android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Diyodar: એક યુવતીએ રાધનપુરના શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી
calendar_today January 10, 2026

Diyodar: એક યુવતીએ રાધનપુરના શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

દિયોદર તાલુકાની એક યુવતીએ રાધનપુર ના એક શખ્સ સામે દુષ્કર્મ નો આરોપ મૂકી એક મહિલા સહિત ત્રણ ઇસમો વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે જેમાં યુવતી એ ઓફ્સિમાં રજિસ્ટર લખવાનું કહી લઈ જઈ દુષ્કર્મ આચરી યુવતીને ધમકી આપી અમદાવાદ ખાતે લગ્ન કરાવી દીધા હોવાનું બહાર આવ્યું છે દિયોદર તાલુકાની એક યુવતીએ રાધનપુર ખાતે રહેતા (1)ભાવસંગ કાઠડિયા નામનો શખ્સ યુવતીને ઓફ્સિ માં રજીસ્ટર લખવાનું કહી રાધનપુર ખાતે લઈ જઈ ઓફ્સિ માં યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું જેમાં થોડા સમય બાદ આરોપી (1) ભાવસંગ કાઠડિયા (2) પ્રકાશ ડાયા ભાઈ કાઠડિયા (3) હંસાબેન પ્રકાશભાઈ કાઠડીયા તમામ રહે રાધનપુર વાળા એ યુવતીને વિડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી અમદાવાદ ખાતે લઈ જઈ ધમકી આપી કોર્ટ મેરેજ કરાવી દીધા જે મામલે દિયોદર તાલુકાની એક યુવતીએ દિયોદર પોલીસ મથકે ત્રણ ઇસમો વિરુદ્ધ લેખિત ફરિયાદ આપતા પોલીસે યુવતીની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: ચરોતરમાં ઊંધિયા-જલેબીને મોંઘવારીનું ગ્રહણ
calendar_today January 10, 2026

Anand: ચરોતરમાં ઊંધિયા-જલેબીને મોંઘવારીનું ગ્રહણ

આણંદ-ખેડા જિલ્લામા વિવિધ તહેવારોની ઉજવણી ધાર્મિક, સાંસ્કૃત્તિક, સામાજીક મુલ્યો આધારિત કરવામા આવે છે. ત્યારે ચરોતરમા મકરસંક્રાન્તિ પર્વે મોટાપાયે આરોગાતા ઊંધીયા-જલેબીના વ્યવસાયિકોએ પણ શહેરી-ગ્રામ્ય વિસ્તારોમા કામચલાઉ દુકાનો અત્યારથી જ શરૂ કરી છે. શિયાળુઋતુમા પૌષ્ટિકૉ, મીનરલ્સ અને વિટામીનથી ભરપુર તાજા લીલા શાકભાજી સહિત લસણ, આદુ, કોથમીર જેવા મસાલા સાથે શરીર સ્વાસ્થ્યની ઋતુમાં શરીરને પોષક શાકભાજીનો વિપુલ લાભ ઉપલબ્ધ કરાવવા માટે ઠેર-ઠેર ઊંધીયા જલેબની મિજબાની ગોઠવાય છે.જેમા સુરત-કીમ તરફથી આવતી પાપડી ઉપરાંત બટાટા, શક્કરિયા, ગાજર, રતાળુ રીંગણ સહિતના શાકભાજી, મરીમસાલા નાંખીને ઊંધીયું તૈયાર કરાય છે. જેમા કેટલાક સ્વાદપ્રિય શોખીનો દ્વારા સેવ, ડ્રાયફ્ર્ટુસ નાંખીને ઊંધીયાને વધુ સ્વાદિષ્ટ બનાવતુ હોઇ જુદા-જુદા વ્યંજનો ઉમેરીને ઊંધીયું બનાવવામા આવે છે. તદુપરાંત સાદી જલેબી, નીર, અડદ, ચોખ્ખા ઘીની જલેબી, ઇમરતી વિના ઊંધીયાપાર્ટી ફિક્કી બની રહે છે. ત્યારે અગાઉના વર્ષોની અપેક્ષાએ ખાંડ, ઘી-ખાદ્યતેલ, ડ્રાયફ્ટુસ, બેસન, શાકભાજી, સહિતનો કાચો માલ મોઘો બનતા મકરસંક્રાન્તિએ ઊંધીયા-જલેબીના ઉત્પાદન ઉપર ભાવવધારાનુ ગ્રહણ તોળાતા ચરોતરવાસીઓને ઊંધીયા-જલેબીની મિજબાની મોંઘી સાબિત થશે. જોકે મોટી દુકાનો, કે વ્યાપારિક ધોરણે જથ્થાબંધ ભાવે વેચાતા ઊંધીયા-જલેબીની અપેક્ષાએ નાની દુકાનો, નાના વેપારીઓ પાસેથી ખરીદાતા ઊંધીયા-જલેબીના ભાવોમા આંશિક તફાવત જોવા મળી રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: 14 જાન્યુઆરીથી ધનારક પૂર્ણ થશે, ચાલુ વર્ષે લગ્નના 44 મુર્હૂત
calendar_today January 10, 2026

Himatnagar: 14 જાન્યુઆરીથી ધનારક પૂર્ણ થશે, ચાલુ વર્ષે લગ્નના 44 મુર્હૂત

જાન્યુઆરી મહિનાની 14 તારીખે ધનારક(કમૂરતા) પૂર્ણ થયા બાદ સાબરકાંઠા સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં શુભકાર્યોની શરૂઆત થશે. જોકે આગામી 6 મહિનામાં જ્યોતિષની દ્રષ્ટિએ 44 મુહૂર્ત છે, ત્યારે તે સમયગાળા દરમિયાન શુભ પ્રસંગો કરવા માટેના વિવિધ વ્યવસાયોમાં જોડાયેલા અનેક પરિવારો માટે ધનારક કમૂરતાનું મીની વેકેશન પૂર્ણ થયા બાદ તેમના ધંધા-રોજગારમાં બરકત આવશે.વિજયનગર ચિતરીયાના જ્યોતિષ દેવશંકર ભટ્ટ, ઈડર લિંભોઈ અંબિકા મંદિરના પુરોહિત જનકભાઈ બી.શાસ્ત્રીના જણાવ્યા મુજબ, તા. 14 જાન્યુઆરીને બુધવારે બપોરે 15:08 મિનિટે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે ધનારક પૂર્ણ થઈ જશે. ત્યારબાદ અનેક ઠેકાણે શુભ પ્રસંગોના ભાગરૂપે ઢોલ ઢબુકવા માંડશે, કેટલેક ઠેકાણે જમણવાર, વરઘોડા અને દેવદર્શન સહિત નાના-મોટા કાર્યક્રમોની શરૂઆત થઈ જશે. મકર સંક્રાંતિના પર્વને અનેક લોકો પુણ્ય પર્વ તરીકે ઓળખે છે ત્યારે આ દિવસે તલનું દાન કરવું જોઈએ, ગરીબોને કપડાનું દાન કરી અબોલા પશુઓને ઘાસચારો ખવડાવવાની માન્યતા છે. કમૂરતા પૂર્ણ થયા બાદ હિંદુ શાસ્ત્રના મત મુજબ ધનારક, મિનારક, ગુરૂ-શુક્ર અસ્તમાં હોવાને કારણે શુભકાર્યો વર્જિત હતા. ગ્રહો અને સંયોગના પગલે 3 ફેબ્રુઆરી 2026ના રોજ શુક્ર અસ્ત હોવાને કારણે 44 શુભ મુહર્તો પૈકી પહેલું મૂહર્ત 7 ફેબ્રુઆરીના રોજનું છે. જોકે તા. 16 જુલાઈ અષાઠ સુદ-બીજને ગુરૂવારે સૂર્ય કર્ક રાશિમાં આવતો હોવાથી તે સમયગાળા દરમિયાન લગ્ન મૂહર્તના યોગ નથી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward