android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Prantijમાં બલૂન ગેસનો બાટલો ફાટતા સર્જાયો ભયનો માહોલ, કોઇ જાનહાનિ નહીં
calendar_today January 13, 2026

Prantijમાં બલૂન ગેસનો બાટલો ફાટતા સર્જાયો ભયનો માહોલ, કોઇ જાનહાનિ નહીં

સાબરકાંઠાના પ્રાંતિજ વિસ્તારમાં આવેલા ભાંખરિયા પાસે આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. અહીં ગેસના ફુગ્ગા વેચીને પોતાનું ગુજરાન ચલાવતા એક ફેરિયા પાસે રહેલા ગેસ સિલિન્ડરમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.ફુગ્ગામાં ગેસ ભરવાના બાટલામાં થયો બ્લાસ્ટ મળતી માહિતી મુજબ, ફેરિયો જ્યારે ફુગ્ગામાં ગેસ ભરી રહ્યો હતો ત્યારે જ અચાનક બોટલમાં બ્લાસ્ટ થયો અને જોતજોતામાં આગ ફાટી નીકળી હતી. સદનસીબે, આ બ્લાસ્ટમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ઘટનાસ્થળે હાજર લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગતા જ સ્થાનિકોએ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. તંત્રની કામગીરી ઘટનાની જાણ થતા જ પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતર્કતા વાપરીને આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે આગ વધુ પ્રસરતી અટકી હતી. વધુ તપાસ દરમિયાન, તંત્ર દ્વારા ઘટનાસ્થળેથી કુલ 3 બોટલ કબજે કરવામાં આવી છે, જેમાં 2 ભરેલી બોટલ અને 1 બ્લાસ્ટ થયેલી બોટલનો સમાવેશ થાય છે. આ ઘટનાએ જાહેર સ્થળો પર ગેસના જોખમી સિલિન્ડરો લઈને ફરતા ફેરિયાઓની સુરક્ષા સામે ફરી એકવાર સવાલ ઉભા કર્યા છે. હાલમાં પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે કે આ ગેસ બોટલના ઉપયોગ માટે જરૂરી મંજૂરી હતી કે કેમ. આ પણ વાંચોઃ Gujarat News: કરુણા અભિયાન હેઠળ પક્ષીઓને બચાવવા ખાસ અભેદ્ય સુરક્ષા કવચ તૈયાર

Read Full Story arrow_forward
Surendranagar News : પિતાની મિલકત પચાવી પાડી, સાવકી માતા સામે દીકરીનો મોરચો, SPને કરી રજૂઆત
calendar_today January 13, 2026

Surendranagar News : પિતાની મિલકત પચાવી પાડી, સાવકી માતા સામે દીકરીનો મોરચો, SPને કરી રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લામાં એક દીકરીએ પોતાની સાવકી માતા સામે મિલકત હડપી લેવાનો ગંભીર આક્ષેપ મૂકતા ચકચાર મચી ગઈ છે. ધ્રાંગધ્રાની રહેવાસી શ્વેતા શાહ નામની યુવતીએ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુને રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરી છે. શ્વેતાનો આક્ષેપ છે કે તેના પિતાની અવસાન બાદ તેમની કિંમતી મિલકત પર તેની સાવકી માતા અલ્પા શાહે ગેરકાયદેસર રીતે કબજો જમાવી દીધો છે. દીકરીએ SP સમક્ષ આજીજી કરી છે કે, તેને તેના હકની મિલકત પાછી અપાવવામાં આવે અને અન્યાય કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવે.પરિવારમાં મિલકતનો જંગ રજૂઆતમાં દીકરીએ માત્ર સાવકી માતા જ નહીં, પરંતુ પોતાના કાકા અને સાવકા મામા વિરુદ્ધ પણ ગંભીર આક્ષેપો કર્યા છે. શ્વેતાના જણાવ્યા મુજબ, આ લોકોએ એકસંપ થઈને કાવતરું ઘડી તેના પિતાની મિલકત પચાવી પાડી છે અને તેને રઝળતી કરી દીધી છે. તેણે સાવકી માતા અલ્પા શાહ સહિત અન્ય સંડોવાયેલા સંબંધીઓ સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી છે. જિલ્લા પોલીસવડાએ આ મામલે તપાસના આદેશ આપી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. હાલમાં આ કૌટુંબિક વિવાદ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ પણ વાંચો : Weather News : પતંગરસિયાઓ માટે સારા સમાચાર, ઉત્તરાયણ પર પવન સાથ આપશે, જાણો કેટલી રહેશે ગતિ

Read Full Story arrow_forward
Rajkot:  સૌરાષ્ટ્ર-કચ્છ વાઇબ્રન્ટ સમિટ, મારવાડી યુનિવર્સિટી ખાતે એરપોર્ટ ઓથોરિટીનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર
calendar_today January 13, 2026

Rajkot: સૌરાષ્ટ્ર-કચ્છ વાઇબ્રન્ટ સમિટ, મારવાડી યુનિવર્સિટી ખાતે એરપોર્ટ ઓથોરિટીનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર

રાજકોટની પ્રતિષ્ઠિત મારવાડી યુનિવર્સિટી ખાતે હાલમાં 'સૌરાષ્ટ્ર-કચ્છ વાઇબ્રન્ટ સમિટ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં ઉદ્યોગો, ટેકનોલોજી અને ભવિષ્યના રોકાણોની ચર્ચા વચ્ચે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) નો સ્ટોલ મુલાકાતીઓ, ખાસ કરીને યુવાનોમાં ભારે આકર્ષણ જગાવી રહ્યો છે.વડાપ્રધાનનું વિઝન અને એવિએશન સેક્ટરનો વિસ્તારસમિટ દરમિયાન એરપોર્ટ ઓથોરિટીના સ્ટોલની મુલાકાતે પહોંચેલા જનરલ મેનેજર સંદીપકુમાર ઝાએ 'સંદેશ ન્યૂઝ' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં ક્રાંતિકારી ફેરફારો આવી રહ્યા છે. પીએમ મોદીના વિઝન મુજબ, આગામી સમયમાં દેશભરમાં 300થી વધુ નવા એરપોર્ટ નિર્માણ પામી રહ્યા છે. આ પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય 'સામાન્ય માનવી પણ હવાઈ મુસાફરી કરી શકે' તેવો છે.યુવાનો માટે રોજગારીની વિપુલ તકોસંદીપકુમાર ઝાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, એરપોર્ટની સંખ્યા વધવાની સાથે આ ક્ષેત્રમાં રોજગારીના નવા દ્વાર ખુલશે. એરપોર્ટ ઓથોરિટીના સ્ટોલ પર યુવાનોને નીચે મુજબના ક્ષેત્રોમાં રહેલી તકો વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.એરપોર્ટ સંચાલન, એર ટ્રાફિક કંટ્રોલ ગ્રાઉન્ડ, હેન્ડલિંગ અને સિક્યુરિટી,ટેકનિકલ અને મેઈન્ટેનન્સ સ્ટાફ.યુવાનોમાં જોવા મળતો અનેરો ઉત્સાહમારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજિત આ સમિટમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવા સંશોધકો ઉમટી પડ્યા છે. પીએમનું સપનું છે કે દેશના યુવાનો માટે રોજગારીની નવીન તકો ઊભી થાય, અને એરપોર્ટ ઓથોરિટીનો આ સ્ટોલ તે દિશામાં એક મહત્વનું માધ્યમ બની રહ્યો છે. સ્ટોલની મુલાકાત લેનારા યુવાનો એવિએશન સેક્ટરમાં પોતાની કારકિર્દી બનાવવા માટે ખૂબ જ ઉત્સુક જણાયા હતા.આ પણ વાંચો: ગુજરાતમાં બાયો-ટેક યુગનો પ્રારંભ, પેથાપુરમાં દેશની બીજી સૌથી મોટી હાઈ-ટેક લેબનું ભૂમિપૂજન

Read Full Story arrow_forward