Botad : ગઢડાના ઢસા ગામે પત્નીની પાણીના હોજમાં ડુબાડી હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા
બોટાદ જિલ્લાના ગઢડાના ઢસા ગામમાં એક પતિએ તેની પત્ની પર શારીરિક અને માનસિક ત્રાસ આપતા તેને ઘરમાં આવેલા પાણીના હોજમાં ફેંકીને ડુબાડી હત્યા કરી હતી. બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે આરોપી આસિફ કાદરભાઈ હુનાણીને આ ઘટનામાં આજીવન કેદની સજા ફટકારી છે.પાણીના હોજમાં ડુબાડી હત્યા કરી હતી મળતી માહિતી મુજબ તારીખ 20 ફેબ્રુઆરી, 2021ના રોજ આસિફે પોતાના ઘરે સુફિયાબેનને ધક્કો મારીને પાણીના હોજમાં પાડી દીધા હતા અને ગળું પકડી ડુબાડી હત્યા કરી હતી. પતિ આસિફ હુનાણીને આજીવન કેદની સજા દરમિયાન કોર્ટે આ ગંભીર ગુનામાં આરોપીને કસૂરવાર ઠેરવી કડક સજા ફટકારી હતી. આ કેસ બોટાદ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી પતિ આસિફ હુનાણીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ પણ વાંચો---- Dahod : દારૂની હેરાફેરીમાં ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ સામે ફરિયાદ, 66 હજારનો વિદેશી દારૂ જપ્ત
Read Full Story arrow_forward