android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navsari News : બેલારુસમાં ફસાયેલી નવસારીની મહિલાએ કર્યો વધુ એક ખુલાસો, અનેક લોકો બેલારુસમાં ફસાયા હોવાનો દાવો કર્યો
calendar_today January 21, 2026

Navsari News : બેલારુસમાં ફસાયેલી નવસારીની મહિલાએ કર્યો વધુ એક ખુલાસો, અનેક લોકો બેલારુસમાં ફસાયા હોવાનો દાવો કર્યો

સુરત, વડોદરા અને ભરૂચના યુવાનો પણ બેલારુસમાં ફસાયા હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો છે અને બેલારુસમાં ગુજરાતી યુવાનેઓ કરી મદદની પહેલ અને યુવાનો એજન્ટોના પાપે મુશ્કેલીમાં મૂકાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જે લોકો મદદે પહોંચ્યા છે તેમનું કહેવું છે કે, અનેક લોકો બેલારુસમાં ફસાયા છે. બેલારુસમાં ફસાયેલી નવસારીની મહિલાનો વધુ એક વીડિયો સામે આવ્યો નવસારીની મીના જોષીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમનું કહેવું છે કે, એજન્ટોના કારણે ઘણા લોકો અહીંયા ફસાયા છે અને નવસારીની મહિલાને મદદ માટે બેલારુસમાં સ્થાયી ગુજરાતી યુવાન પહોચતા થયો સમગ્ર ખુલાસો અને નવસારીની મીના જોષીએ પોતાના ઉપર ખોટા આક્ષેપ થઈ રહ્યા હોવાની પણ કરી વાત, મીનાએ ભારત પરત ફરી એજન્ટો સામે લડી લેવાની તૈયારી બતાવી છે. બેલારૂસમાં ફ્રૂટ પેકિંગમાં નોકરી અને 70 હજારથી 80 હજાર પગાર મળશે તેવું કહીને મોકલાઇ હતી.મહિલાનો દાવો છે કે તે દેવું કરીને વિદેશ પહોંચી હતી આ સમગ્ર ઘટનામાં મહિલાનું કહેવું છે કે, તે દેવું કરીને વિદેશ પહોંચી હતી અને 80 હજારના પગારની લાલચ એજન્ટે આપી હતી અને ઓવરટાઈમના પગારની પણ વાત કરી હતી, તો વડોદરાના એજન્ટે બેલારૂસ માટે 5 થી 6 લાખ જેટલી રકમ લીધી હતી અને જે રીતે કામ અને પગારની વાત કરી હતી તે પગાર મળી રહ્યો નથી તેવો મહિલાનો દાવો છે. મહિલાનું કહેવું છે કે, વડોદરામાં એજન્ટની ઓફિસ આવેલી છે અને બે ભાઈઓ છે જે લોકોને વિદેશ મોકલી રહ્યાં છે અને એજન્ટ તરીકે વિદેશ મોકલે છે. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં બેવડી ઋતુની અસર, ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા બે ઋતુનો અનુભવ કરતા શહેરીજનો 

Read Full Story arrow_forward
Gandhinagar News : ગુજરાતમાં SIRની કામગીરી સામે મોટો પ્રશ્નાર્થ, SIRના કારણે રાજયમાં મતદારોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે
calendar_today January 21, 2026

Gandhinagar News : ગુજરાતમાં SIRની કામગીરી સામે મોટો પ્રશ્નાર્થ, SIRના કારણે રાજયમાં મતદારોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે

મતદારોનું મૃત્યુ, મતદારોના સરનામા મળ્યા નથી અને મતદારોના નામ બે ઠેકાણે નોંધાતા રદ કર્યાં છે, 9.58 લાખ મતદારો રદ કરવા માટે દાવા અને 9.58 લાખ મતદારોને નોટીસ બાદ હિયરીંગ થશે, SIRના કારણે રાજ્યમાં મતદારોની સંખ્યામાં ઘટાડો થશે અને મતદારોની સંખ્યા 5.8 કરોડ માંથી 4.34 કરોડ થઈ શકે છે.SIRની પક્રિયા સામે સવાલો ઉઠયા સ્પેશ્યલ ઈન્ટેન્સીવ રિવિઝન-SIRને કારણે ગુજરાતમાં મતદારોની સંખ્યા ૫.૦૮ કરોડમાંથી પટીને ૪.૩૪ કરોડ થઈ છે. મતદાર યાદીને ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા-ECIએ જયારે બે મહિના બુથ લેવલ ઓફિસર- BIOને ડોર ટુ ડોર મોકલીને ખરાઈ કરાવી હોય અને તેના કારણે ૭૩.૭૩ લાખ બોગસ મતદારોને શોધીને પાદીમાંથી રદ કર્યા હોય તેમ છતાંય રાજકીય પક્ષો, અન્ય મતદારો દ્વારા હજી પણ ૯.૫૮ લાખ નામો "બોગસ હોવાનું શોધી કાઢતા સમગ્ર SIRની પક્રિયા સામે સવાલો ઉઠયા છે.ભાજપ તરફથી જ 2.78.247 નામી ઉમેરવા માટેની અરજીઓ છે ગુજરાતમાં પણ પશ્ચિમ બંગાળ જેવા આરોપ-પ્રતિઆરોપની સ્થિતિ રાજકીય ન ઉદભવે તો જ નવાઈ! કહેવાય છે કે, મતદાર યાદીમાંથી નામો રદ્દ કરવા અને ઉમેરવા અર્થાત વાંધા અરજી માટે ૧૮મી જાન્યુઆરી છેલ્લો દિવસ હતો. આ છેલ્લા દિવસોમાં જ ચાર લાખથી વધારે વાંધા રજી થઈ છે. ECIના ગુજરાત સ્થિત ચીફ ઈલેક્ટોરલ ઓફિસર- CEOનું તંત્ર હજી સુધી વિધાનસભા બેઠક મુજબ કેટલા વોંધા અને અરજીઓ થઈ છે તેનો કોઈ વિસ્તૃત અહેવાલ જાહેર કરી શકયુ નથી ! પરંતુ, ૧૯મી જાન્યુઆરીની સ્થિતિએ તૈયાર એક સંયુક્ત બુલેટીનમાં કુલ ૨.૨૨,૦૨૩ નામો ઉમેરવાની અરજીઓ થયાનું કહેવાયુ છે. જેમાં ભાજપ તરફથી જ ૨.૭૮.૨૪૭ નામી ઉમેરવા માટેની અરજીઓ છે. ઉલ્લેખનિય છે કે, SIRની સમય પ્રક્રિયામાં ગુજરાતમાં માન્ય રાજકીય પક્ષો પૈકી એક માત્ર ભાજપે જ તમામ બુથ ઉપર પોતાના પોલિટિકલ એજન્ટ-BLLA નિયુક્ત કર્યા હતા.આ પણ વાંચો : Navsari News : બેલારુસમાં ફસાયેલી નવસારીની મહિલાએ કર્યો વધુ એક ખુલાસો, અનેક લોકો બેલારુસમાં ફસાયા હોવાનો દાવો કર્યો

Read Full Story arrow_forward
Gandhinagar News : ગુજરાતની ખેતી બેન્કનાં બ્રાન્ડ એમ્બેસેડર નિરમા ઠાકોરે ટાટા મુંબઈ મેરાથોન 2026 માં રજત પદક જીત્યો
calendar_today January 21, 2026

Gandhinagar News : ગુજરાતની ખેતી બેન્કનાં બ્રાન્ડ એમ્બેસેડર નિરમા ઠાકોરે ટાટા મુંબઈ મેરાથોન 2026 માં રજત પદક જીત્યો

