android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની આજથી શરૂઆત, રેસકોર્સ મેદાનમાં યોજાશે પતંગ મહોત્સવ
calendar_today January 10, 2026

Gujarat Latest News Live : રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની આજથી શરૂઆત, રેસકોર્સ મેદાનમાં યોજાશે પતંગ મહોત્સવ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Rajkot News : રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની આજથી શરૂઆત, 135 પતંગબાજો લેશે ભાગ
calendar_today January 10, 2026

Rajkot News : રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની આજથી શરૂઆત, 135 પતંગબાજો લેશે ભાગ

રાજકોટમાં આજે ૧૦મી જાન્યુઆરીના રોજ રેસકોર્સ મેદાન ખાતે સવારે વાગ્યાથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થશે. જેમાં દેશ-વિદેશના મળી કુલ ૧૩૫ જેટલા પતંગબાજો ભાગ લેશે. જેના પગલે ઉતરાયણ પહેલા જ રાજકોટનું આભ રંગબેરંગી પતંગોથી ઝગમગી ઉઠશે. આ પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન ગુજરાતના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ્દહસ્તે કરવામાં આવશે.પતંગોને ઉડાવી રાજકોટના આકાશને રંગોથી ઝગમગાવશે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, RMC કમિશનર તુષાર સુમેરાની એક સંયુક્ત યાદીમાં જણાવ્યુ હતું કે, આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનુ રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે આજે શનિવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થીએટર, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજન કર્યું છે. કાર્યક્રમનો શુભારંભ ગુજરાતના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ્દહસ્તે કરવામાં આવશેઆ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬માં ઓસ્ટ્રેલીયા, બ્રાઝિલ, કોલમ્બિયા, ડેનમાર્ક, સિંગાપોર, થાઈલેન્ડ, સ્વીડન, યુનાઈટેડ કિંગડમ જેવા કુલ-૨૧ દેશો તથા ભારતના મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, ઉડીશા, તામિલનાડુ, સિક્કિમ, વેસ્ટ બેંગાલ જેવા વિવિધ રાજ્યો સહિત ૧૩૫ થી વધુ પતંગબાજો ભાગ લેશે. આ તમામ પતંગબાજો અવનવી પતંગોને ઉડાવી રાજકોટના આકાશને રંગોથી ઝગમગાવશે. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં કડકડતી ઠંડી પડતા શહેરીજનો ઠુઠવાયા, નલિયામાં સૌથી વધારે ઠંડી નોંધાઈ

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદમાં ઠંડીની સાથે હવાનું પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચ્યું, બોપલમાં હવા સૌથી વધુ પ્રદૂષિત બની
calendar_today January 10, 2026

Ahmedabad News : અમદાવાદમાં ઠંડીની સાથે હવાનું પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચ્યું, બોપલમાં હવા સૌથી વધુ પ્રદૂષિત બની

શહેરમાં હાડ થીજવતી ઠંડી સાથે હવાના પ્રદુષણમાં વધારો થયો છે, વહેલી સવારથી દૂધળુ વાતાવરણ શહેરમાં જોવા મળ્યું છે અને શહેરમાં વિઝીબિલીટીનું પ્રમાણ ઘટ્યું છે અને શહેરના અનેક વિસ્તારમાં હવાના પ્રદુષણનો આંક 400ને પાર પહોંચ્યો છે, બોપલ અને આંબલીમાં સૌથી વધારે પ્રદૂષણ નોંધાયું છે.બોપલમાં સૌથી વધારે પ્રદૂષણ નોંધાયું બોપલમાં aqi 412, થલતેજ aqi 378, જુહાપુરા aqi 310, બોડકદેવ Aqi 275, ચાંદખેડા aqi 271, ગોતા aqi 378, કઠવાડા aqi 243, વટવા aqi 254, શાહીબાગ aqi 260, શાંતિગ્રામ aqi 276, ઉસમાનપુર aqi 269, એરપોર્ટ aqi 235, સોનીની ચાલી aqi 251, નવરંગપુરા aqi 278, સેટેલાઇટ aqi 232, મણિનગર aqi 249, રખિયાલ aqi 245 નોંધાયો છે. શિયાળામાં પ્રદૂષણ તેના સર્વોચ્ચ સ્તરે હોય ત્યારે ફેફસાંના સ્વાસ્થ્યની અવગણના કરી શકાય નહી એકંદરે ક્રોનિક ઓન્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી) કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોના પછીના વર્ષોમાં આવા કેસમાં લગભગ ૩૦ ટકાનો વધારો થયો છે. હવે ૪૦થી ૫૦ વર્ષની વયના લોકોમાં પણ સીઓપીડીના લક્ષણો જોવા મળી રહ્યા છે, જેમાં સતત ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, છાતી જકડાઈ જવી અને થાક લાગવો વગેરે સામેલ છે. વાયુ પ્રદૂષણને કારણે ધુમ્રપાન નહિ કરનારા યુવાનોના કેસ પણ જોવા મળી રહ્યા છે. નવેમ્બર મહિનામાં વર્લ્ડ સીઓપીડી અવેરનેસ મંથની ઉજવણી થાય છે આ તબક્કે પલ્મોનોલોજિસ્ટનું કહેવું છે કે, લોકોએ જાગૃતિ, સમયસર ટેસ્ટિંગને પ્રાથમિકતા આપવી જોઈએ. વાયુ પ્રદૂષણને લીધે ગુજરાતમાં સીઓપીડી કેસમાં વધારો થયો છે. ડબ્લ્યુએચઓના મત મુજબ વિશ્વમાં લોકોના મૃત્યુ માટેના કારણમાં સીઓપીડી ચોથા ક્રમેથી હવે ત્રીજા ક્રમે આવી ગયું છે. પલ્મોનરી ફંક્શન ટેસ્ટ સરળ, ઝડપી છે, જે વ્યક્તિના ફેફસાં હકીકતમાં કેટલી સારી રીતે કામ કરે છે તેની માહિતી આપે છે, ઘણા દર્દીઓ પરિસ્થિતિ વણસે અને ફેફસાંને પહેલેથી જ નુકસાન થઈ ગયું હોય ત્યારે જ આવે છે, વહેલા પીએફટી સ્ક્રીનિંગથી સીઓપીડીનું વહેલું નિદાન કરી શકાય છે, જેમ ડાયાબિટિસ મેનેજ કરીએ તેમ યોગ્ય દવાથી સીઓપીડીને કાર્યક્ષમ રીતે મેનેજ કરી શકીએ છીએ. આ ટેસ્ટ હૃદયની સમસ્યાને રોકે છે ડાયાબિટીસ અથવા કોલેસ્ટ્રોલ જેવી પરિસ્થિતિ કરતાં ફેફસાંના આરોગ્યને ઓછી ગંભીરતાથી લેવામાં આવે છે. શિયાળાની સિઝનમાં હવાની ગુણવત્તામાં તીવ્ર ઘટાડાને કારણે સમસ્યામાં વધારો થાય છે, ઠંડી હવા પ્રદૂષકોને જમીનને વધુ નજીક રોકી રહે છે, જેનાથી ધૂળ, ધુમાડો, રજકણો અને વાહનોમાંથી નીકળતાં ધુમાડાની માત્રા વધી જાય છે, જેને લોકો શ્વાસમાં લે છે. આ પ્રદૂષકો શ્વાસ નળીમાં બળતરા પેદાં કરે છે. ફેફસાંની ક્ષમતા ઘટાડે છે, અસ્થમા અને બોંકાઈટિસ જેવી બીમારીમાં વધારો કરે છે. ઘરની બહાર માસ્ક પહેરવું જોઈએ, પ્રદૂષણ વધુ હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ, જેથી ફેફસાં ઉપરનો તણાવ ઘટે છે. આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની આજથી શરૂઆત, 135 પતંગબાજો લેશે ભાગ

Read Full Story arrow_forward