Modasa: જિલ્લા પોલીસે માદક પદાર્થ મેફેડ્રોનના સપ્લાયર, પેડલર મળીને ચારને દબોચ્યા
અરવલ્લી જિલ્લા પોલીસે થોડા દિવસ પહેલાં મોડાસા ગ્રામ્ય વિસ્તારમાં કારમાંથી બે શખ્સોને મેફેડ્રોન માદક પદાર્થ સાથે ઝડપી લીધા હતા. આ આરોપીઓની પૂછપરછમાં કડીઓ મળ્યા બાદ જિલ્લા પોલીસે મેફેડ્રોનના સપ્લાયર અને પેડલર મળી વધુ ચાર શખ્સોને ઝડપીને તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા શખ્સોમાં ત્રણ મોડાસાના અને એક અમદાવાદના જુહાપુરાનો રહીશ હોવાનો ખુલાસો થયો છે. જિલ્લા પોલીસના જણાવ્યા પ્રમાણે મોડાસા ગ્રામ્યમાં તાજેતરમાં કારમાં આવતા બે શખ્સોની તપાસ કરતા તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. ત્યાર બાદ પોલીસે તેમની પૂછપરછ કરતાં ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા ? તેની જાણકારી મળી હતી. જેમાં બંન્ને આરોપીઓ આ માદક પદાર્થ મોડાસા અને અમદાવાદથી લાવ્યાનો ખુલાસો થયો હતો. આ માદક પદાર્થ મેફેડ્રોનના સપ્લાયર અને પેડલર મળી વધુ ચારને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મોહંમદ સદ્દામહુસેન મોહંમદ અટવારી (ઉં.વ.33, રહે. છાપરા, સંકલીતનગર, જુહાપુરા, અમદાવાદ શહેર), અકીબ હનીફ અબ્દુલકરીમ ભાઇલા (ઉં.વ.33, ધંધો-લુહારીકામ, રહે. 17-આબેહયાત સોસાયટી, ડુઘરવાડા રોડ, મોડાસા, જિ.અરવલ્લી), ફિરોજ મોયુદ્દીન હાજીઇસ્માઇલ સુથાર (ઉં.વ.28, રહે. 73, સાબલીયા સ્ટેટ, ડુઘરવાડા રોડ, મોડાસા, જિ.અરવલ્લી), એમ ફૈઝાન યુનુસ ઇસ્માઇલ સાબલીયા (ઉં.વ.28, રહે.157, સાબલીયા સ્ટેટ, ડુઘરવાડા રોડ, મોડાસા, જિ.અરવલ્લી)નો સમાવેશ થાય છે. તમામ વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward