android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
દીપિંદર ગોયલનું CEO પદેથી આપ્યું રાજીનામુ, જાણો એટર્નલ ગ્રુપના નવા CEO કોણ હશે?
calendar_today January 21, 2026

દીપિંદર ગોયલનું CEO પદેથી આપ્યું રાજીનામુ, જાણો એટર્નલ ગ્રુપના નવા CEO કોણ હશે?

કોર્પોરેટ જગતમાં નેતૃત્વમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ઇટરનલ ગ્રુપના સીઈઓ દીપિન્દર ગોયલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગોયલે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર આ માહિતી શેર કરી છે. તેમણે જણાવ્યું હતું કે, શેરધારકોની મંજૂરી મળે ત્યાં સુધી, તેઓ કંપનીના બોર્ડના વાઇસ ચેરમેન તરીકે સેવા આપતા રહેશે, જ્યારે અલબિન્દર ધીંડસા ઇટરનલ ગ્રુપના નવા ગ્રુપ સીઈઓ બનશે. ઝોમેટોના સીઇઓ પદેથી રાજીનામુકંપનીએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરના પરિણામો પણ જાહેર કર્યા. એક્સચેન્જ સાથેની ફાઇલિંગમાં, એટર્નલે ત્રીજા ક્વાર્ટરના પરિણામો અને ગ્રુપ સીઈઓ પદેથી દીપિન્દર ગોયલના રાજીનામાનું કારણ શેર કર્યું છે. ઝોમેટોમાં ગ્રુપ સીઈઓ પદ છોડવાનો દીપિન્દર ગોયલનો નિર્ણય નવી વસ્તુઓ અજમાવવાની ઇચ્છાથી પ્રેરિત છે જેમાં વધુ જોખમ લેવાની જરૂર પડે છે. આ નિર્ણય એટરનલ જેવી જાહેર કંપનીના માળખાની બહાર શ્રેષ્ઠ રીતે પૂર્ણ થાય છે. તેમનું માનવું છે કે એટરનલને એવા નેતૃત્વની જરૂર છે જે તેના મુખ્ય વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરે અને શિસ્તબદ્ધ હોય.અલ્બિંદર ઢીંડસા કોણ છે? ઝોમેટોના ગ્રુપ સીઈઓ તરીકે દીપિંદર ગોયલના સ્થાને આવેલા અલ્બિંદર ઢીંડસા (આલ્બી) ઓપરેટિંગ પ્રાથમિકતાઓ અને વ્યવસાયિક નિર્ણયો માટે જવાબદાર રહેશે. કંપનીના ત્રીજા ક્વાર્ટરના પરિણામો કેવા રહ્યા? ત્રીજા ક્વાર્ટરમાં એટર્નલનો ચોખ્ખો નફો 73% વધીને ₹102 કરોડ થયો જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹59 કરોડ હતો. કંપનીના મુખ્ય કામગીરીમાંથી આવક 201% વધીને ₹16,315 કરોડ થઈ, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹5,405 કરોડ હતી.

Read Full Story arrow_forward
170થી વધુ દવાઓ સેમ્પલ ગુણવત્તાના ધોરણોમાં થયા ફેઈલ, CDSCOની તપાસમાં થયો ખુલાસો
calendar_today January 21, 2026

170થી વધુ દવાઓ સેમ્પલ ગુણવત્તાના ધોરણોમાં થયા ફેઈલ, CDSCOની તપાસમાં થયો ખુલાસો

વિવિધ કંપનીઓ દ્વારા જે દવાઓ બનાવવામાં આવી રહી છે, તેની ક્વોલિટી સારી હોવી ખુબ જ જરૂરી છે પણ દેશમાં દવાઓની ગુણવત્તા પર દેખરેખ રાખવા માટે ડિસેમ્બર 2025માં હાથ ધરવામાં આવેલા નિયમિત નિરીક્ષણમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા તાજેતરના અહેવાલ મુજબ આ મહિને 170થી વધુ દવાના સેમ્પલ ફેઈલ થયા છે, જ્યારે 7 દવાઓ સંપૂર્ણપણે નકલી હોવાનું જાણવા મળ્યું છે.કેટલીક બેચ નિર્ધારિત પેરામીટરમાં ફેઈલ થઈ ગઈ દર મહિનાની જેમ ડિસેમ્બરમાં નોન-સ્ટાન્ડર્ડ ક્વોલિટી (NSQ) અને નકલી દવાઓની યાદી બહાર પાડવામાં આવી. અહેવાલ મુજબ સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરીએ 74 નમૂનાઓ અને રાજ્યની ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીએ 93 સેમ્પલ એવા શોધી કાઢ્યા, જેમાં કેટલીક બેચ નિર્ધારિત પેરામીટરમાં ફેઈલ થઈ ગઈ. આમાં દવાઓની શુદ્ધતા, શક્તિ, દ્રાવ્યતા અને અન્ય તકનીકી ધોરણોમાં ખામીઓ જોવા મળી. 7 દવાઓ સંપૂર્ણપણે નકલી નીકળી ડિસેમ્બર 2025ના અહેવાલમાં 7 નકલી દવાઓ પણ ઓળખવામાં આવી હતી. આ દવાઓ માન્ય લાઈસન્સ વિના બનાવવામાં આવી હતી અને અન્ય કંપનીઓના નામનો ઉપયોગ કરીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આ નકલી દવાઓના નમૂનાઓ ગાઝિયાબાદ (ઉત્તર ઝોન) માંથી 4, અમદાવાદથી 1, બિહારથી 1 અને મહારાષ્ટ્રમાંથી 1. આ મામલે સંબંધિત એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે અને ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ ડેટા સર્વેલન્સ સિસ્ટમ વિશે શું કહે છે? સરકારી અને રાજ્ય સ્તરના દવા નિયમનકારો નિયમિતપણે દવાઓનું નિરીક્ષણ કરે છે જેથી ખાતરી કરી શકાય કે બજારમાંથી હલકી ગુણવત્તાવાળી અને નકલી દવાઓ સમયસર દૂર કરવામાં આવે. આ અહેવાલ દર્શાવે છે કે દેશની ડ્રગ મોનિટરિંગ સિસ્ટમ સક્રિય, મજબૂત અને જવાબદાર છે. નિષ્ણાતોનું કહેવું છે કે સામાન્ય લોકોએ પણ દવાઓ ખરીદતી વખતે સાવધાની રાખવી જોઈએ અને કોઈપણ શંકાસ્પદ દવાની તાત્કાલિક સ્થાનિક દવા સત્તામંડળને જાણ કરવી જોઈએ. આ પણ વાંચો : Union Budget 2026 : પરિણીત મધ્યમ વર્ગ માટે ખુશખબર? બજેટમાં થઈ શકે છે મોટો ફેરફાર

