android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
સપનાનું ઘર શોધો છો? તો આજે જ મુલાકાત લો ‘GIHED Property Olympiad 2026’ની
calendar_today January 10, 2026

સપનાનું ઘર શોધો છો? તો આજે જ મુલાકાત લો ‘GIHED Property Olympiad 2026’ની

અમદાવાદ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રિયલ એસ્ટેટ ક્ષેત્રના સૌથી પ્રતિષ્ઠિત પ્રદર્શન GIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડની ૨૦મી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે સાંજે આ એક્સ્પોનું ઉદ્ઘાટન કર્યું હતું. આમાં એક ટેગ લાઇન પણ આપવામાં આવી છે હવે અમદાવાદનો દસકો છે. વિકાસ સાથે પર્યાવરણનું જતન મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે અમદાવાદ હવે વૈશ્વિક વિકાસના પંથે છે. તેમણે ડેવલપર્સને ખાસ અપીલ કરી કે માત્ર ઈમારતો જ નહીં, પણ ગ્લોબલ વોર્મિંગ સામે લડવા 'ગ્રીન કવર', વરસાદી પાણીનો સંગ્રહ અને ઊર્જા બચત પર વધુ ભાર મૂકવો જરૂરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સામાન્ય માનવીને પાકા મકાનો મળી રહ્યા છે, જે સુખાકારીનું પ્રતીક છે. આગામી દસકો અમદાવાદના વિકાસનો ક્રેડાઈ-ગાહેડના સેક્રેટરી અંકુરભાઈ દેસાઈએ જણાવ્યું કે, અમે 2005થી સતત આ શોનું આયોજન કરીએ છીએ. આ વર્ષે 'પ્રોપર્ટી ઓલિમ્પિયાડ' નામ રાખવા પાછળનું મુખ્ય કારણ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036ની ઓલિમ્પિક્સ છે. આ આગામી દસકો અમદાવાદના વિકાસનો છે. રોકાણ માટે સુવર્ણ તક આ પ્રોપર્ટી ઓલિમ્પિયાડમાં મુલાકાતીઓને એક જ જગ્યાએ અમદાવાદના અલગ-અલગ વિસ્તારોના ૪૦૦થી વધુ નાના-મોટા પ્રોજેક્ટ્સ જોવા મળશે, જેમાં શહેરના જાણીતા 60થી વધુ બિલ્ડરો ભાગ લીધો છે. આગામી કોમનવેલ્થ ગેમ્સ (૨૦૩૦) અને ઓલિમ્પિક્સ (૨૦૩૬) ની તૈયારીઓને પગલે અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બની રહ્યું છે. નિષ્ણાતોના મતે, ૨૦૨૬માં અમદાવાદના રિયલ એસ્ટેટમાં કરેલું રોકાણ આવનારા વર્ષોમાં અનેક ગણું વળતર આપી શકે છે. જો તમે પણ તમારા સપનાનું ઘર કે રોકાણ કરવા માંગતા હોવ, તો ૧૧ જાન્યુઆરી સુધી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ પ્રોપર્ટી શોની મુલાકાત ચોક્કસ લો. Disclaimer: આ એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે.

Read Full Story arrow_forward
Surat માં મોટા વરાછા ખાતે સાયબર ક્રાઈમના દરોડા, દુબઈની કંપનીમાં રોકાણના નામે છેતરપિંડી કરનારા બે ઝડપાયા
calendar_today January 10, 2026

Surat માં મોટા વરાછા ખાતે સાયબર ક્રાઈમના દરોડા, દુબઈની કંપનીમાં રોકાણના નામે છેતરપિંડી કરનારા બે ઝડપાયા

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી KBC બિલ્ડિંગમાં સાયબર ક્રાઈમની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને રોકાણના નામે છેતરપિંડી આચરતા બે રીઢા આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ દીપક ડોબરીયા અને શૈલેષ ધામેલિયા લોકો પાસે ગેરકાયદેસર રીતે રોકાણ કરાવી તે નાણાં દુબઈની કંપનીમાં ઇન્વેસ્ટ કરતા હતા. આરોપીઓ રોકાણકારોને માત્ર 9 હજાર રૂપિયામાં પ્રાથમિક મેમ્બરશીપ આપવાની લાલચ આપી જાળમાં ફસાવતા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી દીપકે અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોના આઈડી બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે.રોકાણકારો સાવધાન! સાયબર ક્રાઈમની તપાસ મુજબ, આ ટોળકી દુબઈની કંપનીઓના નામે વિશ્વાસ અપાવીને ઉંચા વળતરની લાલચ આપતી હતી અને લોકોના મહેનતના પૈસા વિદેશી ખાતાઓમાં ટ્રાન્સફર કરતી હતી. સાયબર ટીમે દરોડા દરમિયાન કોમ્પ્યુટર, મોબાઈલ અને વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે. હાલમાં પોલીસે બંને આરોપીઓની કડક પૂછપરછ શરૂ કરી છે અને આ કૌભાંડમાં અન્ય કયા મોટા માથા સામેલ છે તેમજ દુબઈમાં બેસીને આ રેકેટ કોણ ચલાવી રહ્યું છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો : Mehsana News : ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનો માર્ગ મોકળો, હાઈકોર્ટના આદેશ બાદ 11 તારીખે મતદાન

Read Full Story arrow_forward
Bharuch News: જંબુસરના કાવી ગામે ખેતરમાં ટ્રેક્ટર પલટી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત
calendar_today January 10, 2026

Bharuch News: જંબુસરના કાવી ગામે ખેતરમાં ટ્રેક્ટર પલટી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખેતરમાં કામ અર્થે ટ્રેક્ટર લઈને જઈ રહેલા એક આશાસ્પદ યુવાનનું ટ્રેક્ટર પલટી મારી જતાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે કાવી ગામ સહિત પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. કાવી ગામનો રહેવાસી ચોક્સી ઈરફાન યુસુફ નામનો યુવાન પોતાનું ટ્રેક્ટર લઈને ખેતરમાં જઈ રહ્યો હતો.ખેતરમાં ટ્રેક્ટર લઇને જતા ટ્રેક્ટર પલટી ખાઇ ગયુંઆ દરમિયાન અચાનક કોઈ કારણોસર ટ્રેક્ટર પરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઈરફાન યુસુફ ટ્રેક્ટર નીચે દબાઈ ગયો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ચોક્સી ઈરફાન યુસુફ નામના યુવાનનું મોતમૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. કાવી પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. ખેતીકામ દરમિયાન બનેલી આ આકસ્મિક ઘટનાએ એક પરિવારનો લાડકવાયો પુત્ર છીનવી લેતા સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward