android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh :  કેમિકલયુક્ત બાયો ડીઝલનો જથ્થો ઝડપાયો, માળીયા હાટીનાની સૂર્યવંદના એન્ટરપ્રાઇઝમાં SMCના દરોડા
calendar_today January 9, 2026

Junagadh : કેમિકલયુક્ત બાયો ડીઝલનો જથ્થો ઝડપાયો, માળીયા હાટીનાની સૂર્યવંદના એન્ટરપ્રાઇઝમાં SMCના દરોડા

જુનાગઢ શહેર નજીકના માળીયા હાટીના વિસ્તારમાં કેમિકલયુક્ત બાયો ડીઝલનો મોટો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. SMC (સ્પેશિયલ મોનિટરિંગ સેલ) દ્વારા પાડવામાં આવેલા દરોડામાં કુલ રૂ. 13.69 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.સૂર્યવંદના એન્ટરપ્રાઇઝમાંથી આ બાયો ડીઝલનો જથ્થો ઝડપાયો પ્રાપ્ત માહિતી અનુસાર, માળીયા હાટીનામાં આવેલી સૂર્યવંદના એન્ટરપ્રાઇઝમાંથી આ બાયો ડીઝલનો જથ્થો ઝડપાયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આ કેમિકલયુક્ત બાયો ડીઝલ ટ્રક તથા ખાનગી બસોમાં ભરવામાં આવતો હતો, જેનાથી એન્જિનને નુકસાન પહોંચે તેમજ પર્યાવરણ અને જાહેર સલામતી માટે જોખમ ઉભું થાય તેવી શક્યતા હતી. બાયો ડીઝલ, સંગ્રહ સાધનો તેમજ અન્ય સામગ્રી કબજે કરવામાં આવી SMC દ્વારા સ્થળ પર તપાસ કરી બાયો ડીઝલ, સંગ્રહ સાધનો તેમજ અન્ય સામગ્રી કબજે કરવામાં આવી છે. સમગ્ર મામલે સંબંધિત વિભાગો દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આ બાયો ડીઝલ ક્યાંથી લાવવામાં આવતો હતો અને ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો. કેમિકલયુક્ત ઇંધણના વેપાર સામે કડક કાર્યવાહી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદે કેમિકલયુક્ત ઇંધણના વેપાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ પણ વાંચો---   Ahmedabad: પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવવાનો પ્રયાસ, કોન્સ્ટેબલને બોનેટ પર જ રાખીને એકથી દોઢ કીલોમીટર ગાડી ચલાવી

Read Full Story arrow_forward
Rajkotમાં રૂ.36 લાખનું સોનું લઈ માત્ર 4 મિનિટમાં બંગાળી કારીગર થયો રફૂચક્કર
calendar_today January 9, 2026

Rajkotમાં રૂ.36 લાખનું સોનું લઈ માત્ર 4 મિનિટમાં બંગાળી કારીગર થયો રફૂચક્કર

જ્વેલરી હબ ગણાતા રાજકોટ શહેરમાં ફરી એકવાર બંગાળી કારીગર દ્વારા વેપારી સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. શહેરના એ-ડિવિઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં એક કારીગર અંદાજે રૂ.36 લાખથી વધુની કિંમતનું સોનું લઈને ફરાર થઈ જતા હડકંપ મચી ગયો છે.શું હતી સમગ્ર ઘટના? રાજકોટના સોની બજારમાં વ્યવસાય કરતા વેપારી કલ્પેશભાઈ કાતરીયાએ ત્રણ દિવસ પૂર્વે જ અક્ષય બાઉળી નામના બંગાળી કારીગરને કામ પર રાખ્યો હતો. જોકે, ઓક્ટોબર મહિનામાં બનેલી આ ઘટનામાં કારીગરે વેપારીનો વિશ્વાસ જીતીને મોકો મળતા જ હાથ ફેરો કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, કારીગર અક્ષયે માત્ર 4 મિનિટમાં જ દુકાનમાંથી સોનાનો જથ્થો સગેવગે કર્યો અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. સીસીટીવી ફૂટેજ અને પોલીસ કાર્યવાહી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે, જેમાં કારીગરની હિલચાલ સ્પષ્ટપણે કેદ થઈ છે. વેપારીની ફરિયાદના આધારે એ-ડિવિઝન પોલીસે અક્ષય બાઉળી વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આ કારીગર પશ્ચિમ બંગાળ તરફ ભાગી ગયો હોવાની શંકા છે. રાજકોટમાં અવારનવાર બનતી આવી ઘટનાઓને પગલે જ્વેલર્સ એસોસિએશને ફરી એકવાર વેપારીઓને અપીલ કરી છે કે કોઈપણ નવા કારીગરને કામ પર રાખતા પહેલા તેના દસ્તાવેજો અને પોલીસ વેરિફિકેશન કરાવવું અત્યંત જરૂરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat ના ડિંડોલી વિસ્તારમાં વધુ એક હત્યા, 25 વર્ષના યુવકને રહેંસી નંખાયો
calendar_today January 9, 2026

Surat ના ડિંડોલી વિસ્તારમાં વધુ એક હત્યા, 25 વર્ષના યુવકને રહેંસી નંખાયો

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રમુખ પાર્ક નજીક આવેલા ખુલ્લા મેદાનમાં અજાણ્યા યુવકો દ્વારા 25 વર્ષીય ઉમાશંકર નામના યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.ઉમાશંકર ઉપર અજાણ્યા યુવકો દ્વારા હુમલો કરવામાં આવ્યો પ્રાપ્ત માહિતી મુજબ, ઉમાશંકર ઉપર અજાણ્યા યુવકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું સ્થળ પર જ મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો છે અને પુરાવાઓના આધારે આરોપીઓની ઓળખ માટે તપાસ હાથ ધરી છે. હાલ હત્યાનું કારણ અકબંધ છે,  વારંવાર બની રહેલી ગુનાહિત ઘટનાઓ ડિંડોલી વિસ્તારમાં વારંવાર બની રહેલી ગુનાહિત ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો-----   Ahmedabad: પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવવાનો પ્રયાસ, કોન્સ્ટેબલને બોનેટ પર જ રાખીને એકથી દોઢ કીલોમીટર ગાડી ચલાવી

Read Full Story arrow_forward