android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara : મકરપુરા વિસ્તારમાં 42 વર્ષીય યુવકની હત્યા, માથાભારે મનુ યાદવના પુત્રો અને સાગરિતો કરી હત્યા ફરાર, પોલીસ પહોંચી
calendar_today January 14, 2026

Vadodara : મકરપુરા વિસ્તારમાં 42 વર્ષીય યુવકની હત્યા, માથાભારે મનુ યાદવના પુત્રો અને સાગરિતો કરી હત્યા ફરાર, પોલીસ પહોંચી

વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલા શિવ શક્તિનગરમાં 42 વર્ષીય અનુપ પટેલ નામના યુવકની નિર્મમ હત્યાની ઘટના સામે આવી છે. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી છે. માથાભારે શખ્સોએ હત્યા કરી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.માથાભારે મનુ યાદવના પુત્રો અને તેમના સાગરીતોએ મળીને આ હત્યા કરી સ્થાનિકોના જણાવ્યા અનુસાર માથાભારે મનુ યાદવના પુત્રો અને તેમના સાગરીતોએ મળીને આ હત્યાને અંજામ આપ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.  અનુપ પટેલને લોખંડના રોડથી માર માર્યો પ્રાપ્ત માહિતી મુજબ આરોપીઓએ અનુપ પટેલને લોખંડના રોડથી માર માર્યો હતો તેમજ બરેલી ગાડી સાથે વારંવાર માથું અથડાવી ગંભીર ઈજા પહોંચાડી હતી, જેના કારણે ઘટનાસ્થળે જ અનુપ પટેલનું મોત નિપજ્યું હતું. પોલીસ પહોંચે તે પહેલાં જ લુખ્ખા તત્વો ફરાર ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં જ લુખ્ખા તત્વો ફરાર થઈ ગયા હતા. ગેરકાયદેસર ઓરડીઓ બનાવી ભાડે આપવામાં આવતી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે મનુ યાદવના પુત્રો દ્વારા વિસ્તારમાં ગેરકાયદેસર ઓરડીઓ બનાવી ભાડે આપવામાં આવતી હતી અને અગાઉથી વિસ્તારમાં દાદાગીરી ચાલતી હતી.  ચારથી પાંચ લોકો અનુપ પટેલને બેફામ રીતે મારતા હતા સ્થાનિક મહિલા મંજુબેન પટેલ ખુલીને સામે આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ચારથી પાંચ લોકો અનુપ પટેલને બેફામ રીતે મારતા હતા. જ્યારે તેઓ અનુપને બચાવવા ગયા ત્યારે 20થી 25 લોકોનું ટોળું આવી પહોંચ્યું અને અનુપ પર વધુ હુમલો કર્યો હતો. મંજુબેન પટેલે વધુમાં જણાવ્યું કે તેઓ છોડાવવા ગયા ત્યારે તેમને પણ ત્રણથી ચાર ઝાપટ મારી ગાડી સાથે અથડાવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ માટે ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો----   Uttarayan : પતંગોત્સવની રંગેચંગે ઉજવણી શરુ, પવન સારો હોવાથી લોકોમાં ઉત્સાહ, આજે દિવસભર સારો પવન રહેવાની શક્યતા

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : પતંગ રસિકો માટે સારા સમાચાર, ઉત્તરાયણ પર્વ પર ઠંડીમાં ઘટાડો
calendar_today January 14, 2026

Gujarat Latest News Live : પતંગ રસિકો માટે સારા સમાચાર, ઉત્તરાયણ પર્વ પર ઠંડીમાં ઘટાડો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 14 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Opinion:યુવા શક્તિનો 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ
calendar_today January 14, 2026

