android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mandal : વનપરડીમાં 100 વર્ષથી વધુ જુની નાટય પરંપરા આજેય જીવંત
calendar_today October 22, 2026

Mandal : વનપરડીમાં 100 વર્ષથી વધુ જુની નાટય પરંપરા આજેય જીવંત

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વનપરડી ગામમાં 100 વર્ષથી પણ વધુ સમયથી નવરાત્રી પર્વ દરમ્યાન બહુચર મંડળ દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવામાં આવી રહી છે. ગામમાં નવરાત્રી શરૂ થયેથી પ્રથમ જ નોરતાથી નોમ સુધી દરરોજ વિવિધ નાટકો ભજવવામાં આવે છે. પરંપરા ગામની લોકસંસ્કૃતિ અને ધાર્મીક આસ્થાનું પ્રતીક બની રહી છે. માતાજી સમક્ષ માનતા રાખનાર ભક્તોની મનોકામના પુર્ણ થતાં તેમના તરફથી જાતરનો ખેલ યોજવામાં આવે છે. જ્યારે દશેરાના પવિત્ર દિવસે બહુચર મંડળ દ્વારા પરંપરાગત રીતે જાતરનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે સૌ પ્રથમ ગણપતિજીનો ખેલ અને ત્યારબાદ મહાકાળી માતાજીનો ખેલ ભજવવામાં આવે છે. મંડળના મેનેજર તરીકે પટેલ આત્મારામભાઈ મગનભાઈ સેવા આપી રહ્યાં છે. ગામના તમામ જ્ઞાતિ-સમાજના ઉત્સાહી યુવાનો એકસાથે જોડાઈને નાટકનું મંચન કરે છે અને વર્ષો જુની પરંપરાને આગળ ધપાવે છે. આધુનિક યુગમાં પણ વનપરડી ગામના યુવાનો દ્વારા લોકનાટય અને ધાર્મિક સંસ્કૃતિનું જતન કરવામાં આવી રહ્યું છે. જે ગામની એકતા,શ્રદ્ધા અને સાંસ્કૃતિક વારસાની આગવી ઓળખ સમાન છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Deesa :  રૂ.500 કરોડના GST કૌભાંડમાં વીડિયો વાઈરલ
calendar_today October 22, 2026

Deesa : રૂ.500 કરોડના GST કૌભાંડમાં વીડિયો વાઈરલ

ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં અનેક પ્રકારની ગેરનીતિઓની અનેક વખત ફરિયાદો થઈ ચૂકી છે પરંતુ ચૂંટાયેલા સત્તાધીશો અને માર્કેટના અધિકારીઓની મિલીભગતથી સરકારને ચૂનો લગાડવાનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે. ત્યારે હમણાં એક વેપારી 2.47 મિનિટનો એક વિડીયો વાયરલ કર્યો છે જે ખળભળાટ મચાવી દે તેઓ આ વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોના કારણે માર્કેટમાં પેઢી ધરાવતા અનેGSTની ચોરી કરનાર અનેક વેપારીઓમાં દોડધામ મચી જવા પામી છે સાથે માર્કેટના સંડોવાયેલ અધિકારીઓ પણ પોતાના બચાવમાં દોડધામ શરૂ કરી છે. આ વિડીયોમાં રૂ.500 કરોડનું GST કૌભાંડ થયું હોવાનું સ્પષ્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. 2025-26 માં બીજા રાજ્યોમાંથી મગફળી ખરીદી ખેડૂતોના રોકડા પૈસા આપી અને એ બિલોનો વહીવટ બારોબાર કરી દેવામાં આવ્યો છે. તા.5/5/25 થી 31/6/2026 સુધી આ બિલોનું વહીવટ થયું હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. ચોમાસુ મગફળીમાં આનો વહીવટ થયો હોવાનું પણ સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે. હાલમાં હરાજીમાં ખરીદી કરી અને વેપારીઓ ખેડૂતોને રોકડા પૈસા આપી દેતા હોય છે અને તેના બિલો અન્ય રાજયોમાંથી આવેલા બિલો જે ડીસામાંથી ખરીદી કરતા વેપારીઓને બારોબાર પકડાવી દેતા હોય છે જેનાથી રાજ્યનેGSTનું મોટું નુકસાન થઈ રહ્યું છે. 2025-26 માં ગુજકોમાસોલ દ્વારા વિવિધ મંડળીઓને ટેકાના ભાવે મગફળી ખરીદવાની મંજુરીઆપી હતી. તેમાં પણ વેપારીઓ અને મંડળીના સંચાલકો ભેગા મળી અન્ય રાજ્યોમાંથી મગફળી લાવી અને હલકી ગુણવત્તાની મગફળી ભરાવી સરકારને નુકસાન કરાવવાનું કામ કર્યું છે હાલમાં પણ મગફળીની ખરીદી બિલોથી થતી નથી. માત્ર પાંચ ટકા જ વેપારીઓ બિલથી વ્યવહાર કરી રહ્યા છે બાકીના વેપારીઓ સરકારને નુકસાન કરાવવાનું કામ કરી રહ્યા છે જોકે કેટલીક પેઢીઓના નામ ન આપવાની સાથે જણાવ્યું હતું કે, અગાઉ ખરીદેલી મગફળીનું હવે વેચાણ બતાવી અને પાકા બિલો બનાવવાનું શરૂ કરી દીધેલ છે અને GSTની સરકારને નુકસાન કરાવવાનું કામ પણ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે GSTબાબતે સરકારે નોંધ લેવી જરૂરી છે તેવું આ વિડીયોમાં કહેવામાં આવ્યું છે. જોકે આ વિડીયો છેલ્લા ચારથી પાંચ દિવસથી માર્કેટના વેપારીઓના ગ્રુપોમાં ફરી રહ્યું છે જેના કારણે GSTચોરી કરતા વેપારીઓમાંફફડાટ ફેલાયો છે અને પોતાના બચાવ માટે દોડધામ શરૂ કરી છે પરંતુ GSTના અધિકારીઆો આ બાબતે તપાસ કરી છે કે કેમ તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આ કૌભાંડમાં GSTના અધિકારીઓની સંડોવણી છે કે કેમ તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં તો માર્કેટમાં આ વિડીયોને લઈને સન્નાટો જોવા મળી રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Tharad : બહેનનાં પ્રેમીનો કાંટો કાઢવા ભાઈએ યુવકને દારૂમાં નશાની ગોળી ભેળવી ગળેટૂંપો આપી પતાવી દીધો
calendar_today October 22, 2026

