android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather Update: દિલ્હી સહિત આ રાજ્યોમાં ઠંડીનો કહેર, બે દિવસ શીત લહેરની ચેતવણી
calendar_today January 11, 2026

Weather Update: દિલ્હી સહિત આ રાજ્યોમાં ઠંડીનો કહેર, બે દિવસ શીત લહેરની ચેતવણી

દિલ્હી-NCR સહિત દેશના અનેક ભાગોમાં જોરદાર ઠંડીનો કહેર શરૂ થઇ ગયો છે. પહાડી વિસ્તારોથી લઇને ઉત્તર ભારત સુધી ગાઢ ધુમ્મસ અને શીત લહેરનો પ્રકોપ ચાલુ છે.જેના કારણ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. અનેક રાજ્યોના 50 જિલ્લાઓમાં સામાન્ય તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી નીચે દાખલ કરવામાં આવી રહ્યુ છે. જેનાથી હાડ કાંપનારી ઠંડીનો અનુભવ થશે. 11 થી 15 જાન્યુઆરી સુધી જોરદાર ઠંડીનો અનુભવ થશે. 11 થી 15 જાન્યુઆરી સુધી ભારે ઠંડી રહેશે. હવામાન આગાહી મુજબ, 11 થી 15 જાન્યુઆરી સુધી દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને હરિયાણામાં ઠંડીનું મોજું અને ખૂબ જ ગાઢ ધુમ્મસ રહેશે. આનાથી ઠંડી વધુ વધશે.વધારે ઠંડીને કારણે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીમાં કેવું રહેશે હવામાન ? દિલ્હીમાં શીતલહેરના કારણે તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શનિવારે ન્યુત્તમ પારો 4.2 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યુ છે. શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સૌથી વધારે ઠંડીની સવાર દાખલ કરવામાં આવી છે. જે 2024 પછી જાન્યુઆરીની સૌથી ઠંડી સવાર હતી.આગામી બે દિવસમાં પરિસ્થિતિ વધુ વણસવાની ધારણા છે અને 'શીત લહેર' ચાલુ રહેવાની ધારણા છે.હવામાન વિભાગે રવિવાર અને સોમવાર માટે "યલો એલર્ટ" જારી કર્યો છે, જેમાં મધ્યમથી ગાઢ ધુમ્મસ અને શીત લહેરની ચેતવણી આપવામાં આવી છે. સવારે પણ મધ્યમથી ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. આ પણ વાંચોઃ West Bengal : ભાજપ નેતા સુવેન્દુ અધિકારીની કાર પર ફરી હુમલો, TMC પર લગાવ્યો આરોપ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, આજે સવારે 9:45 કલાકે શૌર્ય યાત્રામાં ભાગ લેશે
calendar_today January 11, 2026

Gujarat Latest News Live : PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, આજે સવારે 9:45 કલાકે શૌર્ય યાત્રામાં ભાગ લેશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 11 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Weather News : ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતા શહેરીજનો ઠુઠવાયા, નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું
calendar_today January 11, 2026

Weather News : ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતા શહેરીજનો ઠુઠવાયા, નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું

રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, કંડલા એરપોર્ટ 10.1, ભુજમાં 10.2 ડિગ્રી તાપમાન, ડીસામાં 10.4, ગાંધીનગરમાં 10.5 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 12.1, કંડલા પોર્ટમાં 12.6 ડિગ્રી તાપમાન, વડોદરામાં 13.6, સુરતમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું. આગામી 5 દિવસોમાં ઠંડી વધુ વધવાની શક્યતા ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી 5 દિવસોમાં ઠંડી વધુ વધવાની શક્યતા છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. ખાસ કરીને રાત અને સવારના સમયે શીતલહેરનો પ્રભાવ વધુ તીવ્ર બનશે. પર્વતીય વિસ્તારોમાં થઈ રહેલી બરફબારીનો અસર મેદાની વિસ્તારોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે, જેના કારણે ઠંડી પવન ફૂંકાઈ રહ્યા છે અને ઠંડીનો અહેસાસ વધુ વધી ગયો છે. આ પણ વાંચો : Gujarat Latest News Live : PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, આજે સવારે 9:45 કલાકે શૌર્ય યાત્રામાં ભાગ લેશે

Read Full Story arrow_forward