android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Uttarayan : પતંગોત્સવની રંગેચંગે ઉજવણી શરુ, પવન સારો હોવાથી લોકોમાં ઉત્સાહ, આજે દિવસભર સારો પવન રહેવાની શક્યતા
calendar_today January 14, 2026

Uttarayan : પતંગોત્સવની રંગેચંગે ઉજવણી શરુ, પવન સારો હોવાથી લોકોમાં ઉત્સાહ, આજે દિવસભર સારો પવન રહેવાની શક્યતા

ઉત્તરાયણના આજના પાવન પર્વે પતંગ રસિકો માટે ખુશખબર સામે આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે દિવસભર સારો પવન રહેવાની શક્યતા છે, જેના કારણે પતંગ ચગાવનારાઓમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે.રંગબેરંગી પતંગો આકાશમાં લહેરાતા નજરે પડી રહ્યા છે. અમદાવાદમાં વહેલી સવારથી જ અનુકૂળ ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. સવારથી જ છતો પર અને ખુલ્લા મેદાનોમાં રંગબેરંગી પતંગો આકાશમાં લહેરાતા નજરે પડી રહ્યા છે. પવન સારો હોવાથી પતંગ ચગાવવામાં ખાસ મજા આવી રહી છે અને ‘લપેટ–લપેટ’ની બૂમો સાથે લોકો ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે.ઉત્તરાયણના આનંદમાં તલ્લીન બાળકો, યુવાનો અને વૃદ્ધો સૌ કોઈ ઉત્તરાયણના આનંદમાં તલ્લીન બન્યા છે. ખાસ કરીને પતંગબાજીથી વાતાવરણમાં ઉત્સવનો માહોલ સર્જાયો છે. પતંગોત્સવની ધમાલ શરૂ શહેરના વિવિધ વિસ્તારોમાં સૂર્યોદયથી જ પતંગોત્સવની ધમાલ શરૂ થઈ ગઈ છે. પવન અનુકૂળ રહેતા આ વર્ષે ઉત્તરાયણની ઉજવણી વધુ રંગીન અને યાદગાર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ પણ વાંચો----    Gujarat Latest News Live : પતંગ રસિકો માટે સારા સમાચાર, ઉત્તરાયણ પર્વ પર ઠંડીમાં ઘટાડો

Read Full Story arrow_forward
Uttarayan : દાન કરવાનું અનેરૂ મહત્વ એટલે મકરસંક્રાંતિ, અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભક્તોની ભીડ
calendar_today January 14, 2026

Uttarayan : દાન કરવાનું અનેરૂ મહત્વ એટલે મકરસંક્રાંતિ, અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભક્તોની ભીડ

મકરસંક્રાંતિના પવિત્ર પર્વે દાન, પૂણ્ય અને ધાર્મિક કાર્યોનું વિશેષ મહત્વ છે. આ દિવસે સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે અને તેને આધ્યાત્મિક રીતે શુભ માનવામાં આવે છે. આ પર્વ નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યભરમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ અમદાવાદના જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. દાન-પૂણ્ય અને દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં પહોંચ્યા હતા. અનાજ, વસ્ત્ર, તલ, ગોળ તથા દક્ષિણાનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ મકરસંક્રાંતિના દિવસે અનાજ, વસ્ત્ર, તલ, ગોળ તથા દક્ષિણાનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ હોવાનું શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે, જેને ધ્યાનમાં રાખી ઠેર ઠેર દાતાઓ દ્વારા દાન કરવામાં આવ્યું. પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ આ દિવસે ગંગા, યમુના સહિત પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. અનેક શ્રદ્ધાળુઓએ નદી સ્નાન કરી ધાર્મિક પૂજા, જપ, તપ અને દાન કરી પુણ્ય લાભ મેળવ્યો હતો. મકરસંક્રાંતિ પર ગૌ માતાના પૂજનનું પણ અનેરૂ મહત્વ મકરસંક્રાંતિ પર ગૌ માતાના પૂજનનું પણ અનેરૂ મહત્વ છે. અમદાવાદના જગન્નાથ મંદિર તેમજ પાંજરાપોળમાં ગૌ પૂજન માટે ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી. દાન, ભક્તિ અને સેવાભાવ સાથે ઉજવણી ગાયને ઘાસ, ગોળ અને ચારો અર્પણ કરી લોકોએ સુખ-સમૃદ્ધિની કામના કરી હતી. આ રીતે મકરસંક્રાંતિ પર્વે દાન, ભક્તિ અને સેવાભાવ સાથે ઉજવણી કરી લોકો ધાર્મિક આનંદમાં તલ્લીન બન્યા હતા. આ પણ વાંચો----    Uttarayan : પતંગોત્સવની રંગેચંગે ઉજવણી શરુ, પવન સારો હોવાથી લોકોમાં ઉત્સાહ, આજે દિવસભર સારો પવન રહેવાની શક્યતા

Read Full Story arrow_forward
Uttarayan પર્વ પર ઠંડી ઘટતા પતંગ ચગાવવાની મજા આવશે, લોકોમાં ભારે ઉત્સાહ
calendar_today January 14, 2026

Uttarayan પર્વ પર ઠંડી ઘટતા પતંગ ચગાવવાની મજા આવશે, લોકોમાં ભારે ઉત્સાહ

ઉત્તરાયણના પર્વે રાજ્યભરમાં ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે પતંગ રસિકોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. ઠંડી ઓછી થતાં ખુલ્લા આકાશ નીચે પતંગ ચગાવવાની મજા બમણી બની છે અને લોકો ઉત્સાહપૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે.કચ્છના નલિયામાં સૌથી ઓછું 7.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હવામાન વિભાગ મુજબ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાનમાં ફેરફાર નોંધાયો છે. કચ્છના નલિયામાં સૌથી ઓછું 7.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 11.1 ડિગ્રી તો મોટા શહેરમાં રાજકોટમાં 11.1 ડિગ્રી, ભુજમાં 11 ડિગ્રી તાપમાન નોંધાતા સવાર-સાંજ હળવી ઠંડી અનુભવાઈ રહી છે.  અમદાવાદમાં 16 ડિગ્રી અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં 16 ડિગ્રી, અમરેલીમાં 12.4 ડિગ્રી, ડીસામાં 12.3 ડિગ્રી અને કંડલામાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં 12.5 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 13 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. ઠંડીમાં ઘટાડા સાથે પવન અનુકૂળ ઠંડીમાં ઘટાડા સાથે પવન અનુકૂળ રહેતા લોકો વહેલી સવારથી જ છત પર અને મેદાનોમાં પતંગ ચગાવતાં જોવા મળ્યા હતા. હવામાન અનુકૂળ રહેતા આ વર્ષની ઉત્તરાયણ વધુ આનંદદાયક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ પણ વાંચો----    Uttarayan : પતંગોત્સવની રંગેચંગે ઉજવણી શરુ, પવન સારો હોવાથી લોકોમાં ઉત્સાહ, આજે દિવસભર સારો પવન રહેવાની શક્યતા

Read Full Story arrow_forward