android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
West Bengal : આસનસોલમાં કોલસાની ખાણ ધસી પડતાં 2 લોકોના મોત, અનેક લોકો કાટમાળ નીચે ફસાયા
calendar_today January 13, 2026

West Bengal : આસનસોલમાં કોલસાની ખાણ ધસી પડતાં 2 લોકોના મોત, અનેક લોકો કાટમાળ નીચે ફસાયા

પશ્ચિમ બંગાળના પશ્ચિમ વર્ધમાન જિલ્લાના આસનસોલના કુલ્ટીના બડીરા વિસ્તારમાં BCCLની ઓપન કોસ્ટ કોલસાની ખાણમાં મંગળવારે મોટી દુર્ઘટના બની છે. આરોપ છે કે ગેરકાયદેસર રીતે કોલસો કાઢવા દરમિયાન ખાણની અંદર બનેલી સુરંગ અચાનક ધસી પડી, જેમાં ઘણા મજૂર ફસાઈ ગયા છે.1-2 લોકો કાટમાળ નીચે ફસાયેલા હોય શકે સુત્ર દ્વારા મળતી માહિતી મુજબ દુર્ઘટના સમયે 5-6 મજૂર ખોદકામ કરી રહ્યા હતા અને ખાણની અંદર હાજર હતા. અત્યાર સુધીમાં 4 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં બે લોકોના મોત થયા છે, જ્યારે બે લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહી છે, તેમને સારવાર માટે આસનસોલની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તંત્રને આશંકા છે કે હજુ પણ 1-2 લોકો કાટમાળ નીચે ફસાયેલા હોય શકે છે. તેમને કાઢવા માટે પોકલેન મશીન દ્વારા યુદ્ધસ્તર પર રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ દુર્ઘટનાની જાણ થતાં જ ખાણની આસપાસ ઘણા લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. મૃતકો અને લાપતા લોકોના પરિવારજનો ઘટનાસ્થળ પર હાજર છે. પરિવારજનોનો આરોપ છે કે કોલસા માફિયાથી જોડાયેલા લોકો તેમને વિસ્તારમાંથી હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ પરિવારજનો પોતાના લોકોને મળવા માટે ત્યાં ઉભા છે. ગેરકાયદેસર ખનન સામે અનેક સવાલો ઉલ્લેખનીય છે કે આ કોઈ પહેલી ઘટના નથી કે બડીરાની આ ઓપન કાસ્ટ ખાણમાં આ ઘટના બની હોય. આ પહેલા પણ ઘણી વખત ખાણ ધસી જવાના કારણે કેટલાક લોકોના મોત થયા છે, તેમ છતાં ગેરકાયદેસર ખનન ચાલુ રહે છે. સ્થાનિક લોકોનો દાવો છે કે દરરોજ 3-4 ટ્રક ગેરકાયદેસર કોલસો અહીંથી કાઢીને આસપાસની ભઠ્ઠીઓમાં લઈ જાય છે. આ દુર્ઘટના બાદ ફરી એક વખત ખાણની સુરક્ષા, કોલસા માફિયાઓના નેટવર્ક પર ગંભીર સવાલ ઉભા થઈ રહ્યા છે. હાલમાં ઘટનાસ્થળે મોટી માત્રામાં પોલીસ દળ અને CISFની તૈનાતી કરવામાં આવી છે. આ પણ વાંચો: Delhiમાં વેપારીના નિવાસસ્થાને કરાયુ ફયરિંગ, નાણાંની લેતી-દેતી મામલે ઘટનાને અપાયો અંજામ

Read Full Story arrow_forward
Rafale Jet Deal : ફ્રાન્સથી વધુ 114 રાફેલ આવશે ભારત, આ અઠવાડિયે ડીલ પર થશે ચર્ચા
calendar_today January 13, 2026