Opinion:યુવા શક્તિનો 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ

સ્વામી વિવેકાનંદ કે જેણે ભારતનાં યુવાનોમાં સંસ્કારનાં બીજ રોપ્યા હતા અને દેશનો સમૃદ્ધ વારસો જાળવી રાખવા યુવાનોના પથદર્શક બન્યા હતા. તેમને દેશની યુવા પેઢી પર ભરપૂર વિશ્વાસ હતો. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે મને દેશની આધુનિક પેઢી પર વિશ્વાસ છે તેઓ માત્ર અમારા કાર્યકર્તા બની રહેવાને બદલે દેશને આગળ લઈ, જવાનું વિકાસનાં માર્ગે લઈ જવાનું કામ કરશે. તેઓ તેમનામાં રહેલી શક્તિનો સંચય કરીને વિશ્વની તમામ સમસ્યાઓ ઉકેલવા સમર્થ બનશે. તેમનાં આ શબ્દો આજે સાચા પડી રહ્યા છે.આઝાદીના આંદોલનમાં સ્વામી વિવેકાનંદના વિચારો ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ અને ઓરોબિંદો ઘોષના પ્રેરણાસ્ત્રોત બની રહ્યા હતા. જે આજકાલ ભારતનાં યુવાનોના પ્રેરક સ્ત્રોત બનીને તેમનામાં વિકસિત ભારતનો જોમ અને જુસ્સો પ્રગટાવી રહ્યા છે. દેશની યુવા શક્તિ એટલે બીજી રીતે કહીએ તો Gen-Z આજકાલ ભારતની આઝાદીનો પૂરેપૂરો આનંદ માણી રહી છે. 1995 પહેલા જન્મેલા લોકોએ જે ચીજવસ્તુઓ જોઈ નહીં તેવી આધુનિક ટેક્નોલોજીના આવિષ્કારથી જોવા મળી રહેલી અને ઉપયોગમાં લેવાઈ રહેલી ચીજોનો યુવાધન ભરપૂર ઉપયોગ કરી રહી છે. સારી વાત એ છે કે દેશનાં 80 ટકા યુવાનો આધુનિક ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો રચનાત્મક અને સર્જનાત્મક ઉપયોગ કરી રહ્યા છે. આધુનિકતા અને તેમને વારસામાં મળેલી વિરાસત વચ્ચે તેઓ સંતુલન સાધી રહ્યા છે. ડિજિટલ યુગમાં મોટા થઈ રહેલા અને ઉછરી રહેલા લોકો તેમની ચાલાક અને કુશળ બુદ્ધિક્ષમતા સાથે દેશને વિકાસના માર્ગે લઈ જવા પ્રતિબદ્ધ થઈ રહ્યા છે. તેઓ મનમાં 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ લઈને બેઠા છે. દેશને વિકસિત ભારતની દિશામાં લઈ જવા કેન્દ્ર સરકારના અભિયાનોમાં અડીખમ થઈને ઊભા રહ્યા છે અને સાથ આપી રહ્યા છે. સારી વાત એ છે કે દેશની યુવા શક્તિની શક્તિ ખોટા કામોમાં વેડફાતી નથી. આપણા પડોશી દેશો નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાંમારમાં જેન-ઝી દેશને પાયમાલ કરવા બેઠા છે. તેમની શક્તિ તેમનાં દેશને વિકાસનાં માર્ગે લઈ જવાને બદલે કટ્ટરવાદને પોષવા સમર્પિત કરી રહ્યા છે. 1995થી 2010 વચ્ચે જન્મેલા લોકો પીએમ મોદીનાં વિકસિત ભારતનાં સપનાને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. અનેક અવરોધો અને પ્રતિકૂળતા વચ્ચે તેઓ તેમનાં સંકલ્પ પથ પરથી વિચલિત થતા નથી. તેમનું જોશ અને સોચ એટલે કે વિચારધારા બન્ને પ્રશંસાને પાત્ર છે. તેમનાં રહેલી અદ્ભુત ઊર્જા અને અભૂતપૂર્વ ઉત્સાહ નવી ઊંચાઈઓને સ્પર્શવા થનગની રહી છે. તેઓ ભારતમાં વિનાશ નહીં પણ વિકાસ ઇચ્છે છે. ભારતનાં યુવાનો આજકાલ ભલે તેમનાં હાથમાં સ્માર્ટ ફોન લઈને વિદેશોમાં ફરી રહ્યા હોય પણ તેમણે ભારતનાં ભવ્ય વારસાને જાળવી રાખ્યો છે. ગુલામીની માનસિકતામાંથી મુક્ત થઈને તેઓ દેશની સદીઓ જૂની પરંપરાની ઓળખ જાળવી રહ્યા છે.

Read Full Story arrow_forward