android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
તમિલનાડુના તિરુચિરાપલ્લીમા અમાસ પર ભક્તો ઉમટ્યા
calendar_today January 18, 2026

તમિલનાડુના તિરુચિરાપલ્લીમા અમાસ પર ભક્તો ઉમટ્યા

વહેલી સવારથી જ ભક્તોએ પવિત્ર કાવેરી નદીના કિનારે પિતૃ તર્પણ (તર્પણમ) જેવી પૂર્વજોની આત્મશાંતિ માટેની વિધિઓ કરી હતી.

Read Full Story arrow_forward
Junagadh News : જૂનાગઢના ગડુમાં લૂંટ કરનાર 7 આરોપી ઝડપાયા, લૂંટારુઓએ વૃદ્ધને બેફામ માર મારી લૂંટ ચલાવી હતી
calendar_today January 18, 2026

Junagadh News : જૂનાગઢના ગડુમાં લૂંટ કરનાર 7 આરોપી ઝડપાયા, લૂંટારુઓએ વૃદ્ધને બેફામ માર મારી લૂંટ ચલાવી હતી

જૂનાગઢ જિલ્લાના ચોરવાડ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગડુ ગામમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક ઘટના સામે આવી છે. શાંતિનગર વિસ્તારમાં તસ્કરોએ ભારે આતંક મચાવી, એક વૃદ્ધને નિશાન બનાવી લાખોની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા, જેમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગ્રીલ તોડીને ઘરમાં ઘૂસ્યા હતા ગડુના ખેરા ગામ રોડ ઉપર આવેલા શાંતિનગર વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝન સતીશગીરી ગોસ્વામી જ્યારે ઘરમાં નિદ્રાધીન હતા, ત્યારે ચાર શખ્સોએ મકાનની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ગ્રીલ તૂટવાનો અવાજ આવતા સતીશગીરી જાગી ગયા હતા, પરંતુ કંઈ પણ પ્રતિકાર કરે તે પહેલા જ ત્રણ તસ્કરોએ તેમને દબોચી લીધા હતા. લૂંટારુઓએ વૃદ્ધને બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપીને સોના-ચાંદીના દાગીના ક્યાં છે તેમ કહી લૂંટ ચલાવી હતી. લૂંટનો મુખ્ય સૂત્રધાર ફરિયાદીનો પરિચિત જ નીકળ્યો છે ​તસ્કરોએ ઘરમાંથી અંદાજે 10 તોલા સોનાના દાગીના કિંમત રૂ. 8.06 લાખ અને મિલકતના અગત્યના દસ્તાવેજો લૂંટી લીધા હતા. લૂંટ ચલાવ્યા બાદ તમામ શખ્સો અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા, ​આ ફરિયાદ નોંધવામાં આવતાં પોલીસે ચક્રો ગતિમાન કર્યાં અને 7 શખ્સોને ઝડપી લીધા છે, જેમાં મિલન, વસીમ, રાજ, કાનો, અનિલ, કમલેશ અને છગન નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, લૂંટનો મુખ્ય સૂત્રધાર ફરિયાદીનો પરિચિત જ નીકળ્યો છે. સિંચાઈ વિભાગના નિવૃત્ત કર્મચારી સતીષગીરી (રહે. શાંતિનગર, ગડુ)ના ઘરે આરોપી મિલન અને વસીમે અગાઉ પરિચય કેળવ્યો હતો. પોલીસે સોનાના દાગીના જપ્ત કર્યા છે આ બંને શખ્સોએ ફરિયાદી પાસે ₹50,000ની માંગણી કરી હતી, જેનો ઈનકાર કરતા જ તેઓએ લૂંટનું કાવતરું ઘડ્યું હતું, વૃદ્ધ પાસે સોનાના દાગીના હોવાની જાણ હોવાથી, મિલન અને વસીમે અન્ય 5 સાગરીતો સાથે મળી મોડી રાત્રે તાળા તોડી, લાજ-શરમ નેવે મૂકી આ વૃદ્ધને લૂંટી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલા સોનાના તમામ દાગીના જપ્ત કર્યા છે. આ શખ્સો વિરુદ્ધ BNS ની કલમ 309(6), 331(6), 351(3) અને 54 હેઠળ ગુનો નોંધી જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ પણ વાંચો : Junagadh News : જૂનાગઢના વંથલીમાં જમીન પચાવી પાડવાના ત્રાસથી વૃદ્ધે કર્યો આપઘાત, અઢી વીઘા જમીન માટે કાકાના દીકરાએ ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ

