય સંજોગોમાં આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે. ચાલુ ફરજ દરમિયાન ઝેરી દવા પી લેનારા પોલીસકર્મીને ગંભીર હાલતમાં ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.ચાલુ ફરજે ભર્યું આઘાતજનક પગલું ઘટનાની મળતી વિગતો અનુસાર, ઘોઘા પોલીસ સ્ટેશનમાં PSO (પોલીસ સ્ટેશન ઓફિસર) તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ આજે પોતાની ડ્યુટી પર હતા. ફરજ દરમિયાન જ તેઓ પોલીસ મથકથી નીકળી નજીકના ભુતેશ્વર ગામ પાસે પહોંચ્યા હતા અને ત્યાં અચાનક ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ થતા જ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં હાલ તેમની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઉપરી અધિકારીના પ્રેશરની આશંકા દિગ્વિજયસિંહ ગોહિલે આટલું આકરું પગલું કેમ ભર્યું તેનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે સામે આવ્યું નથી. જોકે, પોલીસ સૂત્રો અને ચર્ચાઓ મુજબ, તેઓ છેલ્લા કેટલાક સમયથી ઉપરી અધિકારીઓના માનસિક ત્રાસ અને કામના દબાણ હેઠળ હોવાનું મનાઈ રહ્યું છે. આ જ દબાણને કારણે તેમણે જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. પરિવાર મૌન, તપાસ તેજ બીજી તરફ, આ સંવેદનશીલ મામલે હોસ્પિટલ પહોંચેલા પરિવારજનોએ હાલ મીડિયા સમક્ષ કોઈ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી મામલાની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છે. શું ખરેખર વિભાગીય દબાણ જવાબદાર છે કે, અન્ય કોઈ અંગત કારણ, તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આ પણ વાંચો - Bhavnagar: મહુવાના મોટા ખુંટવડામાં ઢોર દૂર કરવાની બબાલમાં GRD જવાન અને PSI પર હુમલો, આરોપી સામે ફરિયાદ નોંધાઇ

Read Full Story arrow_forward
Ahmedabad : ફ્લિપકાર્ટના વેરહાઉસમાં આગ, પ્રવક્તાએ કહ્યું, ઘટનામાં બધા કર્મચારી સુરક્ષિત, અમારી ઓનલાઈન ટીમે તરત જ કાર્યવાહી કરી
calendar_today January 22, 2026

Ahmedabad : ફ્લિપકાર્ટના વેરહાઉસમાં આગ, પ્રવક્તાએ કહ્યું, ઘટનામાં બધા કર્મચારી સુરક્ષિત, અમારી ઓનલાઈન ટીમે તરત જ કાર્યવાહી કરી

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ફ્લિપકાર્ટના વેરહાઉસમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ચાંદખેડા ગામમાં આવેલ આ વેરહાઉસમાંથી ધુમાડાના ગોટા દેખાતા આસપાસના વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. બધા કર્મચારી સુરક્ષિત છે આ મામલે ફ્લિપકાર્ટના પ્રવક્તા દ્વારા જણાવાયું છે કે આજે અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલ એક વ્યાવસાયિક કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના અંગે જાણકારી ધરાવીએ છીએ. અમારી સૌથી મોટી પ્રાથમિકતા અમારા કર્મચારીઓની સલામતી છે. અમે ખાતરી આપી શકીએ છીએ કે બધા કર્મચારી સુરક્ષિત છે અને કોઈને ઇજા નથી પહોંચી. આગ કોમ્પ્લેક્સના અન્ય ભાગમાંથી શરૂ થઈ પ્રારંભિક માહિતી અનુસાર, આગ કોમ્પ્લેક્સના અન્ય ભાગમાંથી શરૂ થઈ અને બાદમાં અમારા માઇક્રો-ફુલફિલમેન્ટ સેન્ટર સહિત નજીકની સુવિધાઓ સુધી પહોંચી. જરૂરી ફાયર સેફ્ટી મંજૂરીઓ ધરાવીએ છે અમારી સુવિધા તમામ લાગુ પડતા સલામતી નિયમોનું પાલન કરતી છે અને જરૂરી ફાયર સેફ્ટી મંજૂરીઓ ધરાવે છે. અમારી ઓનલાઈન ટીમે તરત જ કાર્યવાહી કરી અને ઇમરજન્સી સેવાઓ સાથે મળીને આગ કાબૂમાં લાવવા માટે સહયોગ આપ્યો. સત્તાવાળાઓ સાથે પૂરો સહકાર રાખી કામ કરી રહ્યા છીએ હાલમાં અમે સ્થાનિક સત્તાવાળાઓ સાથે પૂરો સહકાર રાખી કામ કરી રહ્યા છીએ, જે પરિસ્થિતિને સંભાળી રહ્યા છે અને તેની તપાસ કરી રહ્યા છે. જેમ જ નવી માહિતી ઉપલબ્ધ થશે, અમે તેને શેર કરીશું. આ પણ વાંચો----    Ahmedabad:ચાંદખેડામાં ફ્લિપકાર્ટના વેરહાઉસમાં આગ, ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે

Read Full Story arrow_forward
Kutch News : ગાંધીધામમાં પાલિકાનું મેગા ડિમોલિશન, રેલવે લાઇન પાસેના 182 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર
calendar_today January 22, 2026

Kutch News : ગાંધીધામમાં પાલિકાનું મેગા ડિમોલિશન, રેલવે લાઇન પાસેના 182 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર

કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામમાં નગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો વિરુદ્ધ ફરી એકવાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થોડા સમયના વિરામ બાદ આજે પાલિકાનું બુલડોઝર ભારત નગર વિસ્તારમાં ત્રાટક્યું હતું. ખાસ કરીને રેલવે લાઇન પાસે આવેલી સરકારી જમીન પર ખડકાયેલા દબાણોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ મેગા ડિમોલિશન દરમિયાન રેલવે ટ્રેકની આસપાસ આવેલા અંદાજે 182 જેટલા કાચા ઝૂંપડાઓ અને ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે. તંત્રની આ અચાનક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો.દબાણ હટાવો ઝુંબેશ તેજ પાલિકા દ્વારા કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. રેલવે સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે આ દબાણો લાંબા સમયથી તંત્રની નજરમાં હતા, જેને પગલે આજે મોટી કવાયત હાથ ધરી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, શહેરના અન્ય વિસ્તારોમાં પણ જે જગ્યાએ જાહેર માર્ગો કે સરકારી જમીન પર દબાણ હશે તેને આગામી દિવસોમાં આ જ પ્રકારે દૂર કરવામાં આવશે. આ કામગીરીથી ભારત નગર રેલવે લાઇન વિસ્તારની કાયાપલટ થશે અને ટ્રેનોની અવરજવર પણ સુરક્ષિત બનશે. આ પણ વાંચો : Ahmedabad News : બોડકદેવ દંપતી મોત કેસમાં ACP નો ખુલાસો, જાણો કેવી રીતે બની સમગ્ર ઘટના...

Read Full Story arrow_forward