android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chotila : ચોટીલા - રાજકોટ હાઇવે પર રોડના સમારકામને લઈ ટ્રાફ્કિજામ સર્જાયો
calendar_today October 22, 2026

Chotila : ચોટીલા - રાજકોટ હાઇવે પર રોડના સમારકામને લઈ ટ્રાફ્કિજામ સર્જાયો

રાજકોટ અમદાવાદ હાઇવે પર અવારનવાર રીપેરીંગના કામને લઈને ટ્રાફ્કિજામની સ્થિતિ સર્જાય છે. હાઇવે ઓથોરિટીના અણઘડ વહીવટ અને ધીમી ગતિની કામગીરીને લઈને વારંવાર વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફ્કિજામમાં ફસાવવાનો વારો આવે છે. ત્યારે ગુરુવારે પણ નાની મોલડી ગામથી ટોલનાકા સુધીનાં હાઈવે રોડનું રીપેરીંગ કામ ચાલુ હોય અને ડાયવર્ઝન પણ સાવ સાંકળી શેરી જેવો અપાતા વહેલી સવારથી બપોર સુધી 8 કિમી સુધી હાઈવેની બંને સાઈડ વાહનોના થપ્પા લાગ્યા હતા. એથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જેના પગલે આણંદપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ્ની કલાકોની ભારે જહેમત બાદ ટ્રાફ્કિ હળવો થયા બાદ વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar : પોલીસે પીછો કરતા ચાલક દારૂ ભરેલ કાર મૂકીને ફરાર
calendar_today October 22, 2026

Surendranagar : પોલીસે પીછો કરતા ચાલક દારૂ ભરેલ કાર મૂકીને ફરાર

દસાડા-બહુચરાજી હાઈવે પર દારૂ ભરેલ કારની બાતમી મળતા પોલીસે વોચ રાખી હતી. જેમાં ચાલકે કાર ભગાવતા પોલીસે પીછો કર્યો હતો. જયારે ચાલક વણોદ-આલમપુર રોડ પર દારૂ ભરેલ કાર મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂ, કાર, મોબાઈલ સહિત રૂપીયા 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ચાલકની શોધખોળ આદરી છે.સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ બી.એચ.શીંગરખીયાની સુચનાથી સ્ટાફના વિજયસિંહ પરમાર, સંજયભાઈ સહિતનાઓ દસાડા-બહુચરાજી હાઈવે પર આવેલ વાલેવડા ગામ પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. જેમાં બહુચરાજી તરફથી આવતી કીયા કાર શંકાસ્પદ લાગતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં કાર ચાલક કાર ભગાવી હતી. આથી પોલીસે પીછો કરતા વણોદથી આલમપર જવાના રસ્તે વળાંક પર ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે તપાસ કરતા કારમાંથી દારૂના 2784 ચપલા મળી આવ્યા હતા. આથી દારૂ, મોબાઈલ અને કાર સહિત રૂપીયા 10,01,784નો મુદ્દામાલ કબજે કરી દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરાર કાર ચાલકને શોધવા વધુ તપાસ પીએસઆઈ ડી.કે.સોલંકી ચલાવી રહ્યા છે. જયારે લખતર પોલીસને પેટ્રોલીંગ દરમીયાન છારદનો સુનીલ સંતોષભાઈ સારોલા ભાસ્કરપરા ગામની કેનાલ પાસે વિદેશી દારૂ વેચતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં સુનીલ સારોલા વિદેશી દારૂના 41 ચપલા કિંમત રૂપીયા 4100 સાથે પકડાયો છે. બીજી તરફ જોરાવરનગર પોલીસે વઢવાણ તાલુકાના કટુડામાંથી 24 વર્ષીય પ્રતિપાલસિંહ સહદેવસિંહ ઝાલાને દારૂની ર બોટલ અને જયુપીટર સાથે રૂપીયા 32 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Wadhwan : માં પશુ ચોરી કેસમાં ફરાર આરોપીને પોલીસે કચ્છથી પકડી પાડયો
calendar_today October 22, 2026

Wadhwan : માં પશુ ચોરી કેસમાં ફરાર આરોપીને પોલીસે કચ્છથી પકડી પાડયો

વઢવાણના નવા દરવાજા સામે રહેતા ફૈઝલભાઈ ઈકબાલભાઈ વડદરીયા પશુપાલનનો વ્યવસાય કરે છે. તા. 14-6-25 ના રોજ રાત્રે તેમના વરંડામાંથી ર પશુઓ ચોરાયા હતા. બીજી તરફ આ જ સમયે આજ વિસ્તારમાં રહેતા શારદાબેન રાજુભાઈ વૈષ્ણવના પણ ર પશુઓની ચોરી થઈ હતી. આ અંગે વઢવાણ પોલીસ મથકે રૂપીયા 47 હજારની કિંમતના 4 પશુઓની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં ફરાર આરોપી રૂડા પરમાર કચ્છમાં હોવાની બાતમી પેરોલ ફર્લો સ્કવોડના કપીલભાઈ સુમેરાને મળી હતી. જેમાં સ્ટાફના કિશોરભાઈ, રાકેશભાઈ સહિતનાઓએ કચ્છમાં ધામા નાંખી ફરાર આરોપી મુળ વાંકાનેરના અને હાલ કચ્છના રાપર તાલુકાના મોમાઈપરામાં રહેતા રૂડા ઉર્ફે વિજય ટપુભાઈ પરમારને કચ્છના આદેસરમાંથી ઝડપી લીધો છે. આ શખ્સને વઢવાણ પોલીસના હવાલે કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward