android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : ઉત્તરાયણની ઉજવણીમાં પતંગબાજી અને પશુ આહાર બાબતે સાવચેતી રાખો
calendar_today January 13, 2026

Gandhinagar News : ઉત્તરાયણની ઉજવણીમાં પતંગબાજી અને પશુ આહાર બાબતે સાવચેતી રાખો

ઉત્તરાયણ દાન-પુણ્ય અને આનંદનું પર્વ છે, પરંતુ નાનકડી બેદરકારી આકાશમાં વિહરતા પક્ષીઓ અને રસ્તા પરના અબોલ પશુઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ બાબતને ધ્યાને રાખીને ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુ-પક્ષીઓની સુરક્ષા માટે માનવીય અભિગમ અપનાવવા સર્વે નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આ ઉત્તરાયણને પશુ-પક્ષીઓ માટે સુરક્ષિત બનાવવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. પક્ષીઓને દોરીના જીવલેણ ઘાથી બચાવવા સામાન્ય રીતે ઉત્તરાયણના દિવસે નાગરિકો ગાય કે અન્ય પશુઓને મોટા પ્રમાણમાં ઘાસચારો કે ઘુઘરી ખવડાવતા હોય છે. એકસાથે વધુ પડતો લીલો ચારો કે ખોરાક આપવાથી પશુઓની પાચનક્રિયા ખોરવાય છે જેને કારણે 'એસીડોસીસ' અને 'આફરો' જેવી ગંભીર સમસ્યાઓ સર્જાય છે. જે પશુના મૃત્યુનું કારણ પણ બની શકે છે. ખાસ કરીને કુમળી લીલી જુવાર પશુઓ માટે ઝેર સમાન સાબિત થાય છે, તેથી પશુઓને મર્યાદિત અને યોગ્ય આહાર આપવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. આકાશમાં મુક્તપણે ઉડતા પક્ષીઓને દોરીના જીવલેણ ઘાથી બચાવવા માટે પતંગબાજોએ વિશેષ તકેદારી રાખવી જરૂરી છે. સાંજે પતંગ નહીં ચગાવવા અપીલ કરાઈ જેના માટે પતંગ ચગાવવામાં પ્લાસ્ટિક, ચાઈનીઝ દોરી કે વધુ પડતા કાચ પાયેલી દોરીનો ઉપયોગ બિલકુલ ન કરવા સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પક્ષીઓની અવરજવરના મુખ્ય સમય એટલે કે સવારે ૯ વાગ્યા પહેલા અને સાંજે ૫ વાગ્યા પછી પતંગ ન ચગાવવા પણ અપીલ કરવામાં આવી છે. જો કોઈ પક્ષી કે પશુ ઘાયલ અવસ્થામાં મળી આવે, તો વિલંબ કર્યા વગર નજીકના રેસ્ક્યુ સેન્ટરનો સંપર્ક કરવા અથવા રાજ્ય સરકારની પશુ હેલ્પલાઈન ૧૯૬૨ પર કોલ કરવો. આ નંબર પર સંપર્ક કરવાથી 'કરુણા એનિમલ એમ્બ્યુલન્સ' દ્વારા ઈજાગ્રસ્ત જીવને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવશે. આ પણ વાંચોઃ Surat News: એર ઈન્ડિયાની ફ્લાઈટ લેટ થતાં મુસાફરોએ એરપોર્ટ પર જ ગરબા શરૂ કર્યા

Read Full Story arrow_forward
Surat: ભેસ્તાનની કુખ્યાત દાલ ચાવલ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ, 5 ઝડપાયા
calendar_today January 13, 2026

Surat: ભેસ્તાનની કુખ્યાત દાલ ચાવલ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ, 5 ઝડપાયા

