android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahesana: આકાશી યુદ્ધની તૈયારીઓ શરૂ
calendar_today January 8, 2026

Mahesana: આકાશી યુદ્ધની તૈયારીઓ શરૂ

મહેસાણા શહેરના રાજમાર્ગો ઉપર પતંગ, દોરી, ચશ્માં, મુખૌટા અને ટોપીઓની ઠેર ઠેર હાટડીઓ મંડાઈ ગઈ છે. ઉત્તરાયણ આડે ગણતરીના દિવસો બાકી હોવાના કારણે બજારમાં શહેરી અને ગ્રામીણ ગ્રાહકોનો ધસારો વધ્યો છે. ઘરાકી ખૂલતાં પતંગ-દોરીનું છુટક વેચાણ કરનાર લારી ધારકોના વેપાર-ધંધામાં તેજીનો માહોલ છવાયો છે. છેલ્લી ઘડીએ ખરીદારી કરવાના બદલે એડવાન્સમાં જ લોકોએ ખરીદી શરૂ કરતાં મંદીનો માહોલ દૂર થયો છે. જેનો કેટલાક વેપારીઓએ પતંગ અને દોરીના ભાવમાં પણ વધારો કરી ગેર ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું છે.પતંગો ઉપરાંત, મકર સક્રાંન્તિ દરમ્યાન આકાશી યુધ્ધ સમયે બાળકો અને યુવાનો દ્વારા ચહેરા ઉપર પહેરાતા મુખવટા અને રંગબેરંગી પીપુડાં ઉપર પણ શ્રીરામનાં ચિહનો જોવા મળી રહ્યાં છે. રંગબેરંગી ચશ્માં બજારમાં પણ તેજીનો માહોલ છવાયો છે. અગાસીઓ ઉપર ચઢી આકાશી યુધ્ધ ખેલતા પતંગ રસીયાઓમાં ખાણી-પીણીનો શોખ પણ ગજબનો હોય છે. ચીકી, કચરીયાં અને ઊંધીયા, જલેબીનું વેચાણ કરનાર ફરસાણ માર્ટમાં પણ ઉત્સાહનો માહોલ છે. અહેવાલમાં ઈન્સેટ કરેલી તસ્વીરમાં મહેસાણાના રાજમાર્ગો ઉપર વિવિધ રંગોના પતંગ, દોરીની ફિરકીઓ, વિવિધ પ્રકારના મુખવટા, ચશ્માં અને પીપુડાંની હાટડીઓ મંડાઈ છે અને ખરીદદારોનો ધસારો પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Visnagar: પાલિકાએ એક મહિના પહેલા પાણીની પાઈનલાઈન નાખ્યા બાદ ફૂવારા ઉડયા
calendar_today January 8, 2026

Visnagar: પાલિકાએ એક મહિના પહેલા પાણીની પાઈનલાઈન નાખ્યા બાદ ફૂવારા ઉડયા

વિસનગર નગરપાલિકા ગૌરવ પથ ઉપર છેલ્લા છ મહિનાથી રોડનું પહોળું કરવાનું કામ ચાલે છે, જે નવિન રોડ બન્યો નથી.જેમાં પાલિકાએ પાલિકાની નવિન પાણીની પાઈપલાઈન નાંખી છે. જે રાત્રિના અચાનક પાઈપ ફાટી જતા પાણીનો વેડફાટ થયા છે. જેના કારણે લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠયાં છે. નગરપાલિકાના માણસો ગુરૂવારે રીપેરીંગનું કામ હાથ ધર્યું છે. આ બાબતે ઉચ્ચકક્ષાએથી તપાસ થાય તેવી લોકો માંગણી કરી રહ્યા છે. વિસનગરના ડોસાભાઈ બાગમાંથી પાણીની લાઈન ગૌરવપથ, સ્ટેશન રોડ, એમ.એન.કોલેજ, જી.ડી. હાઈસ્કૂલ સહિતના વિસ્તારોમાં આવેલી 70થી વધુ સોસાયટીમાં પાણીનું વિતરણ થાય છે. આ વિસ્તારોમાં પીવાનું પાણી સરળતાથી મળી રહે જે સારું પાલિકાએ એક મહિના પહેલાં પાણીની પાઈપલાઈન નાંખી છે. જેમાં રાત્રિના સુમારે અચાનક પાણીના પાઈપલાઈન ફાટતા નગરપાલિકાના માણસો પાણી રીપેરીંગ કરવા આવ્યા હતા. છતા પણ ગુરૂવારે પાણીની પાઈપમાંથી પાણી લીકેજ થતાં આ પાઈપલાઈન તૂટી જતાં કામની ગુણવત્તા તેમજ આ બાબતે ઉચ્ચકક્ષાએથી તપાસ થાય તેવું લોકોની માંગણીનો સૂર ઉઠવા પામ્યો છે. જેમાં આ બાબતે ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ જણાવ્યું છે કે, ચિરાગ હોટલ આગળની પાણીની લાઈન રીપેરીંગ થઈ ગઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: હાટકેશ્વરથી CTM રોડ પર તૂટેલી કેચપીટ લોકો માટે જીવલેણ બની
calendar_today January 8, 2026

Ahmedabad: હાટકેશ્વરથી CTM રોડ પર તૂટેલી કેચપીટ લોકો માટે જીવલેણ બની

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ભાઈપુરાથી હાટકેશ્વર સર્કલ થઈ CTM જતા મુખ્ય માર્ગ પર મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે.તેજેન્દ્ર કોમ્પ્લેક્સની બિલકુલ સામે આવેલી વરસાદી કેચપીટ તૂટેલી હાલતમાં છે, જે ગમે ત્યારે મોટી દુર્ઘટનાને નિમંત્રણ આપી રહી છે. સૌથી નોંધનીય બાબત એ છેકે, જેમાંથી કેટલીક કેચપીટ ચોમાસા બાદ જ બનાવવામાં આવી છે અને તે પણ તૂટી ગઈ છે. જ્યારે આ સ્થળની આસપાસ શાકમાર્કેટ, અનેક નાની-મોટી દુકાનો અને હોસ્પિટલો આવેલી છે. સતત અવરજવર ધરાવતા આ વિસ્તારમાં સવાર-સાંજ રાહદારીઓની ભારે ભીડ રહે છે. કેચપીટ તૂટેલી હોવાથી ચાલતા જતા લોકોના પગ ફ્સાઈ જવાની અને ગંભીર ઈજા થવાની ભીતિ સેવાઈ રહી છે. એટલું જ નહીં, વ્યસ્ત ટ્રાફ્કિ વચ્ચે ટુ-વ્હીલર કે રિક્ષાના ટાયર આ ખાડામાં ફ્સાઈ જવાથી જીવલેણ અકસ્માત સર્જાઈ શકે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward