android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Delhiથી હિમાલય સુધી બદલાશે માહોલ! હવામાન વિભાગની ભયાનક આગાહી
calendar_today January 21, 2026

Delhiથી હિમાલય સુધી બદલાશે માહોલ! હવામાન વિભાગની ભયાનક આગાહી

છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં શિયાળાની ઠંડીથી થોડી રાહત મળી હતી. દિવસના તાપમાનમાં વધારો થયો હતો અને લોકો થોડી ગરમીનો અનુભવ કરી રહ્યા હતા. પરંતુ હવે આ રાહત ટૂંક સમયમાં પૂરી થવાની છે. ભારતીય હવામાન વિભાગ મુજબ, 21 જાન્યુઆરીની રાત્રે એક તીવ્ર પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જેના સ્પષ્ટ અસર 22 જાન્યુઆરીથી જોવા મળશે. આ પછી 26 થી 28 જાન્યુઆરી વચ્ચે બીજી વધુ શક્તિશાળી હવામાન સિસ્ટમ પણ ઉત્તર ભારતને અસર કરી શકે છે. પર્વતીય વિસ્તારોમાં શું થશે? 22 થી 26 જાન્યુઆરી દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વ્યાપક વરસાદ અને ભારે હિમવર્ષાની શક્યતા છે. ખાસ કરીને 22 અને 23 જાન્યુઆરીએ કાશ્મીર ખીણમાં ભારે બરફ પડી શકે છે, જ્યારે 23 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચા વિસ્તારોમાં તીવ્ર હિમવર્ષા થવાની સંભાવના છે. આના કારણે ગુલમર્ગ, મનાલી, શિમલા જેવા લોકપ્રિય પર્યટન સ્થળો સંપૂર્ણ રીતે બરફની સફેદ ચાદરથી ઢંકાઈ શકે છે. સાથે જ ઠંડીનું મોજું વધુ તીવ્ર બનશે, જેના કારણે સામાન્ય જીવન અને વાહનવ્યવહાર પર અસર પડી શકે છે. મેદાની વિસ્તારોમાં હવામાનની અસર 22 થી 24 જાન્યુઆરી દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. સાથે જ 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દિલ્હીમાં 23 જાન્યુઆરીએ હળવો વરસાદ પડી શકે છે, જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે. લઘુત્તમ તાપમાન 6 થી 9 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ યથાવત રહેશે, જેના કારણે દૃશ્યતા ઘટશે અને રોડ, રેલ તથા હવાઈ મુસાફરી પર અસર પડી શકે છે. અચાનક ગરમી કેમ વધી હતી? છેલ્લા દિવસોમાં પશ્ચિમી વિક્ષેપ નબળો પડતા અને આકાશ સ્વચ્છ રહેતા દિવસના તાપમાનમાં વધારો થયો હતો. સૂર્યપ્રકાશ વધુ મળવાથી લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા હતા. પરંતુ હવે નવી હવામાન સિસ્ટમના આગમન સાથે ઠંડા પવનો ફરી ઉત્તર-પશ્ચિમ તરફથી ફૂંકાશે, જેના કારણે ઠંડી પાછી ફરશે. હવામાન નિષ્ણાતો અનુસાર, વરસાદના કારણે હવામાં રહેલું પ્રદૂષણ ઘટશે, જે સ્વાસ્થ્ય માટે રાહતરૂપ રહેશે. જોકે, વરસાદ અને હિમવર્ષા બાદ ફરી એક વખત કડકડતી ઠંડીનો દોર આવી શકે છે, જે ગયા અઠવાડિયા જેટલો જ તીવ્ર હોઈ શકે છે. સાવચેતી રાખવાની સલાહ IMD એ આગામી સાત દિવસ માટે પશ્ચિમી હિમાલય વિસ્તારમાં વરસાદ અને બરફની ચેતવણી આપી છે. ખેડૂતોને પાકની સુરક્ષા માટે પગલાં લેવા, પર્યટકોને મુસાફરી પહેલા હવામાન અપડેટ્સ તપાસવા અને સામાન્ય લોકોને ઠંડી સામે પૂરતી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં પવન, વરસાદ, ધુમ્મસ અને તાપમાનમાં મોટા ફેરફારો જોવા મળશે. ખાસ કરીને દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશમાં ઠંડી ફરી જોર પકડશે, જેથી લોકોને શિયાળાની કડક ઠંડીનો ફરી અનુભવ થવાની પૂરી શક્યતા છે.આ પણ વાંચો : Madhya Pradesh : ઝાબુઆમાંમાં વિદ્યાર્થીનીઓથી ભરેલી રાઇડ હવામાં તૂટી પડી, ઘટનાસ્થળે અફરાતફરી

Read Full Story arrow_forward
27 વર્ષની સેવા બાદ સુનિતા વિલિયમ્સ નિવૃત્ત, સ્પેસમાં 608 દિવસનો ઐતિહાસિક રેકોર્ડ
calendar_today January 21, 2026

27 વર્ષની સેવા બાદ સુનિતા વિલિયમ્સ નિવૃત્ત, સ્પેસમાં 608 દિવસનો ઐતિહાસિક રેકોર્ડ

“કોઈ સપનાઓ જુએ છે આકાશ તરફ, તો કોઈ આકાશને પોતાનું ઘર બનાવી લે છે.” ધરતીની સીમાઓ પાર કરીને, તારાઓ વચ્ચે પોતાની ઓળખ બનાવનાર, ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ આજે માત્ર એક નામ નથી, પરંતુ હિંમત, સમર્પણ અને સપનાઓની પ્રેરણા છે. સુનિતા વિલિયમ્સે અમેરિકાની અવકાશ સંસ્થા નાસામાંથી સત્તાવાર રીતે નિવૃત્તિ લીધી છે. તેમણે નાસામાં કુલ 27 વર્ષ સુધી સેવા આપી અને આ સમયગાળા દરમિયાન ત્રણ અલગ-અલગ સ્પેસ મિશનમાં ભાગ લઈને કુલ 608 દિવસ અવકાશમાં વિતાવ્યા. આ સમયગાળો કોઈપણ નાસા અવકાશયાત્રી માટે બીજો સૌથી લાંબો કુલ અવકાશ નિવાસ છે. જાહેર કરેલી માહિતી અનુસાર નાસાએ જાહેર કરેલી માહિતી અનુસાર, સુનિતા વિલિયમ્સની નિવૃત્તિ 27 ડિસેમ્બર, 2025થી અમલમાં આવી છે. તેમનું તાજેતરનું સ્પેસ મિશન ખાસ ચર્ચામાં રહ્યું હતું, કારણ કે તેઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર માત્ર 10 દિવસ માટે ગયા હતા, પરંતુ ટેક્નિકલ કારણોસર તેમને ત્યાં લગભગ સાડા નવ મહિના રોકાવું પડ્યું હતું. નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેને સુનિતા વિલિયમ્સના યોગદાનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “સુની વિલિયમ્સ માનવ સ્પેસ ફ્લાઇટમાં અગ્રણી રહી છે. તેમના નેતૃત્વ અને સંશોધન કાર્યએ ભવિષ્યના અવકાશ મિશનો માટે મજબૂત પાયો તૈયાર કર્યો છે.” 608 દિવસ અવકાશમાં – એક અદભુત રેકોર્ડ સુનિતા વિલિયમ્સ 1998માં નાસામાં જોડાયા હતા. ત્રણ સ્પેસ ફ્લાઇટ્સ દરમિયાન તેમણે 608 દિવસ અવકાશમાં વિતાવ્યા, જે નાસાના ઇતિહાસમાં બીજો સૌથી લાંબો સમય છે. એક અમેરિકન અવકાશયાત્રી દ્વારા કરવામાં આવેલી સૌથી લાંબી સિંગલ સ્પેસ ફ્લાઇટની યાદીમાં તેઓ છઠ્ઠા ક્રમે આવે છે. સ્પેસવોકમાં પણ આગવી સિદ્ધિ સુનિતા વિલિયમ્સે કુલ 9 સ્પેસવોક પૂર્ણ કર્યા છે, જેમાં તેમણે 62 કલાક અને 6 મિનિટ અવકાશમાં વિતાવ્યા છે. આ કોઈપણ મહિલા અવકાશયાત્રી દ્વારા કરાયેલો સૌથી વધુ સ્પેસવોક સમય છે. નાસાની સર્વકાલીન યાદીમાં તેઓ ચોથા ક્રમે આવે છે. ખાસ વાત એ છે કે તેઓ અવકાશમાં મેરેથોન દોડનારી પ્રથમ વ્યક્તિ પણ રહી છે. ભારતીય મૂળ અને ગુજરાત સાથે નાતો સુનિતા વિલિયમ્સના પિતા દીપક પંડ્યા એક ન્યુરોએનાટોમિસ્ટ હતા અને તેઓ ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં જન્મેલા હતા. બાદમાં તેઓ અમેરિકા સ્થાયી થયા અને સ્લોવેનિયન મૂળની બોની પંડ્યા સાથે લગ્ન કર્યા. સુનિતાનો જન્મ અમેરિકામાં થયો હતો અને તેઓ અમેરિકન નાગરિક છે, છતાં ભારત અને ખાસ કરીને ગુજરાત સાથે તેમનો ભાવનાત્મક નાતો રહ્યો છે.આ પણ વાંચો : Delhiથી હિમાલય સુધી બદલાશે માહોલ! હવામાન વિભાગની ભયાનક આગાહી

