android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
CM યોગીએ માઘ મેળામાં લગાવી આસ્થાની ડૂબકી, કરી ગંગા પૂજા, જુઓ તસવીરો
calendar_today January 10, 2026

CM યોગીએ માઘ મેળામાં લગાવી આસ્થાની ડૂબકી, કરી ગંગા પૂજા, જુઓ તસવીરો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે પ્રયાગરાજમાં માઘ મેળા દરમિયાન સંગમમાં પવિત્ર સ્નાન કર્યું અને માતા ગંગાને પ્રાર્થના કરી. તેમણે શ્રદ્ધાના ત્રણ સ્નાન કર્યા અને બાદમાં સંગમ નાક નજીક સતુઆ બાબા સાથે હોડીની સવારી કરી.

Read Full Story arrow_forward
NSA Ajit Doval: આપણા મંદિરો લૂંટાઇ ગયા અને આપણે.. NSA અજીત ડોભાલે યુવાઓને કર્યુ સંબોધન
calendar_today January 10, 2026

NSA Ajit Doval: આપણા મંદિરો લૂંટાઇ ગયા અને આપણે.. NSA અજીત ડોભાલે યુવાઓને કર્યુ સંબોધન

આ સ્વતંત્ર ભારત હંમેશા એટલું સ્વતંત્ર નહોતું જેટલું આજે દેખાય છે. આપણા પૂર્વજોએ તેના માટે બલિદાન આપ્યા. તેઓએ ખૂબ અપમાન સહન કર્યું અને ભારે લાચારીના સમયગાળાનો અનુભવ કર્યો. ઘણા લોકો ફાંસીનો ભોગ બન્યા. આપણા મંદિરો લૂંટાઇ ગયા અને આપણે..આપણા ગામો બાળી નાંખવામાં આવ્યા...આપણી સભ્યતાનો નાશ થયો. આપણા મંદિરો લૂંટાઈ ગયા, અને આપણે મૂક પ્રેક્ષક બનીને લાચારીથી જોતા રહ્યા. આ ઇતિહાસ આપણને એક પડકાર આપે છે કે આજે ભારતના દરેક યુવાનની અંદર આગ હોવી જોઈએ. 'બદલો' શબ્દ આદર્શ નથી, પરંતુ બદલો પોતે જ એક શક્તિશાળી શક્તિ છે. આપણે આપણા ઇતિહાસ માટે બદલો લેવો પડશે. આપણે આ દેશને ફરી ત્યાં લઇ જવો પડશે જ્યાં આપણે આપણા અધિકારો, આપણા વિચારો અને આપણી માન્યતાઓના આધારે એક મહાન ભારતનું નિર્માણ કરી શકીએ..." આપણે કોઇ મંદિરનો નાશ કર્યો નથી- અજીત ડોભાલ તેઓએ વધુમાં જણાવ્યું કે આપણી પાસે ખૂબ વિકસિત સભ્યતા હતી. આપણે કોઈના મંદિરોનો નાશ કર્યો નથી. આપણે ક્યાંય લૂંટ ચલાવવા ગયા નથી. જ્યારે બાકીનું વિશ્વ ખૂબ પછાત હતું ત્યારે આપણે કોઈ દેશ કે કોઈ વિદેશી લોકો પર હુમલો કર્યો નથી. પરંતુ આપણે આપણી સુરક્ષા અને અમાણા સામે રહેલા જોખમોને સમજવામાં નિષ્ફળ ગયા. જ્યારે આપણે તેમના પ્રત્યે ઉદાસીન રહ્યા ત્યારે ઇતિહાસે અમને એક પાઠ શીખવ્યો. શું આપણે તે પાઠ શીખ્યા? શું આપણે તે પાઠ યાદ રાખીશું? જો આવનારી પેઢીઓ તે પાઠ ભૂલી જશે, તો તે આ દેશ માટે સૌથી મોટી દુર્ઘટના હશે. https://x.com/ANI/status/2009860383159529705વિલ પાવર વધારો- અજિત ડોભાલ તમે તમારો વિલ પાવર વધારી શકો છે. એ જ વિલપાવર રાષ્ટ્રીય શક્તિ બની જાય છે. આપણે યુદ્ધો કેમ લડીએ છીએ? આપણે મનોરોગી નથી જે દુશ્મનના મૃતદેહો અને કપાયેલા અંગો જોઈને ખૂબ સંતોષ કે આનંદ મેળવે છે. એટલા માટે યુદ્ધો લડવામાં આવતા નથી. યુદ્ધો કોઈ દેશનું મનોબળ તોડવા માટે લડવામાં આવે છે જેથી તે આપણી ઇચ્છાઓ અનુસાર શરણાગતિ સ્વીકારે અને આપણી શરતો સ્વીકારે, આપણને જે જોઈએ છે તે પ્રાપ્ત કરવા દે... રાષ્ટ્રની ઇચ્છા માટે જ યુદ્ધો લડવામાં આવે છે.https://x.com/ANI/status/2009858117895631272આવનારી પેઢી ઇતિહાસ ભૂલી જશે તો દેશ માટે દુઃખદ- અજિત પવાર તેમણે વધુમાં કહ્યું કે આજે પણ બધા યુદ્ધો અને સંઘર્ષો જુઓ જે થઈ રહ્યા છે; કેટલાક દેશો પોતાની ઇચ્છા બીજા પર લાદવા માંગે છે, અને તેના માટે, તેઓ બળનો ઉપયોગ કરી રહ્યા છે. જો તમે એટલા શક્તિશાળી છો કે કોઈ તમારો વિરોધ ન કરી શકે, તો તમે હંમેશા સ્વતંત્ર રહેશો. પરંતુ જો તમારી પાસે બધું જ છે પણ તે મનોબળ વિનાતો તમારા બધા શસ્ત્રો અને સંસાધનો નકામા હશે, અને તેના માટે તમારે નેતૃત્વની જરૂર છે. આજે, આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે દેશમાં આવું નેતૃત્વ છે. એક એવું નેતૃત્વ જેણે 10 વર્ષમાં દેશને જ્યાં હતો ત્યાંથી આગળ લઇ ગયા. દેશને ઝડપી પ્રગતિના માર્ગ પર મૂકી દીધો છે. તેમની પ્રતિબદ્ધતા, તેમની મહેનત અને તેમનું સંપૂર્ણ સમર્પણ આપણા બધા માટે પ્રેરણાદાયક છે.https://x.com/ANI/status/2009864643939054065

Read Full Story arrow_forward
Kheda News : કઠલાલ મર્ડર મિસ્ટ્રી સોલ્વ, વ્યાજની ઉઘરાણી કરતા મહિલાની હત્યા કરનાર આરોપી આબુથી ઝડપાયો
calendar_today January 10, 2026

Kheda News : કઠલાલ મર્ડર મિસ્ટ્રી સોલ્વ, વ્યાજની ઉઘરાણી કરતા મહિલાની હત્યા કરનાર આરોપી આબુથી ઝડપાયો

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના સરખેજ ગામમાં થોડા દિવસો પૂર્વે એક વિધવા મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી હતી, જેનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ હત્યા પાછળ વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી જવાબદાર હતી. આરોપી શૈલેષે એક અન્ય વ્યક્તિને આ વિધવા મહિલા પાસેથી વ્યાજે રૂપિયા અપાવ્યા હતા. જોકે, આ રકમ પરત ન મળતા મહિલા વારંવાર શૈલેષ પાસે ઉઘરાણી કરતી હતી. આ ઉઘરાણીથી કંટાળીને અને મામલો વકરતા શૈલેષે મહિલાની હત્યા કરી નાખી હતી અને ગુનો કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો.ખેડા પોલીસને મોટી સફળતા હત્યા બાદ આરોપીની શોધખોળ કરી રહેલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી શૈલેષનું લોકેશન માઉન્ટ આબુમાં ટ્રેસ કર્યું હતું. પોલીસે તુરંત કાર્યવાહી કરી આબુથી તેને ઝડપી પાડ્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ રિમાન્ડ દરમિયાન એ તપાસ કરશે કે આ હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને તેણે હત્યામાં વપરાયેલ હથિયાર ક્યાં છુપાવ્યું છે. આ બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ પણ વાંચો : Nasvadi માં વિકાસની પોકળ વાતો, રસ્તો ન હોવાથી સગર્ભાને સ્ટ્રેચરમાં ઊંચકીને દવાખાને લઈ જવાઈ

Read Full Story arrow_forward