android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Crime News : ઝડપથી અમીર બનવાનો રસ્તો…કે પછી બરબાદીની શરૂઆત? 100 કરોડની લૂંટનો ખેલ
calendar_today January 13, 2026

Crime News : ઝડપથી અમીર બનવાનો રસ્તો…કે પછી બરબાદીની શરૂઆત? 100 કરોડની લૂંટનો ખેલ

આજનો યુગ ઝડપથી દોડતો થયો છે, જ્યાં દરેક વ્યક્તિ ઓછા સમયમાં વધુ મેળવવાની દોડમાં છે. મહેનત કરતા પહેલાં શોર્ટકટ શોધવાની આ માનસિકતા હવે પૈસા કમાવામાં પણ દેખાઈ રહી છે. પરંતુ ચમકદાર વચનો અને સરળ કમાણીના રસ્તાઓ ઘણી વખત સફળતાની સીડી નહીં, પરંતુ ભારે નુકસાન અને પસ્તાવાનો માર્ગ સાબિત થાય છે. તેનું ઉદારણ છે હાલમાં જ બનેલી એક ઘટના દિલ્હી-NCRમાં બનેલી ઘટના દિલ્હી-NCRમાં તાજેતરમાં બહાર આવેલી એક મોટી છેતરપિંડીની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. આ કેસમાં આરોપીઓએ સોશિયલ મીડિયા દ્વારા લોકોને ઝડપથી પૈસા કમાવાની લાલચ આપી અને અંદાજે 1,500 લોકો પાસેથી ₹100 કરોડથી વધુની રકમ પડાવી લીધી. પોલીસે આ કેસમાં વિનોદ અને વિનય નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. જો કે આરોપીઓની રીત પણ અનોખી હતી. સોશિયલ મીડિયાથી છેતરપિંડી આરોપીઓ પોતાને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટ અને પ્રેરક વક્તા તરીકે રજૂ કરતા હતા. તેઓ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક પર મોંઘી કાર, લક્ઝરી હોટલ, બ્રાન્ડેડ કપડાં અને મોટા સેમિનારના ફોટા અને વીડિયો પોસ્ટ કરતા હતા. આ બધું જોઈને સામાન્ય લોકોમાં એવો વિશ્વાસ ઊભો થતો કે આ લોકો ખરેખર સફળ અને વિશ્વસનીય છે. નકલી વેબસાઇટ્સ અને સેમિનાર આ છેતરપિંડીનું મુખ્ય હથિયાર નકલી વેબસાઇટ્સ અને સેમિનાર હતા. વ્યાવસાયિક રીતે તૈયાર કરેલી વેબસાઇટ્સ પર ડિજિટલ માર્કેટિંગ, ઓનલાઈન ટ્રેડિંગ અને રોકાણ દ્વારા ઝડપથી મોટો નફો કમાવવાના દાવા કરવામાં આવતા. નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ અને દિલ્હીમાં ભવ્ય સેમિનાર યોજવામાં આવતા, જ્યાં મોટા સ્ટેજ, બ્રાન્ડેડ ટી-શર્ટ અને ટીમનો ઉપયોગ કરીને મોટી કંપની જેવી છાપ ઊભી કરવામાં આવતી. શરૂઆતમાં નાની રકમનું રોકાણ કરાવતાશરૂઆતમાં નાની રકમનું રોકાણ કરાવતાશરૂઆતમાં લોકોને નાની રકમનું રોકાણ કરાવાતું અને થોડીક રકમનો નફો બતાવીને તેમનો વિશ્વાસ જીતવામાં આવતો. પછી ધીમે ધીમે મોટા પેકેજ અને લાખો રૂપિયાનું રોકાણ કરવા માટે લલચાવવામાં આવતાં. એકવાર મોટી રકમ રોકાઈ જાય પછી, પીડિતોના ઓનલાઈન એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવતા અથવા સંપર્ક સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવતો. નકલી કંપનીઓના નામે અનેક બેંક ખાતા પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપીઓએ નકલી કંપનીઓના નામે અનેક બેંક ખાતા ખોલ્યા હતા. આ ખાતાઓ દ્વારા રોકાણની રકમ એકત્ર કરવામાં આવતી અને પછી રોકડ અથવા અન્ય માધ્યમથી પૈસા ઉપાડી લેવામાં આવતા. ઘણા લોકોએ પોતાની જીવનભરની બચત, લોન અને સંબંધીઓ પાસેથી ઉધાર લીધેલા પૈસા પણ આ યોજનામાં નાખ્યા હતા. છેલ્લે કર્યો પોલીસનો સંપર્ક જ્યારે લાંબા સમય સુધી ન તો નફો મળ્યો અને ન તો પૈસા પરત આવ્યા, ત્યારે પીડિતોને છેતરપિંડીનો અહેસાસ થયો અને તેમણે પોલીસનો સંપર્ક કર્યો. પોલીસ અને સાયબર સેલે લોકોને ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર દેખાતી “ઝડપથી ધનવાન બનવાની” કોઈપણ યોજનામાં રોકાણ કરતા પહેલા કંપનીની નોંધણી, દસ્તાવેજો અને વિશ્વસનીયતા સારી રીતે તપાસવી જોઈએ. શંકા થાય તો તરત જ સાયબર ક્રાઈમ પોર્ટલ અથવા પોલીસમાં ફરિયાદ નોંધાવવી જરૂરી છે. આ પણ વાંચો : India-US Trade Deal: ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે ભારત-અમેરિકા વેપાર સોદો ફરી અટક્યો!

Read Full Story arrow_forward
Gandhinagar News : માણસામાં કેન્દ્રીય ગૃહમંત્રીનું સંબોધન, ગુજરાતની દીકરીઓને લઈને આપ્યું મોટું નિવેદન...
calendar_today January 13, 2026

Gandhinagar News : માણસામાં કેન્દ્રીય ગૃહમંત્રીનું સંબોધન, ગુજરાતની દીકરીઓને લઈને આપ્યું મોટું નિવેદન...

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પોતાના વતન માણસા ખાતે રૂપિયા 267 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ અવસરે ભાવુક થતા તેમણે જણાવ્યું હતું કે, જે ગામમાં તેઓ મોટા થયા ત્યાં વિકાસકાર્યોની ભેટ આપવી એ તેમના માટે ખૂબ જ યાદગાર અને મહત્વનો દિવસ છે. માણસાના સર્વાંગી વિકાસ માટે તેમણે પીવાના પાણી, ગટર વ્યવસ્થા, તળાવોના બ્યુટિફિકેશન અને રસ્તાઓને ફોર-લેન કરવાની મહત્વકાંક્ષી યોજનાઓ રજૂ કરી હતી. ખાસ કરીને ચંદ્રાસર તળાવના વિકાસ અને નર્મદાના પાણીની વ્યવસ્થાથી સ્થાનિકોના જીવનધોરણમાં મોટો સુધારો આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.સિવિલ હોસ્પિટલનું નિર્માણ થશે આરોગ્ય ક્ષેત્રે મોટી જાહેરાત કરતા શાહે જણાવ્યું કે, માણસામાં રૂપિયા 245 કરોડના ખર્ચે 11 માળની અત્યાધુનિક સિવિલ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે 2030 પછી માણસાના નાગરિકોને ઓપરેશન કે ગંભીર સારવાર માટે ગાંધીનગર કે અમદાવાદ સુધી લાંબા નહીં થવું પડે. આ સાથે જ યુવાનોના સ્વાસ્થ્ય માટે અદ્યતન સ્પોર્ટ્સ સંકૂલ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં તેમણે ખાસ એક આધુનિક જીમ બનાવવાની પણ સૂચના આપી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે 2036માં જ્યારે અમદાવાદમાં ઓલિમ્પિકનું આયોજન થાય, ત્યારે માણસામાં તૈયાર થયેલી દીકરીઓ તેમાં ભાગ લઈને દેશનું નામ રોશન કરે. અમ્મિત શાહે સોમનાથ કોરિડોરનો ઉલ્લેખ કર્યો પોતાના સંબોધનમાં તેમણે ધાર્મિક અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ભાર મૂક્યો હતો. સોમનાથ મંદિરમાં બની રહેલા ભવ્ય કોરિડોરને ભારતની આસ્થા અને ગૌરવનું પ્રતીક ગણાવતા તેમણે આગામી વર્ષને 'સોમનાથ સ્વાભિમાન વર્ષ' તરીકે ઉજવવાની અપીલ કરી હતી. દેશના અર્થતંત્ર અંગે વાત કરતા તેમણે ગર્વ સાથે જણાવ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર વિશ્વમાં 11મા નંબરથી આગળ વધીને હવે ચોથા નંબર પર પહોંચી ગયું છે. આમ, માણસાના સ્થાનિક વિકાસથી લઈને રાષ્ટ્રના આર્થિક ઉત્થાન સુધીની વિગતો તેમણે જનતા સમક્ષ મૂકી હતી. આ પણ વાંચો : Ahmedabad News : પ્રાણીઓ ક્યારેય કારણ વગર હુમલો નથી કરતા, સ્વબચાવમાં જ બને છે હિંસક...