Tharad : બહેનનાં પ્રેમીનો કાંટો કાઢવા ભાઈએ યુવકને દારૂમાં નશાની ગોળી ભેળવી ગળેટૂંપો આપી પતાવી દીધો

વાવ તાલુકાના વાવ ગામની સીમમાં સ્વરૂપ પાટીયા તરીકે ઓળખાતા ખેતરના ઢાળિયામાં 18 વર્ષીય યુવકની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા યુવાને આત્મહત્યા કર્યાનું જણાતું હતું પરંતું પરિવારજનોને શંકા જતા આ મામલે મેડીકલ રિપોર્ટનાં આધારે તપાસ કરાતા યુવકની હત્યા થયાનું ખુલ્યું છે. હત્યાની આ ઘટનામાં વાત કઈંક એવી હતી કે, 18 વર્ષીય અશોક ભગાભાઈ ઠાકોર નામના યુવકને ગામની જ એક યુવતી સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ હતો અને યુવક - યુવતી એકબીજાને અવાર-નવાર મળતા હતા. આ વાતની જાણ યુવતીનાં ભાઈ મહેશ કરશનભાઈ ઠાકોરને થઈ જતા યુવક સાથે અગાઉ ઝઘડો પણ કર્યો હતો છતા પણ યુવતીનાં ભાઈનાં મનમાં બહેનનાં પ્રેમીનો કાંટો કાઢી નાંખવાનું સુઝયું અને દારૂ પીવા બોલાવી નશામાં ચકનાચુર યુવકને ગળેફાંસો આપી દીધો હતો. આ ઘટનામાં વાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે બે ઈસમો સામે હત્યા અને મદદગારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળેલી વિગતો અનુસાર, મૃતક અશોક ઠાકોરને આરોપી મહેશ કરશનભાઈ ઠાકોરની બહેન સાથે વિતેલા બે વર્ષથી પ્રેમસંબંધ હતો. આ બાબતને લઈને આશરે પંદર દિવસ પહેલાં મહેશ અને અશોક વચ્ચે બોલાચાલી અને ઝઘડો પણ થયો હતો. પ્રેમ સંબંધ મંજૂર ન હોવાથી મહેશ ઠાકોરે અશોકની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું હતું.ગત તારીખ 21/10/2026ના રોજ સાંજના સમયે આરોપી મહેશ ઠાકોર અને કીરણ જોહાભાઈ ઠાકોરે અશોકને દારૂ પીવડાવ્યો હતો. આરોપીઓએ દારૂની બોટલમાં નશાની ચાર ગોળીઓ ભેળવી દઈ અશોકને અતિશય નશાની હાલતમાં કરી દીધો હતો. ત્યારબાદ અંધારું થતાં અશોકને ખેતરના ઢાળિયામાં લઈ જઈ ગળાના ભાગે ટૂંપો આપી તેની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓએ બનાવને આત્મહત્યામાં ખપાવવા માટે મૃતક અશોકના જ શર્ટ (પેરણ) વડે તેના મૃતદેહને ઢાળિયાના લાકડા (નાટે) સાથે લટકાવી દીધો હતો અને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. મૃતકના ભાઈ મુકેશભાઈ ઠાકોરે અશોકની શોધખોળ હાથ ધરતાં ઢાળિયામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. તેના પગ ઘૂંટણ સુધી જમીનને અડેલા હોવાથી અને ગળા પર ફંસાના નિશાન ન હોવાથી પરિવારે શંકા વ્યક્ત કરી 108 મારફ્તે વાવ સરકારી હોસ્પિટલ ખસેડયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.મૃતકના ભાઈ મુકેશભાઈ ભગાભાઈ ઠાકોરની ફરિયાદના આધારે વાવ પોલીસે મુખ્ય આરોપી મહેશ કરશનભાઈ ઠાકોર (હાલ રહે. વાવ સીમ, મૂળ રહે. ખરડોલ) અને કીરણ જોહાભાઈ ઠાકોર (રહે. ઊંચપા) વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ. હાર્દિક દિનેશ મકવાણાએ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward