android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather News : ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત, કેશોદ સૌથી ઠંડુગાર શહેર બન્યું
calendar_today January 17, 2026

Weather News : ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત, કેશોદ સૌથી ઠંડુગાર શહેર બન્યું

રાજ્યનું સૌથી નીચું તાપમાન કેશોદમાં 8.1 ડિગ્રી નોંધાયું છે, કંડલા એરપોર્ટમાં 8.6 ડિગ્રી, નલિયામાં 9.2 ડિગ્રી, અમરેલીમાં 9.4, દીવમાં 10.3 ડિગ્રી તાપમાન, ડીસામાં 11 ડિગ્રી, અમદાવાદમાં 14.5 ડિગ્રી, ભુજમાં 12.4 ડિગ્રી, મહુવામાં 12.5 ડિગ્રી, પોરબંદરમાં 13.6 ડિગ્રી, વેરાવળમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર ભારતમાં ઠંડી સતત નિતનવા રેકોર્ડ બનાવી રહી છે ઘણા પહાડી વિસ્તારોમાં બરફની ચાદર છવાઇ ગઇ છે તો મેદાન વિસ્તારોમાં ગાત્રો થીજવતી ઠંડીએ લોકોને કંપારી છોડાવી દીધી છે. દેશના ઘણા વિસ્તારોમાં ભીષણ ઠંડીને કારણે પારો શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી ગયો છે અને ઘણા સ્થળોએ ઠંડીએ રેકોર્ડ તોડયો છે. ઉત્તર ભારતમાં આકરી ઠંડી પડી રહી છે. અહીં બે દિવસ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં શીતલહેરની ચેતવણી અપાઈ છે. ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં 14 જાન્યુઆરીએ પણ ભારે ઠંડી પડશે. જોકે, તે બાદ તેમાં રાહત મળશે અને ઠંડીમાં કમી આવશે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. રાજસ્થાનનું પિલાની દેશનું સૌથી ઠંડુ શહેર રહ્યુંહતું તે દિલ્હીના આયાનગરમાં પારો ૨.૯ ડિગ્રી રેકોર્ડ થયો હતો. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું. આ પણ વાંચો :Gujarat Latest News Live : હાડ થીજાવતી ઠંડી સાથે ઠુંઠવાયું ગુજરાત, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો અને હળવો વરસાદ થવાની સંભાવના 

Read Full Story arrow_forward
Surendranagar: તંત્ર રામભરોસે : લીંબડી અને વઢવાણ વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ
calendar_today January 16, 2026

Surendranagar: તંત્ર રામભરોસે : લીંબડી અને વઢવાણ વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ

સુરેન્દ્રનગર જિલ્લામાં તત્કાલીન કલેકટર સસ્પેન્ડ થયા બાદ તંત્ર રામભરોસે ચાલતુ હોય એમ માત્ર ચોટીલા ડીવીઝનમાં જ ખનીજચોરી ઝડપાય છેપરંતુ વઢવાણ અને લીંબડી ડીવીઝનમાં બેફામ ખુલ્લેઆમ ખનીજચોરી થતી હોવા છતાય ડેપ્યુટી કલેકટર,મામલતદાર દ્વારા કાર્યવાહી નહી કરાતી હોવાથી મીલીભગતની આશંકા સેવાઇ રહી છે. વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર કલેકટર સસ્પેન્ડ થયા બાદ ડી.ડી.ઓ.ને ઇન્ચાર્જ કલેકટરનો ચાર્જ સોંપાયો છે. ત્યારે ચોટીલા ડેપ્યુટી કલેકટર દ્વારા રાતદિવસ રેડો કરી ખનીજ ચોરી ઝડપાઇ રહી છે પરંતુ લીંબડી ડીવીઝન અને વઢવાણ ડીવીઝનમાં ખુલ્લેઆમ કાર્બોસેલ, રેતી અને બ્લેક ટ્રેપની ખનીજ ચોરી કરી હાઇવે ઉપર ડમ્પરો દોડી રહયા છે. તેમ છતાય વઢવાણ કે લીંબડી ડેપ્યુટી કલેકટર, મામલતદાર દ્વારા કડક કાર્યવાહી કરાતી નથી. ત્રણેય ડીવીઝનમાં ગમે ત્યાંથી ખનીજના ગેરકાયદેસર કે ઓવરોડ ડમ્પર ભરાય એ વઢવાણ અને લીંબડી વિસ્તારમાંથી જ અલગ અલગ જિલ્લામાં જતા હોવા છતાય તંત્ર આંખઆડા કાન કરી રહયુ છે. ખુલ્લેઆમ ખનીજચોરી થતી હોવા છતાય ઇન્ચાર્જ કલેકટર તંત્ર ઉપર લગામ નહી કસતા હોઇ ચાર્જ બાદ વહીવટી તંત્ર રામભરોસે ચાલતુ હોય એવુ લાગી રહયુ છે.હવે કાયમી કલેકટરની કયારે નિમણંક થાય છે એની સામે જિલ્લાભરના લોકો નજર માંડીને બેઠા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: ઉત્તરાયણ પર્વે આગના ત્રણ બનાવ : જાનહાનિ નહીં
calendar_today January 16, 2026

