android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: ડોક્ટરની બેદરકારીથી કિશોરીના મોતનો આક્ષેપ, તબીબે બેદરકારી દાખવતા ઓપરેશનમાં કિશોરીના પેટમાં કોટન રહી ગયું હતું
calendar_today January 7, 2026

Vadodara: ડોક્ટરની બેદરકારીથી કિશોરીના મોતનો આક્ષેપ, તબીબે બેદરકારી દાખવતા ઓપરેશનમાં કિશોરીના પેટમાં કોટન રહી ગયું હતું

વડોદરામાં વાઘોડિયા રોડની હર્ષલ ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવેલી કિશોરીનું તબીબની બેદરકારીને કારણે મોત નીપજ્યું હોવાનો પરિવારે આરોપ લગાવતાં ચકચાર મચી ગઇ છે. ઓપરેશન દરમિયાન કોટન પેટમાં રહી ગયું હતું પરિવારના આરોપ મુજબ દિવાળી પહેલા કિશોરીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન પછી પણ તેણીના પેટમાં દુખાવો રહેતા પરિવારે તપાસ કરાવી, ત્યારે બહાર આવ્યું કે ઓપરેશન દરમિયાન કોટન પેટમાં રહી ગયું હતું. તબીબે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું કિશોરીને સારવાર માટે પરિવારે બીજી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવી, અને તબીબ ડૉ. વિજય સિંહે સારવાર ખર્ચ માટે 1 લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ ત્યાર બાદ તબીબે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે.સારવાર દરમિયાન કિશોરીનું મોત નિપજ્યું દુર્ભાગ્યવશ, સારવાર દરમિયાન કિશોરીનું મોત નિપજ્યું. પરિવારે તબીબ વિજય સિંહ સામે ગુનો દાખલ કરવાની માંગ કરી છે. આ પણ વાંચો----   PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કાજલી APMC ખાતે મહત્વપૂર્ણ બેઠક

Read Full Story arrow_forward
Gujarat Highcourtમાં રખડતા કૂતરાનો ત્રાસ, કોર્ટમાં આવતા વકીલ, પક્ષકારોને કૂતરાના કારણે હાલાકી પડે છે, જુઓ Video
calendar_today January 7, 2026

Gujarat Highcourtમાં રખડતા કૂતરાનો ત્રાસ, કોર્ટમાં આવતા વકીલ, પક્ષકારોને કૂતરાના કારણે હાલાકી પડે છે, જુઓ Video

ગુજરાત હાઈકોર્ટમાં રખડતા કૂતરાના કારણે કોર્ટમાં આવતા વકીલ અને પક્ષકારોને હાલાકી પડી રહી છે, હજી સુધી કોઈ કરડવાના કેસ ગુજરાત હાઈકોર્ટમાં સામે આવ્યા નથી પરંતુ વકીલોનું કહેવું છે કે, રખડતા કૂતરાના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, હાઇકોર્ટના કેમ્પસમાં કૂતરાનો ત્રાસ વધ્યાની રજૂઆત પણ કરવામાં આવી છે.જો કૂતરૂ કરડે તો શું કરવું જોઈએ ? સૌ પ્રથમ, ઘાને સાબુ અને સ્વચ્છ વહેતા પાણીથી 15 મિનિટ સુધી સારી રીતે ધોઈ લો. ઘા પર ઉપલબ્ધ એન્ટિસેપ્ટિક (આયોડિન/સ્પિરિટ વગેરે) લગાવો. તરત જ રસી લો અને તબીબની સલાહ અનુસાર રસીકરણનો કોર્સ પૂર્ણ કરો. પાલતુ પ્રાણીઓને હડકવા (રેબીઝ)થી બચાવવા માટે શું કરવું જોઈએ? તમારા પાલતુ પ્રાણીઓની નોંધણી કરાવો અને નિયમિતપણે હડકવા વિરોધી રસી અપાવો. તમારા પાલતુ પ્રાણીઓને હંમેશા તમારા નિરીક્ષણ હેઠળ રાખો. તમારા પાલતુ પ્રાણીઓને રખડતા પ્રાણીઓથી દૂર રાખો.. જો તમારા પાલતુ પ્રાણીને કોઈ અજાણ્યું પ્રાણી કરડે છે, તો તરત જ તેને તમારી નજીકની પશુચિકિત્સા હૉસ્પિટલમાં લઈ જાઓ. જો તમારા પાલતુ પ્રાણીમાં હડકવા જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તમારા નજીકના પશુચિકિત્સક/મ્યુનિસિપાલિટી અધિકારીને જાણ કરો. આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર તાલુકા કક્ષાનો “ફરિયાદ નિવારણ” કાર્યક્રમ 28 જાન્યુઆરીનાં રોજ યોજાશે

Read Full Story arrow_forward
Vadodara: કોર્પોરેશનની ગંભીર બેદરકારી, ખિસકોલી સર્કલ પાસે રસ્તા પર ખુલ્લી ગટર, સ્થાનિકોમાં ચિંતાનો માહોલ
calendar_today January 7, 2026

Vadodara: કોર્પોરેશનની ગંભીર બેદરકારી, ખિસકોલી સર્કલ પાસે રસ્તા પર ખુલ્લી ગટર, સ્થાનિકોમાં ચિંતાનો માહોલ

વડોદરાના ખિસકોલી સર્કલ પાસે રસ્તા પર કોર્પોરેશનની ગંભીર બેદરકારીના દ્રશ્ય સામે આવ્યા છે. શહેરમાં રહેતા લોકો માટે મોતના કુવા સમાન ખતરનાક ગટર ખુલ્લી જોવા મળી છે. ઢાંકણાં ખુલ્લા હોવા છતા તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.ગટર ખુલ્લા હોવાને કારણે અકસ્માતના ગંભીર જોખમો સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે, કારણકે ગટર ખુલ્લી હોવાને કારણે અકસ્માતના ગંભીર જોખમો રહે છે. ગટરમાં પડી જવાથી આશાસ્પદ યુવકનું મોત પણ થયું હતું. તાજેતરમાં માંજલપુરમાં આવી જ ખતરનાક ગટરમાં પડી જવાથી આશાસ્પદ યુવકનું મોત પણ થયું હતું. ખિસકોલી સર્કલ ઉપરાંત શહેરમાં ઘણા વિસ્તારોમાં ગટરો ખુલ્લી હોવાનું જોવા મળી રહ્યું છે. ગટરને બંધ કરવાની માગ સ્થાનિકોએ તંત્ર સમક્ષ આવી ખતરનાર ગટરોને ઢાંકણાથી બંધ કરવાની માગ કરી છે. આ પણ વાંચો-----  PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કાજલી APMC ખાતે મહત્વપૂર્ણ બેઠક

Read Full Story arrow_forward