android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News : વડોદરામાં અફઘાનિસ્તાનના વિદ્યાર્થીનો રૂમમાંથી મૃતદેહ મળ્યો, હાર્ટ એટેક આવ્યો હોવાની પોલીસને આશંકા
calendar_today January 12, 2026

Vadodara News : વડોદરામાં અફઘાનિસ્તાનના વિદ્યાર્થીનો રૂમમાંથી મૃતદેહ મળ્યો, હાર્ટ એટેક આવ્યો હોવાની પોલીસને આશંકા

વડોદરામાં 34 વર્ષીય બયાનુલ્લા ઝીયાનો મળી આવ્યો મૃતદેહ અને MS યુનિ.માં આર્કિટેક્ચર વિભાગમાં અભ્યાસ કરતો વિધાર્થી, મિત્રોએ તેનો સંપર્ક કરતા તે મળી આવ્યો ન હતો અને બધા મિત્રો ઘરે આવ્યા અને ઘરનો દરવાજો તોડીને જોતાં મૃતદેહ મળી આવ્યો હતો, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે. વડોદરામાં અફઘાનિસ્તાનના વિદ્યાર્થીનું મોત ફતેગંજના ઍકસ્પરિમેન્ટલ રેસિડન્સમાં રહીને એમ.એસ.યુનિના આર્કિટેકચર વિભાગમાં પીએચડી કરતા અફઘાનિસ્તાનના કાનૂરના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. અફઘાનિસ્તાનના કાનૂરમાં રહેતો બયાનઉલ્લા ઝીયા (ઉ.વ.૩૪) રાજકોટથી આર્કિટેકચરમાં માસ્ટરની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ એમ. એસ.યુનિમાં પીએચડી માટે જોડાયા હતા. બે દિવસથી તેના પરિવારજનો તેનો મોબાઇલ પર સંપર્ક કરી રહ્યાં હતાં. આખરે પ્રતાપગંજ વિસ્તારમાં રહેતા અમાનઉલ્લા નામના વિદ્યાર્થીનો બયાન ઉલ્લાના પરિવારજનોએ સંપર્ક કરી તેના રહેઠાણ પર તપાસ કરવા માટે કહ્યું હતું. અમાનઉલ્લા ઍકસ્પરિમેન્ટલ રેસિડન્સિમાં તપાસ કરતા તેના ફલેટનો દરવાજો બંધ હતો ઘણું કરવા છતાં દરવાજો નહીં ખોલતા દરવાજો તોડીને શનિવારે રાત્રે તેઓ અંદર ગયા હતા. જયાં બયાનઉલ્લા બેશુદ્ધ પડયો હતો. સયાજી હૉસ્પિટલખાતે લઇ જવાતા તેને મૃત જાહેર કર્યો હતો. સયાજીગંજ પોલીસે તેના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરાવતા પ્રાથમિક રિપોર્ટમાં બયાનઉલ્લાનું મોત હૃદયરોગના લીધે નીપજયું હોવાનું સપાટી પર આવ્યું હતું. સયાજીગંજ પોલીસે આ અંગે અકસ્માત મોતના કાગળો તૈયાર કરી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો : Junagadh News : જૂનાગઢની સ્થાનિક પોલીસ આરામમાં હતી અને સ્ટેટ મોનિટરીંગ સેલે દેશી દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ બોલાઈ 

Read Full Story arrow_forward
Ahmedabad News: વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા, અધિકારીઓ સાથેની બેઠકમાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમીક્ષા થશે
calendar_today January 12, 2026

Ahmedabad News: વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા, અધિકારીઓ સાથેની બેઠકમાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમીક્ષા થશે

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. અમદાવાદમા વડાપ્રધાનની મુલાકાતને લઈને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વડાપ્રધાનની એક ઝલક જોવા માટે વહેલી સવારથી લોકો ઉમટી પડ્યા હતાં. વડાપ્રધાન મોદી આજે સવારે અમદાવાદમાં ગાંધી આશ્રમ પહોંચ્યા હતાં. જ્યાં તેમણે અધિકારીઓ સાથે બેઠક કરી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ અધિકારીઓ સાથે ગાંધી આશ્રમના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે ચર્ચાઓ કરી સમગ્ર પ્રોજેક્ટની જાણકારી મેળવી છે.પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આશ્રમ બહાર ખડકાયો વડાપ્રધાને ગાંધી આશ્રમના નવીનીકરણ અંગે અધિકારીઓ સાથે ગાંધી આશ્રમમાં બેઠક યોજી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યાં છે. આજે વહેલી સવારથી જ લોકો વડાપ્રધાનને જોવા માટે ગાંધી આશ્રમ પાસે હાજર થઈ ગયા હતાં. પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે. ચાર હજારથી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરી દેવાયા છે. વડાપ્રધાનની અધિકારીઓ સાથેની બેઠક બાદ જર્મન ચાન્સેલર ગાંધી આશ્રમ પહોંચશે. બંને દેશના નેતાઓ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરશે. ત્યાર બાદ સમગ્ર આશ્રમની મુલાકાત લેશે. આ પણ વાંચો:Ahmedabad Kite Festival 2026 : અમદાવાદમાં આજે PM નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું કરશે ઉદ્ધાટન, 50 દેશના 135 પતંગબાજો સહભાગી થશે

Read Full Story arrow_forward
Surat શહેરમાં રોગચાળાએ ફરી માથું ઊંચક્યું, બે મહિનાની બાળકીનું મોત
calendar_today January 12, 2026

Surat શહેરમાં રોગચાળાએ ફરી માથું ઊંચક્યું, બે મહિનાની બાળકીનું મોત

સુરત શહેરમાં ફરી એકવાર રોગચાળાએ માથું ઊંચકતા લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. તાવની ગંભીર અસરથી બે મહિનાની એક બાળકીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. બે મહિનાની બાળકી તાવમાં સપડાઈ હતી માહિતી મુજબ ગોડાદરા વિસ્તારમાં રહેતી બે મહિનાની બાળકી તાવમાં સપડાઈ હતી. શરૂઆતમાં બાળકીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી પરંતુ તબિયત વધુ લથડતા તેને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું કરુણ મોત થયું હતું. આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો બાળકીના મોતની ઘટના બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે. વિસ્તારમાં આરોગ્ય ટીમો દ્વારા સર્વે અને તપાસ શરૂ કરવામાં આવી છે. તાવ અને અન્ય રોગચાળા અંગે સાવચેતી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ શહેરમાં વધી રહેલા તાવના કેસોને લઈને આરોગ્ય તંત્ર પર દબાણ વધી રહ્યું છે. સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો-----  Ahmedabad : જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ અમદાવાદની મુલાકાતે, મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય યોજશે બેઠક

Read Full Story arrow_forward