android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: જમીન કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ, ED દ્વારા તત્કાલીન કલેકટરના PA, કલાર્ક અને વકીલને તેડું
calendar_today January 21, 2026

Surendranagar: જમીન કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ, ED દ્વારા તત્કાલીન કલેકટરના PA, કલાર્ક અને વકીલને તેડું

સુરેન્દ્રનગરમાં સામે આવેલા બહુચર્ચિત જમીન કૌભાંડ મામલે હવે તપાસનો ધમધમાટ વધુ તેજ બન્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આ કેસમાં સંડોવાયેલા તત્કાલીન કલેકટરના PA, કલાર્ક તેમજ વકીલને પૂછપરછ માટે તેડું પાઠવવામાં આવ્યું છે.અગાઉ કલેક્ટરને ત્યાં દરોડા પડાયા હતા મળતી માહિતી અનુસાર, આ જમીન કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવનાર તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને ચંદ્રસિંહ મોરીના ઠેકાણે અગાઉ ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા મળ્યા દરોડા દરમિયાન મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા મળ્યા હોવાની શક્યતા છે, જેના આધારે હવે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. કલેકટરના PA જયરાજસિંહ ઝાલા અને કલાર્ક મયુરસિંહ ગોહિલને ED દ્વારા સમન્સ આ મામલે તત્કાલીન કલેકટરના PA જયરાજસિંહ ઝાલા અને કલાર્ક મયુરસિંહ ગોહિલને ED દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે. બંનેને જમીન વ્યવહારો, ફાઇલ પ્રક્રિયા અને નાણાકીય લેવડદેવડ અંગે વિગતવાર પૂછપરછ કરવામાં આવશે. વકીલ ચેતન કણઝરીયાને પણ પૂછપરછ માટે દિલ્હી બોલાવવામાં આવ્યા આ ઉપરાંત, જમીન કૌભાંડના આરોપ સાથે સંકળાયેલા વકીલ ચેતન કણઝરીયાને પણ પૂછપરછ માટે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. વકીલની ભૂમિકા અને કાયદાકીય દસ્તાવેજોની તપાસ ED દ્વારા કરવામાં આવી રહી છે. કરોડો રૂપિયાની ગેરરીતિની આશંકા જમીન કૌભાંડમાં કરોડો રૂપિયાની ગેરરીતિની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. EDની કાર્યવાહીથી જિલ્લાના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા સેવાઈ રહી છે. આ પણ વાંચો-----    Dholka: ચંડીસર પાસે ટ્રકની ટક્કરે ધોળકા પાલિકાના મહિલા કાઉન્સિલરના પતિનું મોત નીપજ્યું

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ગુજરાતમાં ઠંડીનો ચમકારો ઘટયો, પવનોની દિશા બદલાતા ઠંડી ઘટી
calendar_today January 21, 2026

Gujarat Latest News Live : ગુજરાતમાં ઠંડીનો ચમકારો ઘટયો, પવનોની દિશા બદલાતા ઠંડી ઘટી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 21 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Weather News : ગુજરાતમાં બેવડી ઋતુની અસર, ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા બે ઋતુનો અનુભવ કરતા શહેરીજનો
calendar_today January 21, 2026

Weather News : ગુજરાતમાં બેવડી ઋતુની અસર, ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા બે ઋતુનો અનુભવ કરતા શહેરીજનો

અમદાવાદમાં 13.3, ગાંધીનગરમાં 13.7 ડિગ્રી, ડીસામાં 11.9, વલ્લભ વિદ્યાનગરમાં 14.2 ડિગ્રી, વડોદરામાં 12.2, સુરતમાં 15.1 ડિગ્રી, દમણ 15.0 ડિગ્રી, ભુજમાં 14.8, નલિયામાં 10.8 ડિગ્રી, કંડલા એરપોર્ટ 11.4, અમરેલીમાં 11.6 ડિગ્રી, ભાવનગરમાં 14.6, દ્વારકામાં 17.8 ડિગ્રી, ઓખામાં 19.6, પોરબંદરમાં 11.0 ડિગ્રી, રાજકોટમાં 11.5, વેરાવળમાં 15.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 14.5, મહુવામાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. રાજસ્થાનનું પિલાની દેશનું સૌથી ઠંડુ શહેર રહ્યુંહતું તે દિલ્હીના આયાનગરમાં પારો ૨.૯ ડિગ્રી રેકોર્ડ થયો હતો. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું. આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતમાં ઠંડીનો ચમકારો ઘટયો, પવનોની દિશા બદલાતા ઠંડી ઘટી 

Read Full Story arrow_forward