Rafale Jet Deal : ફ્રાન્સથી વધુ 114 રાફેલ આવશે ભારત, આ અઠવાડિયે ડીલ પર થશે ચર્ચા

ભારતીય વાયુસેનાની તાકાતમાં મોટો વધારો થવાની તૈયારી છે. ભારત સરકાર ફ્રાન્સ પાસેથી વધુ 114 રાફેલ ખરીદવાની યોજના બનાવી રહી છે. આ અઠવાડિયે 3.25 લાખ કરોડ રૂપિયાના આ સોદા પર વાટાઘાટો થવાની અપેક્ષા છે. આમાંથી મોટાભાગના રાફેલ ભારતમાં બનાવવામાં આવશે, જેમાં લગભગ 30% ઘટકો અને ટેકનોલોજી સ્વદેશી હશે.આત્મનિર્ભર ભારત માટે આ સોદો મહત્વપૂર્ણ બંને દેશો વચ્ચેનો આ સોદો માત્ર ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો નહીં કરે પરંતુ ભારતમાં સંરક્ષણ ઉત્પાદનને નવી દિશા પણ આપશે. આત્મનિર્ભર ભારત માટે આ સોદો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સંરક્ષણ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વાયુસેનાની વર્તમાન જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે 12થી 18 રાફેલ જેટ સીધા ફ્રાન્સથી ઉપયોગ માટે તૈયાર સ્થિતિમાં મેળવી શકાય છે. આનો ઉલ્લેખ પ્રસ્તાવમાં કરવામાં આવ્યો છે. વિમાનનો સોર્સ કોડ ફ્રાન્સ પાસે રહેશે ભારત આ ફ્રેન્ચ વિમાનોને ભારતીય બનાવટના શસ્ત્રો અને સિસ્ટમોથી સજ્જ કરવા માગે છે. આ હાંસલ કરવા માટે તે ફ્રાન્સ પાસેથી તકનીકી સહાય માગી રહ્યું છે. વિમાનનો સોર્સ કોડ ફ્રાન્સ પાસે રહેશે, પરંતુ ભારત તેની જરૂરિયાતોને અનુરૂપ તેમાં ફેરફાર કરવાની સુગમતા ઈચ્છે છે. આ બધા મુદ્દાઓ પર આખરે આ અઠવાડિયે સંરક્ષણ મંત્રાલયની ઉચ્ચ-સ્તરીય બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ પણ વાંચો: West Bengal : આસનસોલમાં કોલસાની ખાણ ધસી પડતાં 2 લોકોના મોત, અનેક લોકો કાટમાળ નીચે ફસાયા

Read Full Story arrow_forward
Ahmedabad: અમિત શાહે ફાર્માસ્યુટિકલ એકેડેમી ‘PAGE’ નો શિલાન્યાસ કર્યો, ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સના 25 વર્ષની ઉજવણી
calendar_today January 13, 2026

Ahmedabad: અમિત શાહે ફાર્માસ્યુટિકલ એકેડેમી ‘PAGE’ નો શિલાન્યાસ કર્યો, ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સના 25 વર્ષની ઉજવણી

ભારત સરકારના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના સનાથલ ખાતે ફાર્માસ્યુટિકલ એકેડેમી ફોર ગ્લોબલ એક્સિલન્સ (PAGE) નો ભવ્ય શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ એકેડેમી ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ (IPA) ની સભ્ય કંપનીઓ દ્વારા શરૂ કરાયેલું એક રાષ્ટ્રીય કૌશલ્ય પહેલ છે.425 કરોડથી વધુનું રોકાણ અને વૈશ્વિક વિઝનIPA ના સભ્યોએ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન અને ગુણવત્તામાં શ્રેષ્ઠતા લાવવા માટે 50 મિલિયન અમેરિકન ડોલર (આશરે ₹425 કરોડથી વધુ) ની માતબર રકમ ફાળવી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ઉદ્યોગની જરૂરિયાત મુજબના કુશળ માનવ સંસાધન તૈયાર કરવાનો છે.કેન્દ્રીય ગૃહમંત્રીનું સંબોધનઅમિત શાહે જણાવ્યું હતું કે, “ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર એ ભારતની સ્ટ્રેટેજિક નેશનલ એસેટ છે. PAGE એ 'આત્મનિર્ભર ભારત' તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. વિકસિત ભારત 2047ના વિઝન સાથે હવે ભારત 'મેક ઇન ઇન્ડિયા' થી આગળ વધીને 'ડિસ્કવર એન્ડ મેક ઇન ઇન્ડિયા' તરફ પ્રયાણ કરશે.”IPA ના 25 વર્ષ અને ‘ઇન્ડિયા ફાર્મા આર્કાઇવ્સ’ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘ઇન્ડિયા ફાર્મા આર્કાઇવ્સ’ નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. IIM અમદાવાદના સહયોગથી તૈયાર કરાયેલ આ પહેલ હેઠળ ‘ધ એલ્કેમી ઓફ ક્યોર’ નામનું કોફી ટેબલ બુક પણ લોન્ચ કરાયું, જે ભારતની આયાત નિર્ભરતાથી ગ્લોબલ સપ્લાયર બનવા સુધીની સફરનું ડોક્યુમેન્ટેશન કરે છે.PAGE ના મુખ્ય ફાયદાઓ નવા ગ્રેજ્યુએટ્સ અને પ્રોફેશનલ્સ માટે માળખાગત તાલીમ.વૈશ્વિક સ્તરની ઉત્પાદન સિસ્ટમ્સ માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇન્ડસ્ટ્રી અને એકેડેમિયા વચ્ચેના અંતરને પૂરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાતની ફાર્મા હબ તરીકેની ઓળખને વધુ મજબૂત બનાવવા બદલ આ પહેલને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં ઝાયડસ લાઇફસાયન્સિસના MD ડૉ. શાર્વિલ પટેલ સહિત ફાર્મા ઉદ્યોગના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.આ પણ વાંચો: નવલખી પોર્ટની અસુવિધાઓ સામે ટ્રાન્સપોર્ટરોનો હલ્લાબોલ, પીપળીયા ચાર રસ્તા પર ચક્કાજામ

Read Full Story arrow_forward