android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: ગાંધીનગરમાં મોંઢાના કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેક્નિકથી ટેસ્ટ કરાશે
calendar_today January 8, 2026

Gandhinagar: ગાંધીનગરમાં મોંઢાના કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેક્નિકથી ટેસ્ટ કરાશે

ગુજરાતમાં મોઢાના કેન્સરની વહેલી ઓળખ માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) નવી દિલ્હીના સહયોગથી ગાંધીનગરમાં પ્રોજેક્ટ અમલી મુકાયો છે. જેમાં મોઢાનું કેન્સર થાય તે પહેલાના સ્ટેજની વહેલી ઓળખ માટે નવી ટેક્નિક (ઓટોફ્લોરેશન્સ અને ટોલ્યુડીન બ્લૂ)ની અસરકારકતા માપવા સાથે સારવાર પદ્ધતિ વિકસાવવામાં આવશે. ગાંધીનગર તાલુકામાં શરૂ થયેલા પાયલોટ પ્રોજેક્ટનું આગામી દિવસોમાં આખા જિલ્લામાં અમલીકરણ કરવામાં આવશે.દેશમાં વધી રહેલાં કેન્સરના કેસોમાં મોઢાના કેન્સરનું પ્રમાણ 20 ટકા હોય છે. ICMRના સહયોગથી જિલ્લા આરોગ્ય તંત્ર અને નિરામય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો છે. પ્રોજેક્ટનું અમલીકરણ નિરામય ચેરીટેબલ ટ્રસ્ટ કરશે અને આરોગ્ય તંત્ર સક્રિય ભાગીદાર તરીકે જોડાશે. પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા લેવલની ઓરીએન્ટેશન, વર્કશોપ અને તાલીમ યોજાઈ હતી. જેમાં મોઢાના કેન્સરની વહેલી ઓળખ, યોગ્ય રેફરલ અને સતત ફોલોઅપ થાય તે સુનિશ્ચિત કરવા કહેવાયું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: ઘરના બહાને ચાર ગ્રાહકો સાથે રૂ.22.70 લાખની છેતરપિંડી
calendar_today January 8, 2026

Gandhinagar: ઘરના બહાને ચાર ગ્રાહકો સાથે રૂ.22.70 લાખની છેતરપિંડી

પેથાપુરમાં ચાર મધ્યમવર્ગીય પરિવારના સભ્યોનું ઘર ખરીદવાનું સ્વપ્ન રોળાઈ ગયું હતું. તેઓએ જે મકાન માટે સોદો કર્યો હતો તેના બિલ્ડર કૂતુબુદ્દીન શેખ તેઓની પાસેથી 22.70 લાખ જેટલી માતબર રકમ લીધા બાદ મકાનનું પઝેશન નહીં આપતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બળદેવ પુરબિયા મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે કામ કરે છે. તેઓને મકાન ખરીદવું હોઈ પેથાપુરમાં મકાન માટે તપાસ કરી હતી. એક મકાનની કિંમત 15 લાખ જણાવવામાં આવી હતી. બળદેવ પુરબિયાને મકાન પસંદ આવતા સોદો નક્કી કરાયો હતો. બાદમાં પૈસા પરત માંગતા પૈસા આપવામાં પણ બહાના બતાવતો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: નિવૃત્ત પ્રોફેસરનો ફોન ફોર્મેટ કરી દઈને 11.89 લાખ ઉપાડી લીધા
calendar_today January 8, 2026

Gandhinagar: નિવૃત્ત પ્રોફેસરનો ફોન ફોર્મેટ કરી દઈને 11.89 લાખ ઉપાડી લીધા

ગાંધીનગરના નિવૃત્ત પ્રોફેસર હાઇટેક સાયબર ગઠિયાઓનો શિકાર બન્યા છે. આ ગઠિયાઓએ નિવૃત્ત પ્રોફેસરની પેન્શનર્સ કાર્ડ મેળવવાની લાલચનો લાભ ઉઠાવી તેમની સાથે રૂા. 11.89 લાખની છેતરપીંડી આચરી છે.નિવૃત્ત પ્રોફેસરે માત્ર પેન્શનર્સ કાર્ડ માટેની પ્રોસેસ કરી હતી. તેઓએ ઓટીપી પણ આવ્યો ન હતો. તેમ છતા સાયબર ગઠિયા ઉપરોક્ત કળા કરી ગયા હતા. છેતરપીંડીની જાણ થાય તે પુર્વે સાયબર ગઠિયાઓએ નિવૃત્ત પ્રોફેસરનો ફોન પણ દુર બેઠાબેઠા ફોર્મેટ કરી નાખ્યો હતો. સરગાસણના ફ્લેટમાં રહેતા નિવૃત્ત પ્રોફેસર ડો. નિલાંબર દેવતા (ઉવ.70) બન્યા છે. તેઓ ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઇ રહ્યા હતા ત્યારે બેંક ઓફ બરોડાની પેન્સનર્સ કાર્ડની જાહેરાત જોઇ હતી. જેમાં મેન્ડેટરી ફોર ઓલ એમ્પલોઇ લખ્યુ હતું. આ લખાણ બાદ તેઓએ ઉપરોક્ત જાહેરાત બાદ ક્લીક કરી હતી. જેમાં બેંક એકાઉન્ટની વિગતો તથા એમ્પલોઇ નંબર સબમિટ કરવા જણાવ્યુ હતું. સામેની વ્યક્તિએ તેઓને સ્ટેપ ફોલો કરવીનું જણાવી પેન્શનર્સ કાર્ડ માટેની પ્રોસેસ કરાવી હતી. ત્યારબાદ આ કાર્ડ ઘરે ડિલીવર કરવાનું કહીને એડ્રેસ મેળવવામાં આવ્યુ હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward