Vadodara: અકસ્માતોના બનાવ વધતા ટ્રાફિક પોલીસ સફાળી જાગી, 24 કલાકમાં 20 ભારદારી વાહનો ડિટેઇન કરાયા
વડોદરા શહેરમાં ભારદારી વાહનો દ્વારા સતત અકસ્માતોના કેસ વધી રહ્યા છે જેમાં ટ્રાફિક પોલીસની ઘોર નિષ્કાળજી જોવા મળી રહી હતી. અકસ્માતોના બનાવો બનતા આખરે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ ઉંઘમાંથી જાગી હતી અને વીતેલા 24 કલાકમાં 20 ભારદારી વાહનો ડિટેઇન કર્યા હતા. વારંવાર અકસ્માતો બનતા ટ્રાફિક પોલીસ પર માછલા ધોવાયા છેલ્લા ઘણા દિવસોથી ટ્રાફિક પોલીસની બેદરકારી અને લાપરવાહીના કારણે શહેરમાં ભારદારી વાહનો માતેલા સાંઢની જેમ ફરી રહ્યા હતા અને અકસ્માતો સર્જી રહ્યા હતા. વારંવાર અકસ્માતો બનતા ટ્રાફિક પોલીસ પર માછલા ધોવાયા હતા. વીતેલા 24 કલાકમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા 20 ભારદારી વાહનો ડિટેઇન ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે વીતેલા 24 કલાકમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા 20 ભારદારી વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે. 1 માસમાં 126 ભારદારી વાહનો સામે કાર્યવાહી કરીને ડિટેઇન કરાયા પોલીસે જણાવ્યું કે છેલ્લા 1 માસમાં 126 ભારદારી વાહનો સામે કાર્યવાહી કરીને ડિટેઇન કરાયા છે જેમાં 27 લક્ઝરી બસો અને 99 જેટલા ટ્રક અને ડંપરોનો સમાવેશ થાય છે. ભયજનક રીતે વાહન ચલાવતા વાહન ચાલકો સામે 1003 કેસ ઉપરાંત વીતેલા 1 મહિનામાં ભયજનક રીતે વાહન ચલાવતા વાહન ચાલકો સામે 1003 કેસ કરવામાં આવ્યા છે. આગામી સ્વરુપમાં પણ ડ્રાઇવ સ્વરુપમાં કામગિરી ચાલુ રહેશે આ પણ વાંચો---- Ahmedabad: પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવવાનો પ્રયાસ, કોન્સ્ટેબલને બોનેટ પર જ રાખીને એકથી દોઢ કીલોમીટર ગાડી ચલાવી
Read Full Story arrow_forward