android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: મ્યાનમારમાં ફસાયેલો સાવલીનો યુવક પરત ફર્યો, જાણો કેવી રીતે ફસાવવામાં આવ્યો
calendar_today January 9, 2026

Vadodara: મ્યાનમારમાં ફસાયેલો સાવલીનો યુવક પરત ફર્યો, જાણો કેવી રીતે ફસાવવામાં આવ્યો

ડેટા એન્ટ્રીની આકર્ષક નોકરીની લાલચે સાવલી સહિત ગુજરાતના 100થી વધુ યુવકો મ્યાનમાર ગયા હતા.ત્યાં પહોંચ્યા બાદ તેમને જાણ થઈ કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. તેમને ડેટા એન્ટ્રીના બદલે લવ ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ જેવા ગંભીર સાયબર ગુનાઓ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.કંપનીના અત્યાચારથી કંટાળીને તક મળતા જ આ યુવકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને હાલ મ્યાનમારના એક સેફ હાઉસમાં આશરો લઈ રહ્યા છે. બીજી તરફ વડોદરાના સાવલીનો એક યુવાન મ્યાનમારથી પરત ફર્યો છે. મ્યાનમારની જેલમાં બંધક બનાવવામાં આવ્યા મ્યાનમારમાં ફસાયેલો વડોદરાના સાવલીનો એક યુવાન ગુંજન શાહ વતન પરત ફર્યો છે. 117 ભારતીયો પરત ફર્યા છે જેમાં ગુંજન શાહનો પણ સમાવેશ થાય છે. ગુંજન શાહે સંદેશને જણાવ્યું હતું કે, અમને ડેટા એન્ટ્રી માટેની નોકરીની લાલચ આપી હતી. મહિને એક લાખ રૂપિયા સુધીનો પગાર ઓફર કરાયો હતો. અમારી એજન્ટ સાથે ઓનલાઈન વાત થઈ હતી. અમને થાઈલેન્ડમાં નોકરી માટેનું કહ્યું હતું. થાઈલેન્ડ બોર્ડર પરથી સીધા જ મ્યાનમારમાં ઘૂસાડવામાં આવ્યા હતાં.ત્યારબાદ મ્યાનમારની જેલમાં બંધક બનાવાયા હતાં. અમે પરત આવ્યા એ માટે ભારત સરકારનો અમે આભાર માનીએ છીએ. હજુ પણ ઘણા ભારતીયો ત્યાં ફસાયા છે. સરકાર તેમને પણ બચાવે તેવી અમારી અપીલ છે. આ પણ વાંચોઃ Myanmarમાં ફસાયેલા 100 ગુજરાતી યુવકોની કરુણ પોકાર, સાવલીના ગુંજન શાહની મ્યાનમારની ઓડિયો ક્લિપ થઈ વાયરલ

Read Full Story arrow_forward
Banaskantha News:પાકિસ્તાન બોર્ડર નજીક ગુંજ્યો 'ઓમકાર'નો નાદ, વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં આધ્યાત્મિક શક્તિનું પ્રદર્શન
calendar_today January 9, 2026

Banaskantha News:પાકિસ્તાન બોર્ડર નજીક ગુંજ્યો 'ઓમકાર'નો નાદ, વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં આધ્યાત્મિક શક્તિનું પ્રદર્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ યાત્રાના પાવન અવસરને યાદગાર બનાવવા માટે પાકિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારમાં એક અભૂતપૂર્વ કાર્યક્રમ યોજાયો હતો. સરહદી પટ્ટામાં આવેલા મુળેશ્વર મંદિર ખાતે ભક્તો અને અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલા સામૂહિક 'ઓમકાર' નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.આધ્યાત્મિક શક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશવડાપ્રધાનની સોમનાથ મુલાકાતના સંદર્ભમાં આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને આધ્યાત્મિક શક્તિનો સંદેશ છેક સરહદ સુધી પહોંચાડવાનો હતો. મુળેશ્વર મહાદેવના સાનિધ્યમાં જ્યારે એકસાથે સેંકડો કંઠે ઓમકારનો નાદ કર્યો, ત્યારે તેની ગુંજ પાકિસ્તાન સરહદ સુધી સંભળાઈ હતી, જે રાષ્ટ્રીય એકતા અને અસ્મિતાનું પ્રતીક બની રહી હતી. આ પાવન પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર પણ જોડાયા હતા. મુળેશ્વર મંદિર ખાતેથી ઓમકાર નાદનું ઉચ્ચારણમહાનુભાવોએ આ અવસરે જણાવ્યું હતું કે, સોમનાથ એ ભારતના સ્વાભિમાનનું કેન્દ્ર છે અને ત્યાંથી નીકળેલી ચેતના આજે છેક સરહદ સુધી પહોંચી છે. સરહદ પર ઓમકાર નાદના ઉચ્ચારણ દ્વારા સનાતન સંસ્કૃતિની તાકાત અને શ્રદ્ધાનો ગુંજારવ કરવામાં આવ્યો હતો. સ્થાનિક રહીશો અને સુરક્ષા જવાનોમાં પણ આ કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ આયોજને સાબિત કર્યું કે ભારતની સીમાઓ માત્ર શસ્ત્રોથી જ નહીં, પણ શાસ્ત્રો અને આધ્યાત્મિક ઉર્જાથી પણ સુરક્ષિત છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Aravalli: અરવલ્લી જિલ્લાને રૂ.168 કરોડના વિવિધ વિકાસકામોની ભેટ, શામળાજીમાં ઉજવાયો વિકાસ ઉત્સવ
calendar_today January 9, 2026

Aravalli: અરવલ્લી જિલ્લાને રૂ.168 કરોડના વિવિધ વિકાસકામોની ભેટ, શામળાજીમાં ઉજવાયો વિકાસ ઉત્સવ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર શામળાજીમાં ઉજવાઈ રહેલા શામળાજી મહોત્સવનું સમાપન કરાવતાં અરવલ્લી જિલ્લાને રૂ.168 કરોડના બહુવિધ વિકાસ કામોની ભેટ આપી હતી.રાજ્ય સરકારે તાજેતરમાં શામળાજીને નવો તાલુકો જાહેર કર્યા પછીનો મુખ્યમંત્રીનો આ પ્રથમ કાર્યક્રમ શામળાજી મહોત્સવ સમગ્ર અરવલ્લી જિલ્લા માટે વિકાસ ઉત્સવ બન્યો હતો. મુખ્યમંત્રીએ અરવલ્લી જિલ્લાને પાછલા ત્રણ વર્ષમાં રૂ.1232 કરોડના વિકાસ કામો રાજ્ય સરકારે મંજૂર કર્યા છે.વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબથી પ્રોત્સાહન તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, આદિજાતિ વિસ્તારોને આવાસ, અભ્યાસ અને આજીવિકા તેમજ આરોગ્યની સુવિધાઓ પૂરી પાડી છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રો અપગ્રેડ કરીને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, આ જનજાતિય વિસ્તારોમાં 12 સાયન્સ કોલેજ, બે યુનિવર્સિટી અને 11 મેડિકલ કોલેજ દ્વારા આદિવાસી પરિવારોના સંતાનોને પણ ડોક્ટર-એન્જિનિયર બનવાની દિશા ખુલી છે તેની ભૂમિકા તેમણે આપી હતી.મુખ્યમંત્રીએ વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પાર પાડવા આદિવાસીઓના પરંપરાગત કલા, કૌશલ્ય, વ્યવસાયો અને ઉત્પાદનોને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબથી પ્રોત્સાહન આપવાનું પણ આહવાન કર્યું હતું. અરવલ્લીના વિકાસને વધુ વેગ મળશે મંત્રી રમણભાઈ સોલંકીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે,ખાસ કરીને અરવલ્લી જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં રાજ્ય તથા કેન્દ્ર સરકારની યોજનાઓથી શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને આજીવિકાના ક્ષેત્રે મહત્વની પ્રગતિ થઈ રહી છે. રાજ્ય મંત્રી પી.સી.બરંડાએ જણાવ્યું હતું કે,શામળાજી મહોત્સવ આદિજાતિ સમુદાયની એકતા, સંસ્કૃતિ અને આસ્થાનું જીવંત પ્રતીક છે અને આ વર્ષે હજારો લોકોની ભાગીદારી તથા કલાકારોના લોકસંગીત, નૃત્ય અને ભક્તિમય વાતાવરણથી સમુદાયનો વારસો વધુ મજબૂત બન્યો છે. આજે મળેલા વિકાસકાર્યો તથા લોકાર્પણથી અરવલ્લીના વિકાસને વધુ વેગ મળશે. ક્રેડિટ સહાય વિતરણ કરવામાં આવી આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ના રૂ.૧૦૭.૦૨ કરોડના પ્રકલ્પો, શિક્ષણ વિભાગના રૂ. ૨૪.૪૯ કરોડના વિવિધ પ્રકલ્પો, રમતગમત વિભાગના રૂ. ૧૯.૯ કરોડના પ્રકલ્પો, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના રૂ. ૧૨.૫ કરોડના પ્રકલ્પો, જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ. ૩.૪૬ કરોડના પ્રકલ્પો સહિત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને પ્લોટ ફાળવણીના હુકમ તથા કિશન મિશન મંગલમ જૂથને કેશ ક્રેડિટ સહાય વિતરણ કરવામાં આવી હતી. આ પણ વાંચોઃ Vadodara: મ્યાનમારમાં ફસાયેલો સાવલીનો યુવક પરત ફર્યો, જાણો કેવી રીતે ફસાવવામાં આવ્યો

Read Full Story arrow_forward