Read Full Story arrow_forward
Panchmahal News : પંચમહાલમાં નાયબ કાર્યપાલ ઈજનેર સ્નેહલ શાહ પાસે 74.99% અપ્રમાણસર મિલકત મળતા ACBએ નોંધી ફરિયાદ
calendar_today January 18, 2026

Panchmahal News : પંચમહાલમાં નાયબ કાર્યપાલ ઈજનેર સ્નેહલ શાહ પાસે 74.99% અપ્રમાણસર મિલકત મળતા ACBએ નોંધી ફરિયાદ

આરોપી સ્નેહલકુમાર જશવંતલાલ શાહ, નાયબ કાર્યપાલક ઈજનેર, પાનમ સિંચાઈ પેટા વિભાગ નં.3 ગોધરા વર્ગ-2 વિરૂધ્ધ રૂ.33,73,301/- (74.99 %)ની અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો દાખલ કરતી પંચમહાલ એ.સી.બી. પોલીસ. આરોપી સ્નેહલકુમાર જશવંતલાલ શાહ આરોપી સ્નેહલકુમાર જશવંતલાલ શાહ, નાયબ કાર્યપાલક ઈજનેર, પાનમ સિંચાઈ પેટા વિભાગ નં.3 ગોધરા વર્ગ-2 નાઓએ પોતાની ફરજ કાર્યકાળ દરમ્યાન તા.૦૧/૦૪/૨૦૦૪ થી તા.૩૧/૦૩/૨૦૧૫ સુધી પોતાની કાયદેસરની કુલ આવકની સામે રૂ.૩૩,૭૩,૩૦૧/-(અંકે તેત્રીસ લાખ તોત્તેર હજાર ત્રણસો એક રૂપીયા) ની અપ્રમાણસર મિલકત તેઓએ આર્થિક ફાયદા માટે પોતાની ફરજ કાર્યકાળ દરમ્યાન ગેરકાયદેસર ઇરાદાપુર્વક તેમજ વિવિધ પ્રકારની રીતરસમો અપનાવી, સમૃધ્ધ બની, ગુનાહીત ગેરવર્તણુંક આચરી, અપ્રમાણસર મિલકતનો ગુનો આચરેલ હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન જણાય આવેલ. સરકાર તરફી ફરિયાદ કરવામાં આવી જે તેઓની કાયદેસરની આવકની સરખામણીમાં +૭૪.૯૯ % જેટલી વધુની અપ્રમાણસર મિલકત વસાવેલ હોવાનું તપાસ દરમ્યાન જણાય આવેલ છે. આરોપી સ્નેહલકુમાર જશવંતલાલ શાહ, નાયબ કાર્યપાલક ઈજનેર, પાનમ સિંચાઈ પેટા વિભાગ નં.૩ ગોધરા વર્ગ-૨ નાઓ વિરૂધ્ધ સરકાર તરફે ફરીયાદ આપતા પંચમહાલ એ.સી.બી.પો.સ્ટે.ગોધરા ગુ.ર.નં.૦૨/૨૦૨૬ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૧૩(૧)(ઇ) તથા ૧૩(૨) સાથે વાચતા સુધારા અધિનિયમ ૨૦૧૮ ની કલમ ૧૩(૧)(બી) તથા ૧૩(૨)મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. સરકારી અધિકારી લાંચ માગે તો 1064 પર ફોન કરી જાણ કરો સરકારના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા સરકારી અધિકારી/કર્મચારીઓ દવારા કાયદેસરના મહેનતાણા સિવાય જાહેર જનતા પાસે જો કોઇ ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવે તો તેવા સરકારી અધિકારી/ કર્મચારીઓ અંગેની જાણ એ.સી.બી. ટોલ ફ્રી નંબર ૧૦૬૪, ફોન નંબર ૦૭૯-૨૨૮૬૯૨૨૮, ફેક્સ નંબર ૦૭૯-૨૨૮૬૬૭૭૨, ઇ-મેઇલ cr-acb-ahd@gujarat.gov.in, મોબાઇલ નંબર ૯૦૯૯૯ ૧૧૦૫૫ ઉપર કરવા જાગૃત જનતાને આહવાન કરવામાં આવે છે. આ પણ વાંચો : Junagadh News : જૂનાગઢના ગડુમાં લૂંટ કરનાર 7 આરોપી ઝડપાયા, લૂંટારુઓએ વૃદ્ધને બેફામ માર મારી લૂંટ ચલાવી હતી

Read Full Story arrow_forward