android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
How AQI is Calculated: પ્રદૂષણ માપવાની પદ્ધતિ અને શ્રેણીઓ કઈ-કઈ બાબતોનો થાય છે સમાવેશ?, જાણો
calendar_today October 23, 2026

How AQI is Calculated: પ્રદૂષણ માપવાની પદ્ધતિ અને શ્રેણીઓ કઈ-કઈ બાબતોનો થાય છે સમાવેશ?, જાણો

CPCB દ્વારા વૈજ્ઞાનિક ગણતરીઓ અને મુખ્ય પ્રદૂષકોના વર્ગીકરણના આધારે તૈયાર કરવામાં આવે છે.AQI સ્તર ચિંતાજનક રીતે વધ્યો દિલ્હી-NCRમાં શિયાળાની શરૂઆત સાથે, પ્રદૂષણનો ભય ફરી એકવાર વધી રહ્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર, રાજધાનીના ઘણા મુખ્ય વિસ્તારોમાં હવાની ગુણવત્તા સતત ખરાબ શ્રેણીમાં નોંધાઈ રહી છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ITO, AIIMS, અક્ષરધામ અને આનંદ વિહાર જેવા વ્યસ્ત વિસ્તારોમાં, AQI સ્તર ચિંતાજનક સ્તરને વટાવી ગયું છે. બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે વાયુ પ્રદૂષણ ઘટાડવા અને સામાન્ય લોકોના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે આ વિસ્તારમાં પ્રતિબંધોનો વ્યાપ વધારવાનું શરૂ કર્યું છે.AQI માપવા માટે થર્મોમીટર જેવા સ્કેલહવા ઝેરી છે કે સ્વચ્છ છે તે નક્કી કરવા માટે એર ક્વોલિટી ઇન્ડેક્સનો ઉપયોગ થાય છે. જેમ થર્મોમીટરનો ઉપયોગ શરીરના તાવને માપવા માટે થાય છે, તેવી જ રીતે AQI નો ઉપયોગ વાયુ પ્રદૂષણના સ્તરનું સચોટ મૂલ્યાંકન કરવા માટે થાય છે. ભારતમાં, તે 2014 માં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તે IIT કાનપુર અને પ્રખ્યાત પર્યાવરણીય નિષ્ણાતો સાથે પરામર્શ કરીને વિકસાવવામાં આવ્યું હતું. શું ગણતરી આઠ મુખ્ય વાયુ પ્રદૂષકો પર આધારિત ?કોઈપણ સ્થાન માટે હવા ગુણવત્તા સૂચકાંક હવામાં હાજર હાનિકારક તત્વોના આધારે ગણવામાં આવે છે. CPCB રિપોર્ટ અનુસાર, તે કુલ આઠ મુખ્ય પ્રદૂષકોની સાંદ્રતાને માપે છે. આમાં અતિ સૂક્ષ્મ કણો PM2.5, થોડા મોટા કણો PM10, વાહનો અને કારખાનાઓમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ (NO2), બળતણના દહનમાંથી સલ્ફર ડાયોક્સાઇડ (SO2), ઝેરી કાર્બન મોનોક્સાઇડ (CO), ગ્રાઉન્ડ-લેવલ ઓઝોન (O3), એમોનિયા (NH3) અને સીસું (Pb) શામેલ છે. જોકે સીસાનું વાસ્તવિક સમય માપન શક્ય નથી, તે ભૂતકાળના ડેટાના આધારે ગણતરીઓમાં સમાવિષ્ટ છે.AQIની ગણતરી કરવાના ત્રણ મુખ્ય પગલાંAQI ની ગણતરી કરવાની સમગ્ર પ્રક્રિયા વૈજ્ઞાનિક રીતે અને ત્રણ અલગ અલગ પગલાંમાં હાથ ધરવામાં આવે છે. પ્રથમ પગલામાં વિવિધ હવામાં ફેલાતા પ્રદૂષકોની સાંદ્રતા સરેરાશ કરવાનો સમાવેશ થાય છે, જેમાં PM, NO2, SO2, NH3 અને Pb માટે 24-કલાકની સરેરાશ લેવામાં આવે છે, જ્યારે કાર્બન મોનોક્સાઇડ અને ઓઝોન માટે 8-કલાકની દોડવાની સરેરાશનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા પગલામાં, દરેક પ્રદૂષકની માત્રાને ચોક્કસ સૂત્રનો ઉપયોગ કરીને તેના નિર્ધારિત બ્રેકપોઇન્ટના આધારે 0 થી 500 ના સ્કેલ પર એક સંખ્યામાં રૂપાંતરિત કરવામાં આવે છે, જેને સબ-ઇન્ડેક્સ કહેવામાં આવે છે.સૌથી ખરાબ મૂલ્ય અંતિમ AQI બનેત્રીજા અને અંતિમ પગલામાં, ગણતરી કરાયેલા તમામ પેટા-સૂચકાંકોમાં પ્રદૂષકનું સૌથી વધુ મૂલ્ય તે વિસ્તાર માટે અંતિમ AQI માનવામાં આવે છે. CPCB અનુસાર, આ પદ્ધતિ અપનાવવામાં આવી છે કારણ કે વિજ્ઞાન પાસે હજુ સુધી બધા પ્રદૂષકોની સંયુક્ત અને સામૂહિક અસરો પર સંપૂર્ણ ડેટા નથી. આ માટે એક ચોક્કસ ગાણિતિક સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે, અને પ્રાપ્ત અંતિમ સંખ્યા સ્પષ્ટપણે દર્શાવે છે કે તે વિસ્તારની હવા શ્વાસ લેવા યોગ્ય છે કે આરોગ્ય માટે જોખમી સ્તર સુધી પહોંચી ગઈ છે.AQI ની છ અલગ અલગ શ્રેણીઓદિલ્હી જેવા મોટા શહેરોમાં, AQI ની ગણતરી શહેરમાં ફેલાયેલા આશરે 40 મોનિટરિંગ સ્ટેશનોના સરેરાશ વાંચનના આધારે કરવામાં આવે છે. પરિસ્થિતિ સ્પષ્ટ કરવા માટે, તેને છ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવી છે. 0 થી 50 નો સ્કોર સારો માનવામાં આવે છે, 51 થી 100 સંતોષકારક છે, 101 થી 200 મધ્યમ છે, 201 થી 300 ખરાબ માનવામાં આવે છે, 301 થી 400 ખૂબ ખરાબ છે, અને 401 થી 500 ગંભીર માનવામાં આવે છે, જે સ્વસ્થ લોકોને પણ બીમાર કરી શકે છે.આ પણ વાંચોઃ Neha Boraને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટો ઝટકો, અરજી ફગાવી, બોન્ડ ભરવાના નોટિસ સામે પડકાર નિષ્ફળ

Read Full Story arrow_forward
Surat News: કામરેજના માછી ગામે તાપી નદીમાં ગેરકાયદે રેતી ખનન સામે ખાણ ખનીજ વિભાગના દરોડા
calendar_today October 23, 2026

Surat News: કામરેજના માછી ગામે તાપી નદીમાં ગેરકાયદે રેતી ખનન સામે ખાણ ખનીજ વિભાગના દરોડા

સુરત જિલ્લાના કામરેજ તાલુકા અંતર્ગત આવતા માછી ગામે તાપી નદીના પટમાં બેરોકટોક અને ગેરકાયદેસર રીતે ચાલી રહેલા રેતી ખનન સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા મોટી અને સહારનીય કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક સ્તરેથી મળતી વ્યાપક ફરિયાદો અને રજૂઆતોને ધ્યાને લઈને ખાણ ખનીજ વિભાગની ટીમ સક્રિય બની હતી. વિભાગ દ્વારા મોડી રાત્રે અચાનક માછી ગામના નદી કિનારે દરોડા (રેડ) પાડવામાં આવ્યા હતા, જેના કારણે રેતી માફિયાઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.અંદાજે રૂ.5 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયોખાણ ખનીજ વિભાગની ટીમે સઘન તપાસ હાથ ધરીને તાપી નદીના પાણીમાંથી ગેરકાયદે રેતી કાઢવા માટે ઉપયોગમાં લેવાતી એક યાંત્રિક નાવડી (બોટ) તેમજ અન્ય સાધનો સહિત કુલ રૂ.5 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. રાત્રિના સુમારે કરવામાં આવેલી આ અચાનક કાર્યવાહીથી ગેરકાયદે ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોમાં મોટો ફફડાટ વ્યાપી ગયો છે. વિભાગ દ્વારા ગેરકાયદે ખનન કરનારાઓ વિરુદ્ધ નિયમોનુસાર દંડકીય અને કાયદેસરની સખત કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા તંત્રની સઘન ઝુંબેશ પ્રાકૃતિક સંસાધનોની ચોરી અને નદીઓના પટને નુકસાન પહોંચાડતા તત્વો સામે વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારે સરપ્રાઈઝ ચેકિંગ અને દરોડાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. પર્યાવરણ અને નદીઓની સુરક્ષા માટે ખાણ ખનીજ વિભાગની આ કડક કામગીરીથી સ્થાનિક સ્તરે સંતોષની લાગણી ફેલાઈ છે અને ગેરકાયદે ધંધાર્થીઓમાં કાયદાનો ડર ઊભો થયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Tapiના સોનગઢમાં જમીન વિવાદ અને ત્રાસથી કંટાળી હિન્દુ યુવકની આત્મહત્યા!
calendar_today October 23, 2026

Tapiના સોનગઢમાં જમીન વિવાદ અને ત્રાસથી કંટાળી હિન્દુ યુવકની આત્મહત્યા!

તાપીના સોનગઢમાં જમીન વિવાદ અને કેટલાક શખ્સોના સતત ત્રાસથી કંટાળીને એક હિન્દુ યુવકે પોતાની જીવનલીલા ટૂંકાવી લીધી છે. યુવકના પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે અગાઉ ઘરની જમીન મુદ્દે આસપાસના લોકો દ્વારા તેમને ભારે હેરાનગતિ કરવામાં આવતી હતી. આ મામલે યુવકે વારંવાર સ્થાનિક પોલીસ સ્ટેશન તેમજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઓફિસે સુધી જઈને ન્યાય માટે ધક્કા ખાધા હતા, પરંતુ કોઈ સંતોષકારક કાર્યવાહી ન થવાથી નાસીપાસ થઈને યુવકે આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું.મૃતકનો વિધર્મી શખ્સો સામે આક્ષેપો કરતો ઓડિયો વાયરલઆત્મહત્યાની આ ઘટના બાદ મૃતક યુવકનો એક ઓડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થયો હતો, જેમાં તેણે સોનગઢ નગરના કેટલાક વિધર્મી શખ્સો દ્વારા આપવામાં આવતા ત્રાસ અને પરેશાની વિશે ખુલાસા કર્યા હતા. આ વાયરલ ઓડિયો અને પરિવારના આક્ષેપોને આધારે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. સોનગઢ પોલીસે આ પ્રકરણને ગંભીરતાથી લઈને સલીમ મુલ્લા (સોનગઢ ભાજપના પૂર્વ કોર્પોરેટર), વસીમ ઉર્ફે દાદુ, રિયાઝ શેખ, ઇમ્તિયાઝ શેખ અને બિપિન રતન ગામીત સહિત ૫ થી વધુ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂઘટનાની ગંભીરતા જોતા સોનગઢ પંથકમાં ભારે રોષ અને ચકચાર મચી જવા પામી છે. પોલીસે વાયરલ ઓડિયો ક્લિપ, પ્રાથમિક પુરાવાઓ અને પરિવારની ફરિયાદને આધારે નામજોગ આરોપીઓની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરી છે. વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખીને તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward