android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dang News: છેડતી કેસમાં 2 વર્ષથી નાસતા ફરતા છેડુલાલ ઝડપાયા
calendar_today January 21, 2026

Dang News: છેડતી કેસમાં 2 વર્ષથી નાસતા ફરતા છેડુલાલ ઝડપાયા

ડાંગ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. છેલ્લા બે વર્ષથી છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીના ગુનામાં નાસતા ફરતા 4 રીઢા આરોપીઓને પોલીસે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ઝડપી લીધા છે. પોલીસને ચકમો આપવા માટે આરોપીઓ સતત રાજ્યો બદલી રહ્યા હતા, પરંતુ આખરે ડાંગ પોલીસની જાળમાં ફસાઈ ગયા છે.શું હતી સમગ્ર ઘટના? આશરે બે વર્ષ પહેલાં ડાંગના આહવા પોલીસ સ્ટેશનમાં છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સો પોલીસની ધરપકડથી બચવા માટે રાજ્ય છોડીને નાસી ગયા હતા. આરોપીઓ છેલ્લા બે વર્ષથી રાજસ્થાન અને મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં છુપાઈને રહેતા હતા અને પોતાની ઓળખ છુપાવી રહ્યા હતા. વેશપલટો કરીને પોલીસ કાચા રસ્તે ચાલી આરોપીઓ સુધી પહોંચવા માટે ડાંગ LCB એ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સનો સચોટ ઉપયોગ કર્યો હતો. આરોપીઓ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં હોવાની ચોક્કસ બાતમી મળતા જ પોલીસની ટીમો સક્રિય થઈ હતી. આરોપીઓ સાવધ ન થઈ જાય તે માટે પોલીસે ફિલ્મી ઢબે વેશપલટો કર્યો હતો અને વાહનોને બદલે કાચા રસ્તાઓ પર પગપાળા ચાલીને આરોપીઓના ઠેકાણા સુધી પહોંચી હતી. રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ધરપકડ LCB એ અત્યંત કુશળતાપૂર્વક ઓપરેશન પાર પાડીને બે આરોપીઓને રાજસ્થાનમાંથી અને અન્ય બે આરોપીઓને મહારાષ્ટ્રમાંથી ઝડપી લીધા છે. હાલમાં ચારેય આરોપીઓને ડાંગ લાવવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવામાં ડાંગ LCBની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે. આ પણ વાંચો -Dang News: માનવભક્ષી દીપડી પાંજરે પુરાઈ, વન વિભાગનું એલર્ટ

Read Full Story arrow_forward
Rajkot : લવ મેરેજ પર Anar Patelનું સ્પષ્ટ વલણ, પરિવારની સંમતિ વગરના લગ્ન જ લવ મેરેજ
calendar_today January 21, 2026

Rajkot : લવ મેરેજ પર Anar Patelનું સ્પષ્ટ વલણ, પરિવારની સંમતિ વગરના લગ્ન જ લવ મેરેજ

લેઉવા પટેલ સમાજની આસ્થાના કેન્દ્ર ગણાતા ખોડલધામ ટ્રસ્ટના સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલની વરણી કરવામાં આવી છે. આ મહત્વની જવાબદારી સંભાળ્યા બાદ અનાર પટેલે પોતાના નિવેદનથી રાજકીય ગલીયારીઓમાં ચાલતી ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મૂક્યું છે અને સંગઠનના આગામી વિઝન વિશે સ્પષ્ટતા કરી છે. ખોડલધામ એ સેવાનું પ્લેટફોર્મ છે ખોડલધામ અને રાજકારણ અંગે સ્પષ્ટતા કરતા અનાર પટેલે જણાવ્યુ કે, ખોડલધામ એ સેવાનું પ્લેટફોર્મ છે અને તેને રાજકારણ સાથે ન જોડાવું જોઇએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે, મારે રાજકારણમાં આવવા માટે ખોડલધામના પ્લેટફોર્મની જરૂર નથી અને મેં મારી કોઇ પણ રાજકીય પ્રોફાઇલ બનાવી નથી. વધુમાં તેમણે ઉમેર્યુ છે કે ખોડલધામની જરૂર રાજકીય પક્ષોને છે, સંસ્થાને રાજકારણની નથી. મીડિયા દ્વારા ચૂંટણી સમયે અપાતી ટિકીટોની અટકળો પર કટાક્ષ કરતા તેમણે કહ્યુ કે, દરેક વખતે ચૂંટણી આવે ત્યારે મીડિયા જ મને ટિકિટ આપી દે છે. જ્યારે મારો ઉદ્દેશ્ય માત્ર સેવા કરવાનો છે. લગ્નમાં સ્વજનો કે પરિવારની સંમતિ નથી હોતી, તેને જ હું લવ મેરેજ ગણું છુંઃ અનાર પટેલ નરેશ પટેલના નેતૃત્વ અને સામાજિક વિષયો પર અનાર પટેલે સ્પષ્ટ કર્યુ કે તેઓ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ હેઠળ અને તેમના માર્ગદર્શન મુજબ જ સમાજ સેવાના કાર્યો કરશે. આ દરમિયાન તેમણે સામાજિક મુદ્દાઓ પર પણ વાત કરી હતી. ખાસ કરીને પ્રેમ લગ્ન અંગે તેમણે એક મહત્વનું નિવેદન આપતા કહ્યુ કે જે લગ્નમાં સ્વજનો કે પરિવારની સંમતિ નથી હોતી, તેને જ હું લવ મેરેજ ગણું છું. અનાર પટેલની આ નવી ભૂમિકા સામાજિક સંગઠનને વધુ મજબૂત બનાવશે તેવી આશા છે. તેમના નિવેદનો સૂચવે છે કે તેઓ આગામી સમયમાં માત્ર પાટીદાર સમાજ જ નહીં. પરંતુ સર્વસમાજની સેવા માટે ખોડલધામના માધ્યમથી સક્રિય રહેશે. આ પણ વાંચોઃ Surat: તડકેશ્વરમાં ધરાશાયી ટાંકીના સેમ્પલ લેવાયા, 5 જવાબદારો સામે ગાળિયો કસાયો

