android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Porbanadar માં 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, દરિયાકાંઠાના વિસ્તારોમાં અનુભવાઈ ધ્રુજારી
calendar_today January 13, 2026

Porbanadar માં 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, દરિયાકાંઠાના વિસ્તારોમાં અનુભવાઈ ધ્રુજારી

ગુજરાતમાં ભૂસ્તરીય હલચલ સતત વધી રહી હોય તેમ આજે સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સૌરાષ્ટ્રના પોરબંદર પાસે આજે સવારે 9:58 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.7 નોંધાઈ છે. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પોરબંદરથી આશરે 46 કિલોમીટર દૂર નોંધાયું હતું. જોકે આંચકો હળવો હોવાથી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી, પરંતુ સવારના સમયે અનુભવાયેલી ધ્રુજારીને કારણે સ્થાનિકોમાં થોડો સમય ડરનો માહોલ જોવા મળ્યો હતો.ધરતીકંપના હળવા આંચકા આ પહેલાં કચ્છના ધોળાવીરામાં પણ વહેલી સવારે ધરતી ધ્રૂજી હતી. કચ્છના ધોળાવીરા નજીક વહેલી સવારે 3:05 કલાકે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જેનું એપિસેન્ટર ધોળાવીરાથી 41 કિલોમીટર દૂર રણ વિસ્તારમાં હતું. એક જ દિવસમાં રાજ્યના બે અલગ-અલગ છેડે નોંધાયેલા આ હળવા આંચકાઓને પગલે ભૂસ્તરશાસ્ત્રીઓ આ ઘટના પર નજર રાખી રહ્યા છે. ખાસ કરીને કચ્છમાં અવારનવાર આવતા આંચકાઓને કારણે લોકોમાં સતત ભય રહેતો હોય છે, ત્યારે પોરબંદર પંથકમાં પણ ભૂકંપની હાજરી નોંધાતા તંત્ર સજાગ બન્યું છે. આ પણ વાંચો : Bhavnagar News : મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ભાવનગર યાર્ડમાં હરાજીનું કામકાજ રહેશે બંધ

Read Full Story arrow_forward
Ahmedabad: હાટકેશ્વર ઓવરબ્રિજ તોડતા પાણીની લાઈનમાં ભંગાણ, લાખો લીટર પાણી વેડફાયું
calendar_today January 13, 2026

Ahmedabad: હાટકેશ્વર ઓવરબ્રિજ તોડતા પાણીની લાઈનમાં ભંગાણ, લાખો લીટર પાણી વેડફાયું

અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આજે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા મોટી મુશ્કેલી સર્જાઇ છે. હાટકેશ્વર ઓવરબ્રિજ તોડતા લાઈનમાં ભંગાણ થયું છેલાખો લીટર પાણીનો વેડફાટ પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થવાના કારણે હાટકેશ્વર સર્કલની આસપાસ લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. હાટકેશ્વરથી CTM તરફના રોડ પર પાણી ભરાઈ ગયા આ લાઈન ભંગાણને કારણે હાટકેશ્વરથી CTM તરફના રોડ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાત્કાલિક કામગીરી શરૂ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને ઘટનાની જાણ થતા તરત જ સ્થળ પર મોકલવામાં આવી છે. ટીમ દ્વારા ભંગાણ યોગ્ય રીતે મરામત કરવા અને પાણીની સપ્લાય પુનઃસુચારુ કરવા તાત્કાલિક કામગીરી શરૂ કરી છે. આ પણ વાંચો----    Dahod : દારૂની હેરાફેરીમાં ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ સામે ફરિયાદ, 66 હજારનો વિદેશી દારૂ જપ્ત

Read Full Story arrow_forward
Surendranagr News : ખારાઘોઢામાં 'સિલિન્ડર ચોર'નો આતંક, 8 દિવસમાં 7 ઘરમાંથી ગેસના બાટલા ઉઠાવી ગયા તસ્કરો
calendar_today January 13, 2026

Surendranagr News : ખારાઘોઢામાં 'સિલિન્ડર ચોર'નો આતંક, 8 દિવસમાં 7 ઘરમાંથી ગેસના બાટલા ઉઠાવી ગયા તસ્કરો

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોઢા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરોએ અનોખો આતંક મચાવ્યો છે. અહીં કોઈ કિંમતી ઘરેણાં કે રોકડની ચોરી નહીં, પરંતુ માત્ર ગેસ સિલિન્ડરની ચોરી કરતી એક વિચિત્ર ગેંગ સક્રિય થઈ છે. ખારાઘોઢાના જગદીશ સોસાયટી અને ખોડિયારનગર સહિતના વિસ્તારોમાં છેલ્લા આઠ દિવસમાં જ સાત અલગ-અલગ ઘરોને નિશાન બનાવીને તસ્કરો ગેસના બાટલા ઉઠાવી ગયા છે. રાત્રિના સમયે તસ્કરો ત્રાટકે છે અને ઘરની બહાર કે રસોડાના ભાગે રાખેલા સિલિન્ડર ચોરીને પલાયન થઈ જાય છે, જેના કારણે ગૃહિણીઓમાં ભારે મુશ્કેલી અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.પાટડી પોલીસ સામે પડકાર એક જ અઠવાડિયામાં સાત-સાત ઘરોમાં ગેસ બોટલની ચોરી થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે સ્થાનિકોએ પાટડી પોલીસ મથકે દોડી જઈને લેખિત રજૂઆત કરી છે અને તાત્કાલિક પેટ્રોલિંગ વધારીને ચોર ગેંગને ઝડપી લેવા માંગ કરી છે. પાટડી પોલીસે ગ્રામજનોને ખાતરી આપી છે કે આ મામલે તપાસ તેજ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં તસ્કરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ 'ગેસ બોટલ ચોર' ગેંગને ક્યારે પકડે છે, કારણ કે સતત થઈ રહેલી ચોરીને પગલે ગામમાં ફફડાટ વ્યાપેલો છે. આ પણ વાંચો : Porbanadar માં 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, દરિયાકાંઠાના વિસ્તારોમાં અનુભવાઈ ધ્રુજારી

Read Full Story arrow_forward