Read Full Story arrow_forward
Sabarimala Gold Theft: ED સામે ઉભા થયા સવાલ, દાન ક્યાં વહેંચવામાં આવ્યું તે અંગે પુરાવા આવી રહ્યા છે બહાર
calendar_today January 21, 2026

Sabarimala Gold Theft: ED સામે ઉભા થયા સવાલ, દાન ક્યાં વહેંચવામાં આવ્યું તે અંગે પુરાવા આવી રહ્યા છે બહાર

કેરળમાં ડાબેરી સરકાર તપાસમાં EDની સંડોવણીથી ચિંતિત છે. EDના સૂત્રો દાવો કરે છે કે ભક્તો પાસેથી મળેલા પૈસાનો ગેરઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્રણ રાજ્યોમાં 21 સ્થળોએ દરોડા કેરળના સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીએ મોટો ખળભળાટ મચાવ્યો છે. ED આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. એક દિવસ પહેલા, EDએ ત્રણ રાજ્યોમાં 21 સ્થળોએ દરોડા પાડ્યા હતા. પરંતુ હવે ED પર જ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કેરળમાં ડાબેરી સરકારનો દાવો છે કે કેન્દ્ર સરકાર કેન્દ્રીય એજન્સીઓ મોકલીને અમને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલે EDની ભૂમિકા શંકાસ્પદ છે. દરમિયાન, ભાજપનો દાવો છે કે રાજ્ય સરકાર આરોપીઓને બચાવવા માટે રચાયેલી SITનો ઉપયોગ કરી રહી છે. મની લોન્ડરિંગના દ્રષ્ટીકોણથી તપાસ થઇ શરુ સબરીમાલા મંદિર સોનાની ચોરીનો મામલો મુખ્યત્વે મંદિરના દ્વારપાલ મૂર્તિઓ અને ગર્ભગૃહના દરવાજાના ચોકઠામાંથી સોનાના ગાયબ થવાનો છે. એવો આરોપ છે કે મંદિરને ભેટ અને દાન તરીકે મળેલા સોના અને અન્ય કિંમતી વસ્તુઓની યોગ્ય રીતે નોંધ લેવામાં આવી ન હતી અને તેની ઉચાપત કરવામાં આવી છે. કેરળ સરકારે આ મામલાની તપાસ માટે SIT રચી હતી. જેનું નિરીક્ષણ કેરળ હાઈકોર્ટ કરી રહ્યું છે. પોલીસ કડક સુરક્ષા હોવા છતાં સોનું કેવી રીતે ગાયબ થયું તે નક્કી કરવાનો પ્રયાસ કરી રહી હતી. EDના દરોડામાં શું મળ્યું? EDએ ત્રણ રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, દરોડા ફક્ત સોનાની ચોરી સુધી મર્યાદિત ન હતા. પરંતુ હવે મંદિરનું સંચાલન કરતા ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ પણ સંપૂર્ણ તપાસ હેઠળ આવ્યું છે. સબરીમાલામાં મળેલા દાનના સંચાલનમાં ગંભીર ગેરરીતિઓ મળી આવી હતી. પ્રસાદનો યોગ્ય હિસાબ રાખવામાં આવ્યો ન હતો અને ભંડોળના ખર્ચમાં અનિયમિતતાઓ મળી આવી હતી. આ પણ વાંચોઃ Bangladesh અને Pakistan વચ્ચે કરાર, આર્મીએ ખોલ્યુ ઇસ્લામિક ઇન્સ્ટીટ્યુટ, સેનાના જવાનોને અપાશે તાલીમ

Read Full Story arrow_forward