Read Full Story arrow_forward
Agriculture News: રાજ્ય સરકારે 12 હજાર કરતાં વધુની કિંમતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરી
calendar_today January 21, 2026

Agriculture News: રાજ્ય સરકારે 12 હજાર કરતાં વધુની કિંમતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરી

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી.આ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે,રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ.૧૨ હજાર કરોડ કરતા વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકો માટે ટેકાના ભાવે ખરીદી યોજના હેઠળ તા.૨૦ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં કુલ ૧૦.૧૧ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે.જણસી ખરીદીના આંકડા વિશે પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, ટેકાના ભાવે ખરીદી માટે SMS થયેલા ખેડૂતોની સંખ્યા ૧૦,૦૧,૭૨૪ છે, જ્યારે જણસી ખરીદ કરેલા કુલ ૮,૨૩,૭૪૩ લાભાર્થીઓ છે. ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પ્રવક્તા મંત્રી વાઘાણીએ ઉમેર્યું હતું કે, ખરીદ કરવામાં આવેલ ૧૮,૦૫,૬૧૨.૧૬ મેટ્રિક ટન જણસીનું મૂલ્ય રૂ. ૧૨,૯૬૫.૩૭ કરોડ છે, જેમાંથી ૬,૩૩,૧૪૯ લાભાર્થીઓને રૂ. ૯,૯૦૭.૮૬ કરોડના મૂલ્યની ચૂકવણી પણ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૫-૨૬માં તા. ૧ થી ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં કુલ ૧૦,૧૧,૯૩૬ ખેડૂતોની ઓનલાઇન નોંધણી થઈ છે. મગફળી પાકમાં ગયા વર્ષે ૩.૭૪ લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું હતું, તેની સામે આ વર્ષે ૯.૩૧ લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે. કેન્દ્ર સરકારે ૨૦.૧૦ લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાની મંજૂરી આપી છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી તા. ૯ નવેમ્બર, ૨૦૨૫થી શરૂ થઈ છે અને તા. ૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી ચાલશે. ખરીફ સીઝનમાં આ પાકોની ખરીદીનું કુલ મૂલ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ ખરીફ સીઝનમાં આ પાકોની ખરીદીનું કુલ મૂલ્ય અંદાજે રૂ. ૧૫ હજાર કરોડ રૂપિયા થશે.તુવેર પાક માટે તા. ૨૨ ડિસેમ્બર, ૨૦૨૫થી નોંધણી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તા. ૨૦ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી e-Samruddhi પોર્ટલ પર ૧,૩૦,૬૪૦ ખેડૂતોની નોંધણી થઈ છે. આ પ્રથમ વખત NAFEDના e-Samruddhi પોર્ટલ પર આધાર આધારિત POS Thumb Impression / Face Recognition વડે વિનામૂલ્યે નોંધણી થઈ રહી છે. ભારત સરકારના માર્ગદર્શન મુજબ તુવેર, અડદ અને મસૂર પાકની ખરીદી રાજ્યના કુલ ઉત્પાદનના ૧૦૦ ટકા સુધી થઈ શકે છે. આ પણ વાંચોઃ Rajkot News: નિષ્ઠુર પિતાએ ગળે ટૂંપો આપી પોતાના પાંચ વર્ષના દીકરાને મોતને ઘાટ ઉતાર્યો

Read Full Story arrow_forward