સુરતના ભેસ્તાન વિસ્તારમાં ધાક-ધમકી અને લૂંટ ચલાવતી કુખ્યાત "દાલ ચાવલ" ગેંગ પર આખરે કાયદાનો ગાળિયો કસાયો છે. સુરત પોલીસ કમિશનરના આદેશ અનુસાર, ભેસ્તાન પોલીસે આ ગેંગના આતંકને ડામવા માટે ગેંગના પાંચ સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક (GUJCTOK) હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.જાણીતા ગુનેગાર ઇમરોઝ ઉર્ફે 'દાલ ચાવલ' ની ધરપકડઆ ગેંગનો મુખ્ય સૂત્રધાર ઇમરોઝ ઉર્ફે દાલ ચાવલ છે. ઇમરોઝ અને તેની ટોળકી લાંબા સમયથી ભેસ્તાન અને આસપાસના વિસ્તારોમાં સક્રિય હતી. પોલીસે આ ગેંગના લીડર ઇમરોઝ સહિત કુલ પાંચ આરોપીઓને જેલભેગા કરી દીધા છે. આ કાર્યવાહીથી વિસ્તારના ગંભીર ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.ગેંગનો મોડસ ઓપરેન્ડી અને ગુનાહિત ઇતિહાસદાલ ચાવલ ગેંગ વિરુદ્ધ પોલીસ ચોપડે અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગ મુખ્યત્વે નીચે મુજબની પ્રવૃત્તિઓમાં સામેલ હતી. સામાન્ય નાગરિકો પર જીવલેણ હુમલા કરવા. લોકોની મિલકતો પચાવી પાડવા માટે ધમકી આપવી. ખંડણી ઉઘરાવવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ભયનો માહોલ ઉભો કરવો.પોલીસની કડક કાર્યવાહીભેસ્તાન પોલીસે આ ગેંગના સંગઠિત ગુનાખોરીના પુરાવા એકત્ર કરી ગુજસીટોક જેવો કડક કાયદો લાદ્યો છે. આ કાયદા હેઠળ આરોપીઓને જામીન મળવા મુશ્કેલ બને છે. પોલીસ હવે આ ગેંગના અન્ય કોઈ સાગરીતો કે તેમને આર્થિક મદદ કરનારા લોકોની પણ તપાસ કરી રહી છે.આ પણ વાંચો: અમિત શાહે ફાર્માસ્યુટિકલ એકેડેમી ‘PAGE’ નો શિલાન્યાસ કર્યો, ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સના 25 વર્ષની ઉજવણી

Read Full Story arrow_forward
Surat News :  બે હજાર કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, પોલીસને તપાસમાં 44 બેંક એકાઉન્ટ મળ્યા, બે આરોપીઓની ધરપકડ
calendar_today January 13, 2026

Surat News : બે હજાર કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, પોલીસને તપાસમાં 44 બેંક એકાઉન્ટ મળ્યા, બે આરોપીઓની ધરપકડ

ગુજરાત પોલીસ સાયબર ક્રાઈમના બનાવોને લઈને સક્રિય થઈ ગઈ છે. સાયબર ક્રાઈમમાં વપરાતા મ્યૂલ એકાઉન્ટને પકડવા પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે સુરતમાં બે હજાર કરોડથી વધુના સાયબર ક્રાઈમનો પર્દાફાશ થયો છે. આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાંચ બે આરોપીઓની ધરપકડ કરી છે. 6040 ઓનલાઈન ફરિયાદો નોંધાયેલી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના DCP ભાવેશ રોઝિયાએ કહ્યું હતું કે, સુરત ક્રાઈમ બ્રાંચે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં ક્રાઈમ બ્રાંચે બે આરોપીઓની ધરપકડ કરી છે. અત્યાર સુધીની તપાસ દરમિયાન પોલીસને 44 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. જેમાં NCCRP પોર્ટલ પર ચેક કરતા દેશભરના અલગ અલગ રાજ્યમાં 6040 ઓનલાઈન ફરિયાદો નોંધાયેલી છે. 750 કરોડનું સાયબર ફ્રોડ થયું હોવાનું જણાયું ક્રાઈમ બ્રાન્ચના DCP ભાવેશ રોઝિયાએ કહ્યું હતું કે, અત્યાર સુધીમાં 950 ફરિયાદોમાં 750 કરોડનું સાયબર ફ્રોડ થયું હોવાનું જણાયું છે. આ સાયબર ફ્રોડનો આંક બે હજાર કરોડથી વધુ થવાની સંભાવના છે. જેને કમ્બોડિયા અને નેપાળથી ઓપરેટ કરાવામાં આવે છે. આ ફ્રોડના મુખ્ય સુત્રધારોને ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે ગ્લોબલ માર્કેટમાંથી ઝડપી પાડ્યા છે. આ પણ વાંચોઃ Gandhinagar News : ઉત્તરાયણની ઉજવણીમાં પતંગબાજી અને પશુ આહાર બાબતે સાવચેતી રાખો

Read Full Story arrow_forward