અદભુત ધીરજ અને રમતગમતની કુશળતાનો પરિચય આપતા, પાટણ તાલુકાના હાજીપુર ગામની સાદી પૃષ્ઠભૂમિમાંથી આવેલી નિરમા ઠાકોરે 19મી ટાટા મુંબઈ ફુલ મેરેથોન 2026 માં ઇન્ડિયન ઈલાઈટ મહિલા વર્ગમાં વિજય મેળવ્યો. ગરીબ ખેડૂતની દીકરી નિરમાએ પડકારજનક 41.195 કિમીનું અંતર પાર કરી 2 કલાક, 49 મિનિટ અને 07 સેકન્ડમાં મેરેથોન પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો. નિરમા ઠાકોરે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં 19થી વધુ મેડલ જીત્યા છે તેમની સિલ્વર મેડલની આ જીત માત્ર રમતગમતની સિદ્ધિ નથી,પરંતુ સહકારથી સમૃદ્ધિનો જીવંત ઉદાહરણ છે, જ્યાં સહકાર વ્યક્તિને સશક્ત બનાવે છે, સમુદાયને ઉન્નત કરે છે અને સપનાઓને હકીકતમાં ફેરવે છે. ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલી નિરમા ઠાકોરની યાત્રા સંઘર્ષ, ત્યાગ અને અડગ સંકલ્પની પ્રેરણાદાયક કહાની છે. આર્થિક મુશ્કેલીઓ અને સામાજિક અવરોધોને પાર કરીને તેમણે આજે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં 19થી વધુ મેડલ જીત્યા છે. તેમની સિદ્ધિ એ સાબિત કરે છે કે સહકાર અને તકનો આધાર મળે તો પ્રતિભા ઇતિહાસ રચી શકે છે. ખેતી બેંકને તેની બ્રાન્ડ એમ્બેસેડર પર હૃદયથી ગર્વ છે અખૂટ મહેનત અને અડગ આત્મવિશ્વાસથી ખેતી બેંકની -ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્ક બ્રાન્ડ એમ્બેસેડર નિરમા ઠાકોરએ ટાટા મુંબઈ મેરાથોન 2026 માં રજત પદક જીતીને સપનાઓને સિદ્ધિમાં ફેરવ્યા છે. આ ગૌરવના ક્ષણે ખેતી બેંકનાં ચેરમેન ડોલર કોટેચાએ બેંકની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કુમારી નિરમા ઠાકોરની આ સફળતાને ખેતી બેંક માટે ગૌરવ અને દેશની યુવા શક્તિ માટે પ્રેરણા ગણાવી છે. ખેતી બેંકનાં ચેરમેન ડોલર કોટેચાએ આગળ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહના દૂરદર્શી અને પ્રેરણાદાયક નેતૃત્વ હેઠળ દેશમાં રમતગમત, ફિટનેસ અને મહિલા સશક્તિકરણને મળતું મજબૂત પ્રોત્સાહન આવી ઐતિહાસિક સિદ્ધિઓનું આધારસ્તંભ બની રહ્યું છે. ખેતી બેંકને તેની બ્રાન્ડ એમ્બેસેડર પર હૃદયથી ગર્વ છે. ખેતી બેંક આ સિલ્વર વિજયને ગૌરવપૂર્વક વંદન કરે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના દ્રષ્ટિવંત નેતૃત્વથી પ્રેરાઈ ભારત દેશ આજે રમતગમત, ફિટનેસ અને મહિલા સશક્તિકરણની એક શક્તિશાળી પુનર્જાગૃતિનો સાક્ષી બની રહ્યો છે, જ્યાં અત્યંત ગરીબ પરિવારોમાંથી આવેલા બાળકો આત્મવિશ્વાસ અને ગૌરવ સાથે વૈશ્વિક મંચ પર પગલા મૂકી રહ્યા છે. ખેતી બેંક એ માત્ર આર્થિક વ્યવહારો પૂરતી સીમિત નથી પરંતુ ગરવા ગુજરાત રાજ્યના ખમીરવંતા ખેડૂતો અને ગુજરાતનાં યુવાનોને પ્રોત્સાહન તેમજ એક સહકારથી સમૃદ્ધિના નૂતન વિચારને મૂર્તિમંત કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાનું કાર્ય પણ કરે છે અને સદૈવ કરતી રહેશે. ખેતી બેંક આ સિલ્વર વિજયને ગૌરવપૂર્વક વંદન કરે છે અને સહકારી દ્રષ્ટિકોણ પ્રત્યે પોતાની અડગ પ્રતિબદ્ધતાને પુનઃદૃઢ કરે છે. આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતમાં SIRની કામગીરી સામે મોટો પ્રશ્નાર્થ, SIRના કારણે રાજયમાં મતદારોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે

Read Full Story arrow_forward