Read Full Story arrow_forward
Stock Market Opening: ટ્રમ્પની ટેરિફ ધમકીથી શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ અને નિફ્ટી નિશાને
calendar_today January 21, 2026

Stock Market Opening: ટ્રમ્પની ટેરિફ ધમકીથી શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ અને નિફ્ટી નિશાને

બુધવારે ભારતીય શેરબજારની શરૂઆત નબળી થઇ.  નબળા એશિયન બજારો વચ્ચે નીચા સ્તરે ખુલ્યા. ગ્રીનલેન્ડને લઈને અમેરિકા અને યુરોપ વચ્ચેના તણાવે રોકાણકારોની ચિંતામાં વધારો કર્યો છે. આનાથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી છે, જેના કારણે બજારમાં અસ્થિરતા જોવા મળી છે.લાલ નિશાનમાં ખૂલ્યું શેરબજાર  30  શેરો ધરાવતો BSE સેન્સેક્સ 81794 પોઈન્ટના નોંધપાત્ર ઘટાડા સાથે ખુલ્યો. ખુલ્યા પછી તરત જ તેમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી. સવારે 9.38 કલાકે −137.72 પોઇન્ટના ઘટાડા સાથે 82,042.75 અંકે ખૂલ્યો.. જ્યારે નિફ્ટી  23.25 પોઇન્ટના ઘટાડા સાથે 25,209.25 અંકે ખૂલ્યો.  ટ્રમ્પે 200% ટેરિફની ધમકી આપી અમેરિકાએ ફરી એકવાર ટેરિફ બોમ્બ ફેંક્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા શનિવારે આઠ યુરોપિયન દેશો પર 10% ટેરિફની જાહેરાત કરી હતી, જે 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. અમેરિકાની ગ્રીનલેન્ડ યોજનાના વિરોધના જવાબમાં આ ટ્રમ્પ ટેરિફ ચેતવણી જારી કરવામાં આવી છે, અને ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે જો ગ્રીનલેન્ડના જોડાણમાં કોઈ અવરોધો આવશે, તો 1 જૂનથી ટેરિફ વધારીને 25% કરવામાં આવશે. આ પછી, ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક ફ્રેન્ચ વાઇન અને શેમ્પેન પર 200% ટેરિફ લાદવાની નવી ધમકી આપી. જાપાનથી કોરિયા સુધી બજાર કડાકો ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા આ નવા ખતરાની સીધી અસર એશિયન શેરબજારો પર ગભરાટના સ્વરૂપમાં પડી છે. બુધવારે જ્યારે ટ્રેડિંગ શરૂ થયું ત્યારે મોટાભાગના એશિયન શેરબજારો ફ્રી ફોલમાં હતા. જાપાનનો નિક્કી 297 પોઈન્ટ ઘટીને 52,693 પર બંધ થયો, જે શરૂઆતના ટ્રેડિંગમાં 796 પોઈન્ટ ઘટીને 52,194 પર બંધ થયો હતો. જાપાન ઉપરાંત, હોંગકોંગનો હેંગ સેંગ 112 પોઈન્ટ ઘટીને 26,423 પર બંધ થયો. દક્ષિણ કોરિયાનો KOSPI ઇન્ડેક્સ પણ 1 ટકાથી વધુ ઘટ્યો. અન્ય બજારોમાં, ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200, DAX અને CAC પણ રેડ ઝોનમાં દેખાયા. અમેરિકામાં જ પરિસ્થિતિ ભયાનક ટ્રમ્પ ટેરિફની અસર ફક્ત એશિયન બજારોમાં જ નહીં પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ મોટા પાયે અનુભવાઈ છે. ગઈકાલે યુએસ શેરબજારો પણ તીવ્ર નુકસાન સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 870 પોઈન્ટ ઘટીને 48509  પર બંધ થયો, જ્યારે S&P ૫૦૦ ઇન્ડેક્સ પણ અવ્યવસ્થિત દેખાયો. બંધ થતાં સુધીમાં તે 143 પોઈન્ટ ઘટીને  6817 પર બંધ થયો.

Read Full Story arrow_forward