Read Full Story arrow_forward
Amit Shah In Gujarat : ગુજરાતમાં બાયો-ટેક યુગનો પ્રારંભ, પેથાપુરમાં દેશની બીજી સૌથી મોટી હાઈ-ટેક લેબનું ભૂમિપૂજન
calendar_today January 13, 2026

Amit Shah In Gujarat : ગુજરાતમાં બાયો-ટેક યુગનો પ્રારંભ, પેથાપુરમાં દેશની બીજી સૌથી મોટી હાઈ-ટેક લેબનું ભૂમિપૂજન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના પેથાપુર ખાતે ગુજરાતની પ્રથમ અને દેશની બીજી સૌથી આધુનિક BSL-4 (Biosafety Level 4) લેબનું ભૂમિપૂજન કર્યું હતું. રૂ. 362 કરોડના ખર્ચે તૈયાર થનારી આ લેબ પુણે પછી ભારતની બીજી એવી પ્રયોગશાળા હશે જે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં આ પ્રકારની માત્ર 60 લેબ કાર્યરત છે અને આ ભારતની પહેલી એવી લેબ હશે જેનું નિર્માણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ લેબ ગુજરાતમાં બાયો-ટેકનોલોજીના એક નવા યુગની શરૂઆત કરશે.જાણો લેબની વિશેષતા... લેબની વિશેષતા અંગે વાત કરતા ગૃહમંત્રીએ જણાવ્યું કે, મનુષ્ય અને પશુ સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સંશોધનો અહીં હાથ ધરવામાં આવશે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે દુનિયામાં 70 ટકા વાયરસ પશુઓ દ્વારા માણસમાં આવે છે, જેના માટે લંપી અને ચાંદીપુરા જેવા વાયરસનું ઉદાહરણ તેમણે આપ્યું હતું. કોરોના કાળની ભયાનક સ્થિતિને યાદ કરતા તેમણે ઉમેર્યું કે, ભૂતકાળમાં ભારત રિસર્ચ ક્ષેત્રે પાછળ હતું, પરંતુ હવે BSL-3 થી પણ ઉપર BSL-4 લેબની સુવિધા મળતા ઘાતક વાયરસ અને સંક્રમણ પર ઝડપી સંશોધન શક્ય બનશે. સુરક્ષાનું અભેદ કવચ... આ લેબ સ્વાસ્થ્ય ક્ષેત્રે સુરક્ષાનું અભેદ કવચ સાબિત થશે. ખાસ કરીને જ્યારે કોઈ અજાણ્યો રોગચાળો ફાટી નીકળે ત્યારે તેના પર ઝડપી સંશોધન કરી રસી કે દવા શોધવામાં આ સેન્ટર મહત્વની ભૂમિકા ભજવશે. અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પ્રોજેક્ટથી ભારત સંશોધનના ક્ષેત્રમાં વિશ્વ સ્તરે મજબૂત બનશે. પેથાપુરમાં બનનારી આ લેબ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના નાગરિકો માટે આરોગ્ય સુરક્ષાનું નવું સરનામું બનશે.આ પણ વાંચો : Gandhinagar News : માણસામાં કેન્દ્રીય ગૃહમંત્રીનું સંબોધન, ગુજરાતની દીકરીઓને લઈને આપ્યું મોટું નિવેદન...

Read Full Story arrow_forward