Surendranagar: ઉત્તરાયણ પર્વે આગના ત્રણ બનાવ : જાનહાનિ નહીં

સુરેન્દ્રનગર જિલ્લામાં તહેવારોના સમયે આગ લાગવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણ પર્વે પણ સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રામાં આગના બનાવો બન્યા હતા. જેમાં ફાયર ફાઈટરોએ દોડી જઈ આગને કાબુમાં લીધી હતી. સદ્દભાગ્યે ત્રણેય બનાવોમાં કોઈ જાનહાની થઈ ન હતી.સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર આવેલ ગાયત્રી સોસાયટીમાં મદનલાલ મકવાણા રહે છે. તા. 15 જાન્યુઆરીના રોજ સાંજના સમયે તેમના ઘરે ફીટ કરેલા ગેસ ગીઝરે હીટ પકડતા અચાનક આગ લાગી હતી. ગેસ ગીઝર પાસે જ ગેસની બોટલ પણ પડી હોવાથી તુરંત મનપાના ફાયર વિભાગને જાણ કરાઈ હતી. જેમાં દેવાંગ દુધરેજીયા, જય રાવલ સહિતનાઓ દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સદ્દભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. જયારે લીંબડીના ધનજીભાઈ ચોક પાસે આવેલ બંધ રહેણાક મકાનમાં તા. 14ના રોજ મોડી સાંજે અચાનક આગ ભભુકી ઉઠી હતી. બનાવની આસપાસના રહીશોએ લીંબડી પાલીકાને જાણ કરતા પાલીકાની ટીમે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ઝાલાવાડમાં છેલ્લા થોડા સમયથી ઉત્તરાયણ પર્વે સાંજે લોકો ફટાકડા પણ ફોડે છે. ત્યારે આ ફટાકડાને લીધે આગ લાગી હોવાનું પ્રાથમીક અનુમાન લગાવાઈ રહ્યુ છે. જોકે, આ બનાવમાં કોઈ જાનહાની ન થતા લોકોએ રાહત અનુભવી હતી. બીજી તરફ ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર આવેલ ભવાની જીનમાં ઉત્તરાયણ પર્વે આગનો બનાવ બન્યો હતો. જેમાં કપાસના ગોડાઉનમાં આગ ભભુકી ઉઠતા જીનના મજુરો અને ઓફીસ સ્ટાફે આગ પર કાબુ મેળવવા પ્રયાસો કર્યા હતા. અંતે ધ્રાંગધ્રા પાલીકાને જાણ કરવામાં આવતા ફાયર સ્ટાફ 3 ફાઈટરો સાથે જીનમાં દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગને લીધે કપાસના ઢગ બળીને રાખ થઈ ગયા હતા. જોકે, કોઈ જાનહાની થઈ ન હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward